રાષ્ટ્રના ઘડવૈયા સરદાર પટેલના મૃત્યુ પછી સત્તાધીશોએ ખબર પૂછવાની ખેવના ના રાખી
અતીતથી આજ
Block: Site: Subtree Block
અણ્ણા હઝારેના આંદોલનના ખભે ચડીને ભાજપ સત્તાના સિંહાસને પહોંચ્યો, પણ હવે મોદી સરકાર વિરોધી બ્યૂગલે મૂંઝવણ વધારી
કાશ્મીરીનેતા પ્રા. સૈફુદ્દીન સોઝના કાશ્મીર વિષયક નવપ્રકાશિત પુસ્તકને વાંચ્યા વિના જ આંધળેબહેરું કૂટવાની રાજનીતિ ભારતના બંને મુખ્ય પક્ષો સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વિપક્ષી કોંગ્રેસ ખેલી રહ્યા છે.
આગામી મે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસમાં પક્ષપલટાનો નવો દોર.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતો વધતી રહેવાની
કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી જાહેર સમારંભમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. ભારતીય રાજનીતિક મંચ હવે નાટ્યમંચમાં પરિવર્તિત થઈ રહ્યાની અનુભૂતિ થઈ રહી છે.
તમિળનાડુના મરાઠી સામ્રાજ્ય તાંજોરના ક્ષેત્રમાં આવતા તિરુક્કુવલાઈમાં વર્ષ ૧૯૨૪માં એક સામાન્ય તેલુગુ વાળંદ પરિવારમાં જન્મ. તમિળ ફિલ્મોના પટકથાલેખક તરીકે નામ રોશન કરનાર મુથુવેલ કરુણાનિધિ (એમ.કે.)ની આ વાત છે. પેરિયાર તરીકે જાણીતા ઈ. વી. રામાસ્વામીની સ્વાભિમાન ચળવળ અને જસ્ટિસ પાર્ટીના કાર્યકર્તા તરીકે ગજું કાઢીને પાંચ-પાંચ વાર મુખ્ય પ્રધાન બનવાનો ઈતિહાસ સર્જનાર ૯૪ વર્ષીય ‘કલૈગનાર’ કરુણાનિધિએ ૨૭ જુલાઈ ૨૦૧૮ના રોજ દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક: ડીએમકે)ના અધ્યક્ષ તરીકે પચાસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાનમાં ભાગલાને સાત-સાત દાયકા વિત્યા છતાં હજુ મુંબઈના ઝીણા હાઉસ(સાઉથ કોર્ટ મેન્શન)ની માલિકીનું કોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે. હમણાં વાવડ આવ્યા છે કે ઝીણા હાઉસને પોતાના સ્વપ્નના મહાલય તરીકે બંધાવનાર બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાના દોહિત્ર અને મુંબઈના ઉદ્યોગપતિ નસલી વાડિયાનો આ સંપત્તિના વારસદાર તરીકેનો દાવો અદાલતે દાખલ કર્યો છે.
ચાર-ચાર વર્ષથી ગુજરાતના ઉજળિયાત મનાતા પાટીદાર સમાજને અનામત અપાવવા આંદોલન કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના યુવા નેતા હાર્દિક પટેલ હવે ફરીને ગાડીમાં આમરણ ઉપવાસથી લઈને ઘરે માંડવો બાંધીને ઉપવાસ કરવાના તાયફા કરીને સતત ચર્ચામાં રહેવા ઉધામા મારી રહ્યા છે. ‘છત્રપતિ નિવાસ’ જેવા ભવ્ય મહાલયમાં હાર્દિકે ભવ્ય માંડવો બાંધીને ઉપવાસ આદરવા હતા, પણ એને પોલીસે મંજૂરી આપી નહીં.
સંસ્કૃત અને સમગ્ર ભારત વર્ષની સંસ્કૃતિનો સંબંધ અતૂટ છે. એને રાજકીય દૃષ્ટિએ મૂલવવાની જરૂર નથી, પણ પ્રજાના જીવન સાથેના અંતરંગ અને અનિવાર્ય સંબંધ તરીકે નિહાળવાની જરૂર છે.
