સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વા

    ચિન્મય મિશન વર્લ્ડ વાઈડના હાલના વડા સ્વામી સ્વરૂપાનંદ તા.૧૩થી તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન અંગ્રેજી ભાષામાં ' સિક્રેટ્સ ઓફ હનુમાન ચાલિસા ' વિષય ઉપર પ્રવચન માટે લંડનની મુલાકાતે આવ્યા હતા. તેમણે અન્ય કાર્યક્રમોની સાથે ‘હનુમાન ચાલીસા’ના મહત્ત્વ વિશે વાત કરીને તેની ઉંડાણપૂર્વક સમજ આપી હતી.

    શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાય

    અમદાવાદ ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જ્યોફ વેઈને તા.૨૩ સપ્ટેમ્બરે કેન્ટન/હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સૌજન્ય મુલાકાત લીધી હતી.

    BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા પ...

    લંડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ૩ ઓક્ટોબરના રોજ પ.પૂ. મહંત સ્વામીની ૮૫મી જન્મ જયંતીની ઉજવણી અને સ્મૃતિ પર્વનું આયોજન કરાયું છે. બુધવાર - ૩ ઓક્ટોબરે તિથિ ઉત્સવ જ્યારે શનિવાર - ૬ ઓક્ટોબરે પ્રતીક ઉત્સવ ઉજવાશે.

    શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશ

    શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા લિંબાચીયા સમાજના સભ્યોનું સ્નેહ સંમેલન તા. ૨૨ જુલાઈને રવિવારે મહેર કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે યોજાયું હતું. દિવસભર એટલે કે સવારે ૯.૩૦થી સાંજે ૬ વાગ્યા સુધીના કાર્યક્રમમાં જ્ઞાતિના લગભગ ૧,૫૦૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. 

    શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશ

    શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૨૩ સપ્ટેમ્બર,૨૦૧૮ને રવિવારે કોવેન્ટ્રીમાં ગોલ્સ સેન્ટર ખાતે પાંચમા વાર્ષિક 5 a સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તેમાં ક્રોલી, બર્મિંગહામ, કોવેન્ટ્રી, લેસ્ટર, લંડનની લિંબાચીયા જ્ઞાતિ સંસ્થાઓ તેમજ ગુજરાતી વાળંદ જ્ઞાતિ લેસ્ટરના સભ્યોની ટીમોએ ભાગ લીધો હતો.

    ભાવનગરમાં પ.પૂ. મહંતસ્વામીએ આદ...

    બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ભાવનગર ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨૯ સપ્ટેમ્બરે સાંજે સારંગપુરથી ભાવનગર આવી પહોંચતા હરિભક્તો અને સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

    • શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર દ્વારા નવરાત્રિનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર, સોમથી શુક્ર સાંજે ૭થી ૧૦ અને શનિ-રવિ સાંજે ૭થી ૧૦.૩૦ વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતે આયોજન કરાયું છે. દશેરા તા.૧૯ ઓક્ટોબર સાંજે ૭થી૯ અને શરદપૂનમ તા.૨૩ ઓક્ટોબર સાંજે ૭થી ૯ ઉજવાશે. સંપર્ક. 020 8954 0205 

    BAPS સ્વામીનારાયણ મંદિર - નીસડન ખ

    લંડનના મેયર દ્વારા દર વર્ષે યોજાતો દિવાલી ઇન લંડન-૨૦૧૮ કાર્યક્રમ બીજી ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ખુલ્લો મૂકાયો હતો. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓ, કાઉન્સિલર્સ, બ્રેન્ટ કાઉન્સિલના લીડર મુહમ્મદ બટ્ટ, ધ રોયલ બ્રિટિશ લીજનના રોબર્ટ લી સહિત વિવિધ ક્ષેત્રના ૧૫૦થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    ભાવનગરમાં મંત્રપુષ્પાંજલિ સા...

    ભાવનગરમાં તા.૨ ઓક્ટોબરે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સમર્પણ દિનની ઉજવણીમાં હરિકૃષ્ણ મહારાજની હીરક તુલા કરવામાં આવી  હતી. તા.૩ ઓક્ટોબરે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ૩૦ હજારથી વધુ હરિભક્તો અને ૬૦૦થી વધુ સંતોની ઉપસ્થિતિમાં પૂ. મહંત સ્વામીની ૮૫મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. 

    નવનાત વડીલ મંડળ આયોજીત મેગા અં...

    શુક્રવાર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ નવનાત ભવન, હેઝ ખાતે નવનાત વડીલ મંડળે પહેલી વખત મેગા અંતાક્ષરીના સૂરીલા કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. નિવૃત્તિની મજા માણવી હોય તો નવનાત વડીલના સભ્ય બની જવું, પછી મજા... મજા... ને મજા. લગભગ ૪૦૦ વડીલોની હાજરી જ એની સફળતાનો સજ્જડ પુરાવો છે.