ભારતના મોટા ભાગના વડા પ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યાની પ્રચલિત હકીકત સંદર્ભે આજે જરા નોખી વાત કરવી છે. માથે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ગુજરાતે કેટલા વડા પ્રધાન ભારતને આપ્યા? હાજરજવાબી બિરબલોનો ઉત્તર ‘માત્ર બે’ હોય એ સ્વાભાવિક છે: મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી. જોકે આ ઉત્તર સાવ સાચો નથી એવું અમે કહીએ તો કદાચ તમને આશ્ચર્ય થાય, પણ વાત જરા માંડીને કરવી છે.
અતીતથી આજ
Block: Site: Subtree Block
આવતા વર્ષે હીરકજયંતીની ઊજવણીમાં રજૂ કરવાનાં થતાં લેખાંજોખાંમાં હરખાવા જેવું ઘણું
જે સમાજ પોતાનાં મહાન રત્નોને વિસારે પડે છે એ નગુણો ગણાય. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણી કરતાં આપણે રાષ્ટ્રમાતા કસ્તૂરબા અને આદિવાસી, દલિત અને તમામ પછાતોના ઉત્થાનમાં ભવ્ય યોગદાન કરનાર ઠક્કરબાપાની દોઢસોમીને વિસારે પાડ્યાની સાથે જ ગુજરાતીઓનું મહામૂલું ઘરેણું લેખાય એવા ઇતિહાસવિદ, કવિ-સર્જક-વિવેચક અને મહા-પ્રાધ્યાપક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (૨૩ ઓક્ટોબર ૧૮૬૯ - ૨ જાન્યુઆરી ૧૯૫૨)ની સાર્ધ-શતાબ્દીને ભૂલવાનો અપરાધ કરીએ તો એ ગુજરાતીઓને માથે મહેણું જ રહે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું અને પહેલો ભોગ પાટીદાર નેતાગીરીનો લેવાયો. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સુપ્રીમ કોર્ટના ઇન્દિરા સાહનીના ચૂકાદાનું રટણ કર્યા કર્યું, ૫૦ ટકાથી વધુ અનામતની ટકાવારી કરી શકાય નહીં, એવું જક્કી વલણ દાખવ્યું અને ફેસબુકે રાજીનામું મઢવું પડ્યું. ત્રણ વર્ષ કરતાં વધુ સમય પાટીદાર અનામત આંદોલન ચાલ્યું, પણ બંધારણ સુધારા માટે સહકારના વિપક્ષના આગ્રહ છતાં મચક નહીં આપનાર કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને, અસ્સલ અગાઉની કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલાં જ જાટ અનામત જાહેર કરી હતી તેમજ ૯ જાન્યુઆરી ૨૦૧૯એ સંસદમાં બંધારણીય સુધારો કરાવીને ‘આર્થિક રીતે નબળા વર્ગના’ લાભાર્થે અનામતના પ્રમાણને ૫૦ ટકાને વળોટી જવાનું પગલું ભર્યું.
આજકાલ રાજકીય મંચ પર નાહક વિવાદ અને માફામાફી ચાલી રહી છે. સત્તારૂઢ ભાજપના હોદ્દેદારો થકી મહાત્મા ગાંધીને ‘પાકિસ્તાનના રાષ્ટ્રપિતા’ કહેવા અને મહાત્માના હત્યારા નથુરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવા વિશે ગુજરાતના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી થકી દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
• ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદીએ વિપક્ષ અને સત્તાપક્ષની બેઉ જવાબદારીનું વહન કરવાનું છે
• ભાજપ છોડીને મોદીવિરોધી મંચ પર જઈને સ્વહિત કાજે સ્વગૃહે પાછા ફરનારાઓનો ફાલ ખૂબ જ વધ્યો
• ભાજપને ૨૩ કરોડ જેટલા (૩૭.૩૬ ટકા) મત મળ્યા તો સામે પક્ષે કોંગ્રેસને ૧૨ કરોડ જેટલા (૧૯.૪૯ ટકા) મત
• સ્થિતિ જે નિર્માણ થઇ છે એ જોતાં કયો પ્રાદેશિક પક્ષ ક્યારે એનડીએ સાથે ઘર માંડશે એ કહેવું મુશ્કેલ છે
ક્યારેક અતિઉત્સાહ ઘાતક સાબિત થાય છે: હમણાં કેન્દ્રમાં નવી સરકાર આરૂઢ થતાંની સાથે જ અગાઉની સરકારના માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે તૈયાર કરાવેલા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને આ જ વિભાગના નવા પ્રધાન ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ થકી જાહેર કરાયો. એક તો ડો. પોખરિયાલ પોતાની માનદ્ પીએચ.ડી. અને ડી.લિટ. પદવીઓ વિશે વિવાદમાં હતા અને એમાં આ મુસદ્દામાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિંદી ભાષા દાખલ કરવા સહિતની ત્રિભાષા ફોર્મ્યૂલાએ તો ભારે સંકટ ઊભું કરી દીધું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, ૯ જૂન ૨૦૧૯ના રોજ તિરુપતિ બાલાજી મંદિરના દર્શને વીવીઆઇપી તરીકે જાય એ ઘટનાક્રમને સહજ લેખવામાં આવે, પણ એમની સાથે યજમાન તરીકે આંધ્ર પ્રદેશના નવા યુવાન મુખ્ય પ્રધાન અને વાયએસઆર કોંગ્રેસના સુપ્રીમો જગન રેડ્ડી પણ બાલાજી મંદિરમાં શ્રી વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરવામાં જોડાય એ વાત વિવાદવંટોળ સર્જે ખરી.
ભારત સરકારે હમણાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે જ વિવિધ વિભાગોમાં ટોચના સ્થાને નવો અખતરો કરતાં સંઘ લોક સેવા આયોગ (યુનિયન પબ્લિક સર્વીસ કમિશન - યુપીએસસી)ની આઇએએસની લાંબી પસંદગી પ્રક્રિયાને બાજુએ સારીને ખાનગી ક્ષેત્રના કે વિવિધ વિષયના નિષ્ણાત એવા નવ સંયુક્ત સચિવોને સીધા જ નિયુક્ત કર્યા.
દેશની ૧૪ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તીના પુખ્ત મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું ઉંબાડિંયુ મુંબઈની બેઠકની પેટા-ચૂંટણી જીતવા થાય એ કેવું કરુણ?
