દેશમાં ફરી એક વાર ડો. શ્યામાપ્રસાદ મુકરજી (૬ જુલાઈ ૧૯૦૧ - ૨૩ જૂન ૧૯૫૩)ના જમ્મૂ-કાશ્મીરના ‘પ્રાઈમ મિનિસ્ટર’ શેખ અબદુલ્લાની કેદમાં શંકાસ્પદ સંજોગોમાં છ દાયકા કરતાં વધુ સમય પૂર્વે થયેલા મૃત્યુની તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તપાસનો નન્નો ભણ્યાનું ઈતિહાસ-સ્તવન આરંભાયું છે.
અતીતથી આજ
Block: Site: Subtree Block
અંતે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક (૧૪૬૯-૧૫૩૯)ની ૫૫૦મી જન્મજયંતી (પ્રકાશપર્વ)ની ઉજવણી ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં અબોલાં તોડીને કરતારપુર કોરિડોર નિમિત્તે ૧૧-૧૪ જુલાઈ દરમિયાન બંને દેશોને મંત્રણાના મેજ પર આણશે.
મુંબઈ રાજ્યમાંથી ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત છૂટું પડતાં એના ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ના સંસ્થાપક અધ્યક્ષ રાઘવજી લેઉઆ દલિત સમાજમાંથી આવતા હોવા છતાં છેક ૧૯૮૯માં પણ દલિત સમાજના તેજસ્વી યુવાન સંજય પરમાર-અમરાણી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (‘ગેસ’ કેડર)માં પસંદગી પામેલા તમામ ઉમેદવારોમાં પહેલા ક્રમે આવ્યો ત્યારે એને અનુસૂચિત જાતિ (એસસી) માટે આરક્ષિત કવોટામાં જ ગણવાનો તથાકથિત સવર્ણ ઉમેદવારોનો દુરાગ્રહ હતો.
જમ્મૂ-કાશ્મીરના નવા રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીરના ઉકળતા ચરુને ઠારવાની દિશામાં પ્રયાસો આદર્યા છે, એ આવકાર્ય છે. કાશ્મીરી પંડિતોને છેલ્લાં પાંચ વર્ષમાં ફરી કાશ્મીરમાં વસાવવાની બાબતમાં પ્રગતિ થઇ નથી અને ભાગલા વેળા પાકિસ્તાનથી જમ્મૂ આવી વસેલા બે લાખ જેટલા લોકો હજુ રાજ્યના ભારતીય નાગરિક તરીકેના અધિકારો મેળવી શક્યા નથી.
ક્યારેક ભારતીય વિદેશસેવામાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નિષ્ઠાવંત અધિકારી તરીકે ૧૯૫૩માં જોડાઈને દેશના વિદેશ પ્રધાન સુધીની મજલ કાપનારા નેહરુ-ગાંધી પરિવારની નિકટ રહેલા કુંવર નટવરસિંહે હમણાં કોંગ્રેસના સ્વઘોષિત તારણહાર બનવાનો પ્રયાસ કર્યો છે. રવિવારીય સત્સંગસભામાં એમનો બોધ હતો: ‘કોંગ્રેસના આ પ્રથમ પરિવારમાંથી કોઈ પક્ષનું નેતૃત્વ નહીં કરે તો કોંગ્રેસ રોકડા ૨૪ કલાકમાં જ વેરવિખેર થઇ જશે.’
જમ્મૂ-કાશ્મીર મુદ્દાની આજે ચોફેરથી એટલી બધી ગાજવીજ છે કે સત્યનું નીરક્ષીર કરવામાં ભલભલા ગોથાં ખાઈ જાય. એકબાજુ, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉંબાડિયું કરવા વદ્યા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર કોકડું ઉકેલવા માટે મને મધ્યસ્થતા કરવા કહ્યું હતું.
કાંઈક અણધાર્યું થવાનાં એંધાણ હતાં અને સોમવાર, ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે ભારતના મુગટમણિ સમાન જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરીને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી નાંખવામાં આવ્યું. આતંકવાદગ્રસ્ત આ રાજ્યના આવી શસ્ત્રક્રિયા કરવામાં કેટલાંક જોખમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે વહોર્યા છતાં એમના પગલાને દેશભરમાંથી વ્યાપક આવકારો મળ્યો છે.
આખરે ભારત સરકારે પહેલા વડા પ્રધાન પંડિત નેહરુનું લશ્કરી દળોની ત્રણેય પાંખના સંયુક્ત વડા નિયુક્ત કરવાનું સ્વપ્ન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ કરવાના હોવાની જાહેરાત એમણે પોતે જ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં કરી છે.
મોટા ભાઈ સરતે નેતાજી પરિવારને અવગણ્યો, ત્યારે સરદાર પટેલ અને પંડિત નેહરુએ તેની કાળજી લીધી હતી
કેરળ નવાજૂનીનો પ્રદેશ બની રહ્યો છે: ભાજપના ભારે ઉધામા છતાં કેરળ હજુ માર્ક્સવાદીઓનો અભેદ કિલ્લો રહ્યો છે અને સરકાર પણ માર્ક્સવાદી મોરચાની છે.
