ગુજરાતના કાયદા પ્રધાન રહેલા અશોક ભટ્ટે ક્યારેક ગુજરાત હાઈ કોર્ટમાં ગુજરાતી ભાષાનું પ્રભુત્વ સ્થાપવા ઈચ્છુક હતા. અદાલતોનો વ્યવહાર રાજ્યની ભાષામાં ચાલે એ સ્વાભાવિક અપેક્ષા રહે. જ્યારે ઉત્તર ભારતના હિંદી ભાષી રાજ્યોમાં વડી અદાલતોનો વ્યવહાર હિંદી ભાષામાં ચાલતો હોય, ચુકાદા હિંદીમાં અપાતા હોય ત્યારે ગુજરાતની હાઈ કોર્ટમાં પણ રાજ્યની ભાષામાં જ વ્યવહાર ચાલે એ આવકાર્ય લેખાય.
અતીતથી આજ
Block: Site: Subtree Block
છેલ્લે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કનેથી ત્રણ મહત્વનાં રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ છીનવી લેવામાં સફળ રહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યકર્તાઓમાં ચેતનાનો નવસંચાર થઇ રહ્યો હતો. હવે રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા સક્રિય રાજકારણમાં પ્રવેશ્યાં એટલે ઉત્તર પ્રદેશમાં રાજકારણ નવા હિલોળા લેવાનું સ્પષ્ટ થઇ ગયું છે.
અપેક્ષિત હતું એ જ થયું: મહારાષ્ટ્રમાં છેક ૧૯૮૪થી ભારતીય જનતા પક્ષ અને શિવસેનાની શરૂ થયેલી મૈત્રી આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે પણ અકબંધ રહી. શિવસેનાની સ્થાપના હિંદુ હૃદયસમ્રાટ અને હિટલરને આદર્શ માનનારા તેમજ લોકશાહીને બદલે ઠોકશાહીમાં માનનારા બાળાસાહેબ ઠાકરે અને સમવિચારી મિત્રોએ કરી હતી.
પુલાવામામાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર પાકિસ્તાનપરસ્ત આતંકી જૂથ ‘જેશ-એ-મોહમ્મદ’ના ઈશારે ૧૪ ફેબ્રુઆરીએ ફિદાઈન હુમલો કરીને ૪૦થી વધુ જવાનોને શહીદ કરવાના ઘૃણાસ્પદ કૃત્યનો બદલો લેવા સમગ્ર દેશ સંગઠિતપણે તત્કાળ કાર્યવાહી ઝંખતો હતો. અપેક્ષા હતી એમ જ આખરે ૨૬ ફેબ્રુઆરીના મળસ્કે ભારતીય હવાઈ દળે પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીર (પીઓજેકે જેને આપણે પીઓકે કહીએ છીએ)માં બોમ્બવર્ષા કરીને ત્યાં ચલાવાતી ભારતદ્રોહી આતંકી છાવણીઓનો ખાત્મો બોલાવવાનું પગલું ભર્યું છે.
ક્યારેક નાની ઉમરે જ કેટલીક વ્યક્તિઓ વૃદ્ધત્વનો અનુભવ કરતી હોય છે, જયારે અમુક લોકો એવા હોય છે જેમને હળવાફૂલ રહેવામાં કે બાળસહજ જીવવામાં ઉમર અવરોધક બનતી નથી. સામાન્ય રીતે માનસિક સંતાપ કે તણાવ વિના જીવનારી વ્યક્તિ લાંબુ જીવતી હોવાનું જોવા મળ્યું છે.
સત્ય એ જ ઈશ્વર અને હિંદુ-મુસ્લિમ એકતાના આગ્રહી મહાત્માના આદર્શોની વાતો ખૂબ સંભળાય છે, પણ એના અનુસરણના દુકાળના વાતાવરણમાં એક સાચા ગાંધીજન તેમજ આદિવાસી, દલિત અને સમગ્રપણે પછાતોના કે વંચિતોના મસીહા એવા ગાંધી-સરદારના ગુજરાતના જ દધીચિ એવા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે કે ઠક્કરબાપા (૨૯ નવેમ્બર ૧૮૬૯ - ૧૯ જાન્યુઆરી ૧૯૫૧)ની પણ ૧૫૦મી જયંતીનું આ વર્ષ હોવા છતાં જાણે કે એમને સાવ વિસારે પડાયા છે.
હમણાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિંદુ તરુણીઓના અપહરણ અને તેમને ઇસ્લામ અંગીકાર કરાવીને મુસ્લિમ યુવકો સાથે નિકાહ પઢાવવાની ઘટના દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે વિવાદનું નિમિત્ત બની છે.
અંતે સમાજવાદી જનતા પાર્ટીની રચના થકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી અને સોનિયા ગાંધીની કોંગ્રેસની કથિત મૂડીવાદી નીતિઓ સામે સમાજવાદી પડકાર ઊભો કરવાનો રવિવાર, પાંચમી એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રયાસ થયો તો ખરો, પણ જનતા પરિવારના છ રાજકીય પક્ષોના વિલયનો સંઘ કાશીએ પહોંચશે કે કેમ એની શંકા-કુશંકાનાં વાદળ ઘેરાયેલાં જ છે.
સામાન્ય રીતે ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદસભ્ય ચૂંટાતા રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૭મી લોકસભાની ચૂંટણી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લડવાનો નિર્ણય કર્યો.
દાયકાઓથી દેશની ચૂંટણીઓ મુક્ત અને આદર્શ રીતે થાય એ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાના પ્રયાસો થતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી ભારતની બંધારણીય સંસ્થા લેખાતા ચૂંટણી પંચ દ્વારા બહાર પડાતી આદર્શ આચારસંહિતાને ના તો કાયદાકીય અથવા તો ના બંધારણીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
