અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    આધુનિક લડાખના નિર્માતા મહાપુ

    પોતાનો ઈતિહાસ અને મહાપુરુષોને વીસારે પાડનારી પ્રજાનું પતન થવું સ્વાભાવિક છે. આ બોધવાક્યનું સ્મરણ હમણાં ગુજરાત યુનિવર્સિટી અને આરએસએસના સીમા જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે આધુનિક લડાખના નિર્માતા એવા બૌદ્ધ ધર્મગુરુ શ્રી કુશોક બકુલા રિમ્પોછેની જન્મશતાબ્દી વ્યાખ્યાન નિમિત્તે હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ ડો. કુલદીપ ચંદ અગ્નિહોત્રીએ પોતાના માહિતીસભર વ્યાખ્યાનમાં કરાવ્યું.

    ભારતીય ન્યાયતંત્ર અને સરકાર વ

    ભારતીય પ્રજાની અંતિમ આશા લેખાતી સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) છેલ્લા કેટલાક વખતથી વિશ્વસનીયતાની કટોકટીના ત્રિભેટે આવીને ઊભી છે. ન્યાયતંત્રને રાજકીય વિવાદમાં ખેંચવાના પ્રયાસો થઇ રહ્યા છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીની શાસનવેળા કહ્યાગરા ન્યાયતંત્ર (કમિટેડ જ્યુડિશિયરી) જેવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો હતો. નરેન્દ્ર મોદીના શાસનમાં હવે એવા જ આક્ષેપ ન્યાયતંત્રના મુખિયા વિશે થવા માંડ્યા છે.

    અલીગઢમાં ઝીણાની છબિના વિવાદે

    ભારતની રાજધાની નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાનના હાઈકમિશનમાં તેમના દેશના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની ભવ્ય તસવીરોની સાક્ષીએ યોજાતી ઉજવણીઓમાં વર્તમાન ભારત સરકારના પ્રધાનો પ્રકાશ જાવડેકર, જનરલ વી. કે. સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત સહભાગી થાય છે. જોકે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વિદ્યાર્થી ખંડમાં ૧૯૩૮માં મૂકાયેલી બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાની તસવીરના મુદ્દે પેટ ચોળીને શૂળ ઊભું કરાઈ રહ્યું છે. 

    ચાલો, વિશ્વના સરદારપ્રેમીઓ ૧૨...

    બેરિસ્ટર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહની સફળતાએ ઈતિહાસ પલટ્યો. ફેબ્રુઆરી ૧૯૨૮માં આરંભાયેલી ખેડૂતોને ન્યાય માટેની લડતમાં ૬ ઓગસ્ટ ૧૯૨૮ સમાધાન થયું