અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    અનવર જલાલપુરીની ‘ઉર્દૂ શાયરી

    રખે માનીએ કે આપણે ત્યાં બાદશાહ ઔરંગઝેબના સહોદર દારા શુકોહ પછી પ્રાચીન ભારતીય સંસ્કૃત ગ્રંથોમાંના જ્ઞાનની પરંપરાને આગળ વધારવા માટે મુસ્લિમ ધર્માવલંબીઓ આગળ આવ્યા નથી. મુઘલ સામ્રાજ્યના અસ્ત પછી પણ ભારતમાં આ પરંપરાને બિન-હિંદુ રાજવીઓ તેમજ વિદ્વાનો થકી પણ અખંડ રાખવામાં આવી છે.

    ‘ઈસરો’ જાસૂસી કાંડના રાજકીય ભ

    ભારતીય સર્વોચ્ચ અદાલતના વર્ષ ૧૯૯૪ના બહુચર્ચિત ‘ઈસરો’ જાસૂસી કાંડ બનાવટી હોવા અંગેના તાજેતરના ચુકાદા પછી કેરળમાં રાજકીય દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. કેરળના સદગત મુખ્ય પ્રધાન કે. કરુણાકરનને કોંગ્રેસના બહુમતી ધારાસભ્યોના ટેકા છતાં સદ્ગત વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવના ઈશારે રાજીનામું આપવા ફરજ પડાઈ હોવાનો ધડાકો કરુણાકરનના પુત્ર અને કેરળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કે. મુરલીધરને સ્પષ્ટ કર્યું છે.

    સ્વર્ગસમા ઇટાલી જઈને સગાઇ-લગ્

    ક્યારેક ભારતીય ફિલ્મોમાં દુનિયાના સ્વર્ગ તરીકે સ્વિત્ઝર્લેન્ડને દર્શાવતું હતું, એની અનેક સદીઓ પહેલાં મુઘલ બાદશાહ જહાંગીરને કાશ્મીરમાં ધરતી પરના સ્વર્ગનાં દર્શન થયાં હતાં. હવેના ભારતના માલેતુજારો અને ફિલ્મી હસ્તીઓને સગાઇ અને લગ્ન કરવાનું વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ ઇટાલી લાગવા માંડ્યું છે.

    ખોબલા જેવડા દેશ માલદીવમાં સત્

    દુનિયાભરમાં આજકાલ ચર્ચાસ્પદ બનેલા માત્ર ૩૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા અને માંડ ૨૯૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ભારતને દક્ષિણ છેડે અરબી સમુદ્રમાં આવેલા શ્રીલંકન સિંહાલી ગોત્રની મુસ્લિમ વસ્તી ધરાવતા બટુક દેશ માલદીવ ભણી દુનિયાની નજરો મંડાયેલી છે.

    ગુજરાતમાં પરપ્રાંતીયો પરના હ

    ગુજરાતીઓ દુનિયાભરમાં વસ્યા છે. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને ગુજરાતીઓને પહેરેલા લુગડે ભાગવા વિવશ કર્યા હતા, એ કમકમાં આવે એવા દિવસોનું સ્મરણ હમણાં ગુજરાતમાંથી હિંદીભાષી પરપ્રાંતીયો પરના હુમલા અને હિજરતના વાતાવરણે તાજું કર્યું. મહારાષ્ટ્રમાં શિવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના થકી દક્ષિણ ભારતીયો, ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓને ભગાડવા માટે તેમને પરપ્રાંતીય લેખાવીને કરાયેલા ઘટનાક્રમનો લાંબો ઈતિહાસ છે. ગુજરાતમાં આવું વાતાવરણ નિર્માણ થાય એ જરા નવું લાગે છે.

    ઓક્ટોબર અને આસોઃ ઉત્સવોના દિવ

    આ આખો મહિનો - વિક્રમ સંવત આસો (આશ્વિન)નો - જાણે કે પર્વનો મહામેળો છે! એવું જ તેની સાથે જોડાયેલા ઓક્ટોબરનુંયે છે. પ્રારંભે જ ગાંધીને યાદ કરાયા. ૧૫૦મું વર્ષ અહીં અનેક રીતે ઊજવાશે અને ‘ગાંધી’ને શોધવાની મથામણ રહેશે. ઓક્ટોબર લાલ બહાદુર શાસ્ત્રીનોયે જન્મ દિવસ. મહત્ત્વની વાત એ છે કે ભારતીય વડા પ્રધાનોમાં જેમને કાયમ યાદ કરવામાં આવે છે તેમાં લાલ બહાદુર શાસ્ત્રી આગળ છે.

    વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી...

    શાસકો અને રાજકીય નેતાઓના હોદ્દા તો એના એ જ રહે છે, પણ એ હોદ્દે બેસનારાં વ્યક્તિત્વો બદલાયા કરે છે. એમની કક્ષા બદલાય છે. ભારતીય આઝાદીના સંગ્રામમાં સામેલ જે વિરાટ અને ખુલ્લા દિલનાં વ્યક્તિત્વો જોવા મળતાં હતાં, એની તુલનામાં આજના યુગમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ વામણાં વ્યક્તિત્વોની બોલબાલા અને ચલણ વધ્યાનું સતત અનુભવાય છે.

    ફક્કડ ગિરધારી સરદાર પટેલની જે

    છેલ્લાં કેટલાંય વર્ષોથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન પર સંશોધન કરતાં આ રાષ્ટ્રનાયકનાં ઓછાં જાણીતાં પાસાં શોધવાની ખેવના ખરી. હજુ ઘણા વિદ્વાનો સરદારનું બિરુદ મહાત્મા ગાંધીએ બારડોલી સત્યાગ્રહ વેળા આપ્યાનું ગજવે છે, ત્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી. સંશોધકે બારડોલી ક્ષેત્રના અકોટી ગામનાં ભીખીબહેને સૌપ્રથમ ‘સરદાર’ તરીકે વલ્લભભાઈને સંબોધ્યાનું શોધી કાઢ્યાનું સ્મરણ થયા વિના રહેતું નથી.