વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે. ચિન્મય મિશનના આમંત્રણ પર લંડન આવી રહેલા સ્વામી રામકૃષ્ણાનંદ તમામ વયના લોકો માટેની શ્રેણીબદ્ધ વિશિષ્ટ સેશન્સમાં સંસ્કૃત ભાષાના ઉંડાણ અને સૌદર્યને સમજાવશે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે કરાશે અને ત્યાર બાદ આરતી અને દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.
પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વિશ્વ હિન્દુ મંદિર અને ધન્નાબેન પગરાણી, દુબઇ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
લંડનના મંદિરો પર તસ્કરોએ તરાપ મારવાના સમાચારોમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગત ૬, ડિસેમ્બર, ગુરૂવારની રાત્રે ઇલ્ફર્ડ-એસેક્સના ક્લીવલેન્ડ રોડ પર આવેલ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સંચાલિત મંદિરમાં દાનપેટી તોડી તસ્કરોએ લગભગ £૫૫૦ થી £૬૦૦ની રકમ ચોરી હોવાના સમાચાર સાંપડ્યા છે.
કેરર્સ યુકે (Carers UK) દ્વારા BAPS સ્વામીનારાયણ સંસ્થા સાથે સહયોગ થકી તેમની લોકપ્રિય ‘Looking after someone’ ગાઈડ ગુજરાતી ભાષામાં ‘કોઈની સંભાળ લેવી’ નામથી લોન્ચ કરવામાં આવી છે. કેરર્સ યુકે અને BAPS સ્વામીનારાયણ સંસ્થા વચ્ચે ભાગીદારીનો આરંભ એપ્રિલ ૨૦૧૮ની એન્યુઅલ ચેલેન્જ દરમિયાન થયો હતો, જેમાં યુકેના ૩,૦૦૦થી વધુ ઉત્સાહી લોકો વિવિધ સારા ઉદ્દેશ્ય માટે ફંડ એકત્ર કરવા જોડાયા હતા.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૦૬-૦૧-૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’ - રવિવાર તા.૧૩.૦૧.૧૯ સાંજે ૬.૩૦ લોહરી ઉત્સવ - સેન્ટર ખાતે દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી,ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
વર્ષોથી રશમોરમાં સ્થાયી થયેલા નેપાળી સમુદાયે આ વિસ્તારમાં તેમના પ્રથમ મંદિર પ્રોજેક્ટને સાકાર કરવા માટે આર્થિક સહયોગ આપવા એશિયન સમાજને અનુરોધ કર્યો છે.
* સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૯થી બપોરના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.
કાચુ લોખંડ, કપડા તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ગોવાના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સ્વયંસેવક શ્રી રાજીવ એમ. નેવગી યુકેની મુલાકાતે પધાર્યા છે.
પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ, UB2 4DA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી રામ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
