સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    • આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ  ખાતે શનિવાર તા.૨૭-૧-૧૮ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૨૮-૧-૧૮ના રોજ બપોરે ૩ કલાકે ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભજનો અને ધ્વજારોપણ કાર્યક્રમ, બાદમાં આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 540

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૨૬૦ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8HE ખાતે હોળી ઉત્સવનું શાનદાર આયોજન તા. ૫-૩-૧૫ ગરૂવારના રોજ કરવામાં આવ્યું છે.

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના સ...

    કમ્પાલા, યુગાન્ડામાં ઉછરેલા અને ૧૯૭૨માં યુકે સ્થાયી થયેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિષ્ઠાવાન સત્સંગી શ્રી હસમુખભાઈ મગનભાઇ પટેલ (મહેળાવ)નું શનિવાર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૬૯ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું.

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ની

    સમગ્ર યુકેમાં અને ખાસ કરીને લંડનમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને ચોરી લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પોલીસના સહયોગમાં સત્સંગીઅો અને સૌ કોઇ માટે જાગૃતી ફેલાવવા એક ઝૂંબેશનું આયોજન શનિવાર તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજે મંદિરમાં  કરવામાં આવ્યું છે. 

    ચોરીના બનાવો અટકાવવા BAPS શ્રી સ

    યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન દ્વારા મેટ્રોપોલિટન પોલીસના સહયોગમાં સત્સંગીઅો અને સૌ કોઇ માટે જાગૃતી ફેલાવવા એક નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સાંજની સભામાં ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર કમલ પટેલ (મેટ પોલીસ લીડ ફોર કોમ્યુનિટી એંગેજમેન્ટ ફેમિલી ગોલ્ડ) અને તેમના સાથી સ્ટિવ ટોડ દ્વારા રજૂઆત કરાઇ હતી.

    સામાજીક, ધાર્મિક અને સખાવતી સં...

    બ્રિટનના આર્થિક અને સામાજીક ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય સમુદાયની વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોની સફળતા અને અદકેરા યોગદાનની તસવીરસહ વિશેષ માહિતી રજૂ કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' ટૂંક સમયમાં જ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના માનવંતા વાચક મિત્રો સમક્ષ સાદર રજૂ થનાર છે.

    પ.પૂ. મહંતસ્વામીનું ઓસ્ટ્રેલિ

    બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયામાં છે. તેમણે તા. ૭થી ૧૨ માર્ચ એડીલેડ અને તા.૧૩થી ૨૨ માર્ચ ગોલ્ડ કોસ્ટમાં વિચરણ કર્યું હતું. ગોલ્ડ કોસ્ટમાં પૂ. મહંતસ્વામીએ બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહીને સત્સંગીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું. 

    ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિન પ્

    મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિન પ્રસંગે સર્વ ધર્મ પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ ૨૦૧૮ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં અાવ્યું હતું.

    આપણી ધાર્મિક અને સામાજીક જરૂરીયાતો તેમજ કલા-સાહિત્ય-સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે આપણા વડિલો દ્વારા મહામહેનતે તૈયાર કરાયેલી વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોના ઝળહળતા ઇતિહાસ અને સફળતાની સરાહના કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' આગામી એપ્રિલ માસમાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના માનવંતા વાચક મિત્રો સમક્ષ સાદર રજૂ થનાર છે.

    પ.પૂ. મહંતસ્વામીનું ઓસ્ટ્રેલિ

    બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયામાં વિચરણ કરી રહ્યા છે. તેમણે તા. ૧૯થી ૨૨ માર્ચ ગોલ્ડ કોસ્ટમાં વિચરણ કર્યું હતું. પૂ. મહંતસ્વામીએ તા. ૨૨ માર્ચે ગોલ્ડ કોસ્ટમાં પેસિફિક સમુદ્વના જળમાં પૂ. પ્રમુખસ્વામીના અસ્થિપુષ્પનું વિસર્જન કર્યું હતું.