બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામીએ તા.૧ મેને મંગળવારે દિલ્હીથી આંધ્રપ્રદેશના સિકંદરાબાદ જવા પ્રસ્થાન કર્યું હતું. તેમણે સિકંદરાબાદમાં રવિવાર તા. ૬ મે સુધી વિચરણ કર્યું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
લેબર નેતા જેરેમી કોર્બીને મહાવીર ફાઉન્ડેશન સંચાલિત કેન્ટનના જૈન દેરાસરની મુલાકાત ગુરૂવાર તા ૨૬ એપ્રિલ ૨૦૧૮ની સવારે લીધી હતી. એમની સાથે સ્થાનિક કાઉન્સિલર સચીન શાહ, એમ.પી. ગેરેથ થોમસ, ફોટોગ્રાફર્સ અને અન્ય લેબર પક્ષના ટેકેદારો જોડાયા હતા. યોગાનુયોગ એ દિવસ જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરે જૈન શાસનની સ્થાપના કર્યાનો પવિત્ર દિવસ હતો.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના નામોની જાહેરાત કરી હતી.
ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે યોજવામાં આવનાર ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સુંદર સફળતા સાંપડી છે.
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી સ્કોટલેન્ડ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના મુખ્ય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને તેમના પ્રતિનિધિમંડળના સ્વાગત સમારોહનું શાનદાર આયોજન તા. ૧૩મીમે ૨૦૧૮ના રોજ ગ્લાસ્ગો મેરિયેટ હોટેલ ખાતે કરાયું હતું જેમાં ૩૦૦ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્લાસ્ગો પૂર્વે એડિનબરા ખાતે એક પ્રાઇવેટ ડીનર સમારોહનું આયોજન કરાયું હતું.
તા.૨૦.૫.૨૦૧૮ને રવિવારે શ્રી સનાતન મંદિર, લેસ્ટરની વાર્ષિક સભા યોજાઈ હતી. ચૂંટણી બાદ પ્રમુખ તરીકે વિભુતીબેન આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે ભારતીબેન આચાર્ય ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ભારતીબેન આચાર્ય (મંત્રી), મીનાબેન કાંતિલાલ (સહમંત્રી), પ્રવિણભાઈ જગજીવન (ખજાનચી), કુણાલ નાકર (સહ ખજાનચી) તથા ધીરુભાઈ શાહ (ફંડિંગ ઓફિસર) તરીકે ચૂટાઈ આવ્યા હતા.
પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે સૌથી મોટુ સુખ છે તંદુરસ્તી. આવી જ બીજી જાણીતી ઉક્તિ છે 'પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર.' સારવાર કરતા સાવચેતી સારી. જી હા, આ બન્ને ઉક્તિ એટલા માટે યાદ કરાવીએ છીએ કેમ કે આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી યોજવામાં આવતો આનંદ મેળો આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાનાર છે. જેમાં મેડિટોરીયા ગૃપ દ્વારા 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નો વિનામુલ્યે લાભ મળશે.
સોજીત્રાના મૂળ વતની અને હાલ નોર્થ લંડનમાં રહેતા તેમજ વિવિધ સંસ્થાઅોમાં વિવિધ હોદ્દાઅો પર તન, મન અને ધનથી સેવા આપનાર શ્રી જનકભાઈ છોટાભાઈ પટેલના ઝળહળતા ૯૦મા જન્મ દિનની ઉજવણી તા. ૧ મે ૨૦૧૮ના રોજ નજીકના પરિવારજનોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.
આપનો સૌનો માનીતો અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા સાત વર્ષથી સતત સફળતાપૂર્વક યોજવામાં આવતો 'આનંદ મેલા' આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે યોજાનાર છે.
આજકાલ આપણે ડેસ્ટીનેશન વેડિંગ અને બોલીવુડની ફિલ્મોના સેટ જેવા લગ્નોને સોશ્યલ મીડીયા પર જોઇએ ત્યારે આપણી બેન કે દિકરીના લગ્ન પણ આવી જ ધામધૂમથી થવા જોઇએ તેમ લાગે. રંગ ઇવેન્ટ્સ દ્વારા ૪૦ વર્ષના વેડીંગ પ્લાનીંગ મેનેજમેન્ટના અનુભવ પછી ખાતરી આપવામાં આવે છે કે એક વખત રંગ ઇવેન્ટ્સને લગ્ન કે અન્ય પ્રસંગની ઉજવણી સોંપશો તો આપનો પ્રસંગ જીવનભર ભૂલી ન શકાય તેવો લેવીશ, સ્ટાયલીશ અને યુનિક બની રહેશે.
