સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૮-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    સુમંતભાઇ અને અમૃતભાઇ દેસાઇના

    જાણીતા અગ્રણી લાયન શ્રી સુમંતભાઇ દેસાઇ અને શ્રી અમૃતભાઇ દેસાઇના માતુશ્રી અને સંગત એડવાઇસ સેન્ટર, હેરોવિલ્ડના ટ્રસ્ટી અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી કાંતિભાઇ નાગડાના સાસુમા શ્રીમતી શાંતાબેન ગુલાબભાઇ દેસાઇનું ગત શુક્રવાર તા. ૬ એપ્રિલ ૨૦૧૮ના રોજ ટૂંકી બીમારી બાદ ૯૬ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે.

    પ.પૂ, મહંતસ્વામીનું

    બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ થાઈલેન્ડના બેંગકોકમાં વિચરણ કરી રહ્યા છે. બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી બેંગકોકમાં વિચરણ કર્યા બાદ તેઓ હોંગકોંગ જવા રવાના થશે.

    સરકારના ઓપ્ટઆઉટ

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત) ઓર્ગન ડોનેશન માટે ઓપ્ટ આઉટ પ્રક્રિયા અમલી બનાવવા માટેના સીમાચિહ્નરૂપ બીલને સાંસદો દ્વારા અપાયેલા સમર્થનને આવકાર આપ્યો હતો.

    BAPSના વરિષ્ઠ સંત પૂ. ઘનશ્યામચરણ

    BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી તેમની નોર્થ અમેરિકાની મુલાકાત પહેલા શુક્રવાર તા. ૨૭ના રોજ લંડનની મુલાકાતે પધારી રહ્યા છે અને લંડનમાં સત્સંગનો લાભ આપીને તેઅો તા. ૧ મે મંગળવારે કેનેડા જવા રવાના થશે. તેઅો પરત થતી વખતે નવેમ્બર માસમાં પણ લંડન ખાતે રોકાણ કરશે.

    ક્રોલીમાં શ્રી મહાવીર જન્મ

    સાઉથ ઇસ્ટ જૈન એસોસીએશન દ્વારા તા. ૮-૪-૨૦૧૮ના રોજ ક્રોલી સનાતન મંદિર ખાતે પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જન્મ ઉત્સવ અનેરા આનંદથી બહોળા જનસમુદાયની ઉપસ્થિતિમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો.

    ઈન્ડિયન એસોસિએશન

    ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ દ્વારા તેની સુવર્ણજયંતીની એક સપ્તાહની ભવ્ય ઉજવણીનું રવિવારે સમાપન થયું હતું. નોર્થ વેસ્ટમાં આવો આ સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં હજારો લોકો જોડાયા હતા. તેની ઉજવણી ભારતના પૂ. નારાયણચરણદાસજી દ્વારા આધ્યાત્મિક પ્રવચન, ભારતીય શાસ્ત્રીય અને બોલિવુડ નૃત્ય, સંગીત, ગીતો, રંગબેરંગી કોસ્ચ્યુમ્સ સાથે નાટકો, આતશબાજી, કીડ્સ ઝોન, પચાસ વર્ષના ઈતિહાસનું પ્રદર્શન અને સમગ્ર અઠવાડિયા દરમિયાન મફત ભોજન સાથે થઈ હતી.

    બકિંગહામ પેલેસમાં મહારાણી એલ

    તા. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ભક્તિ વેદાંત મેનોર (યુકે) મંદિરના પ્રમુખ પૂ. શ્રી શ્રુતિ ધર્મ દાસ બકિંગહામ પેલેસ ખાતે મહારાણી એલિઝાબેથ મળ્યા હતા અને કૃષ્ણા અવંતિ સ્કૂલની તેમની મુલાકાત અને ભગવાન ચૈતન્ય દ્વારા અપાયેલી ટેપેસ્ટ્રીની ભેટ બાબતે ચર્ચા કરી હતી. શ્રી શ્રુતિ ધર્મ દાસ પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ અોફ કોર્નવોલ કેમિલા પાર્કર બાઉલને પણ મળ્યા હતા. શ્રુતિ ધર્મ દાસ બ્રિટીશ કોમનવેલ્થના દેશોના ખાસ પસંદ કરાયેલા મહાનુભાવોની સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

    ભારતની આઝાદીના ૭૦ વર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૮ વર્ષ અને આપ સૌના પ્રાણપ્રિય ગુજરાત સમાચારની સ્થાપનાના ૪૬ વર્ષની ઉજવણી પ્રસંગે આગામી તા. ૫મી મે, ૨૯૧૮ના રોજ સંગત કોમ્યુનિટી સેન્ટર, ૨૮ સેનક્રોફ્ટ રોડ, હેરો ખાતે બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન 'ઇંડિયા 70, ગુજરાત 58 અને એબીપીએલ 46' ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે બ્રેન્ટના મેયર શ્રી ભગવાનજીભાઇ ચૌહાણ ઉપસ્થિત રહેનાર છે.

    પ્રેશર ઘટાડે એવું રમતું-રમાડત

    ગેલેક્ષી શો લંડન અને પંકજ સોઢા પ્રસ્તુત ઇમ્તિયાઝ પટેલ અને આસીફ પટેલ નિર્મિત, મનોરંજન મેનિયા સર્જિત "બૈરી મારી બ્લડપ્રેશર" નાટક ભારતમાં બસો બાવીસ શો અને અમેરિકામાં ૩૮ શો કરી હવે યુકેમાં હાસ્યનું વિરાટ વાવાઝોડું લઈને આવ્યું છે. આ વાવાઝોડામાં તણાઈ જવાની મજા છે અને હસીને હસીને બેવડ વળી જવાય એવી મીઠી મધુરી સજા છે.