સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ડિઝાઇનર ટ્રેડીશનલ ચણીયા ચોળી, સાડીઅો, લહેંગા ચોલી, બ્રાઇડમેડ્સ આઉટફૂટ, રેડીમેઇડ બ્લાઉસીસ, પ્રિમીયમ દુપટ્ટા, કુર્તીઝ, ઇન્ડો વેસ્ટર્ન, ડિઝાઇનર ગાઉન, સલવાર કમીઝ અને ટ્યુનીક્સ સહિત વિવિધ પારંપરીક એથનીક વેર માટે જો તમે આનંદ મેળામાં કોઇ સ્ટોલ શોધતા હો તો તે છે 'રંગવેશ' – સ્ટોલ નં. ૩૨.

    ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, એજવેર, HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. ૧૧થી ૧૭ વર્ષની વય સુધીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ૫ કે ૭ મિનિટ સુધી બોલવાનું રહેશે. વિજેતા વિદ્યાર્થીને આઇપેડથી લઇને અન્ય પ્રત્સાહક ઇનામો અપાશે. કેટલાક વાલીઅોની વિનંતીને ધ્યાનમાં લઇને અને વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકે તે આશયે ૧૭મી જૂન ૨૦૧૮ના રોજ યોજવામાં આવેલ આ સ્પર્ધા હવે તા. ૧ જુલાઇના રોજ થશે. ૧૦.૩૦થી ૧૧.૩૦ રીસેપ્શન અને રીફ્રેશમેન્ટ અને તે પછી સ્પર્ધા થશે.

    રંગીલા ઇવેન્ટ્સ દ્વારા આયોજીત ફ્રેન્ડસ થિયેટર ગ્રુપના નાટકો ‘હવે તો માની જાવ’ તથા ‘હસતા રહો ગમતા રહો’ તા. ૧૧-૫થી તા. ૨૦-૫ સુધી લંડનમાં ક્રોયડન, લેસ્ટર, બ્રાઇટન, ઇલફર્ડ, હેરો આર્ટ સેન્ટર ખાતે ખૂબ જ સારી રીતે ભજવાયા હતા. જેની સર્વે પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

    ભાંડિરવન (ઉ.પ્ર.) ખાતે શ્રી મહાપ્રભુજીના બેઠક અને રાજકોટ, કાલોલ, શિવરાજગઢ, નવાગામ વગેરે વિભિન્ન સ્થળોએ નીજ મંદિરો ધરાવતા શ્રી અભિષેકકુમાર મહારાજ તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યુકેના પ્રવાસે પધારી રહ્યા છે.

    કાર્ડીફ સનાતન ધર્મ મંદિર ખાતે...

    કાર્ડીફ સનાતન ધર્મ મંદિર અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, વૅલ્સ ખાતે વેલ્સના હિન્દુ મંદિરોના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રહ્માંડના નિર્માતા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માનનું પણ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઅો ઉપસ્થિત રહ્યા હતા.

    ૯૨ વર્ષના મોહનલાલ ચાવાળા આનંદ...

    આનંદ મેળવવા માટે કદી ઉંમર, નાત, જાત કે દેશનું બંધન નથી હોતું. સૌના આનંદ માટે પ્રતિ વર્ષ ઉજવાતા આનંદ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉમટી પડે છે. કોઇને સાડી ખરીદવામાં રસ હોય છે તો બાળકોને બરફ ગોળા ખાવામાં તો પછી કોઇને નવિન કુંદ્રા અને અન્ય કલાકારોના ગીતો અને નૃત્યોમાં રસ હોય છે. આ વર્ષે ૯૨ વર્ષની પાકટ વય ધરાવતા મોહનલાલ નાથુભાઇ શાહ આનંદ મેળામાં પધાર્યા હતા.

    વિવિધ પ્રાંતની પરંપરા રજૂ કરત

    બ્રિટનમાં પ્રાકૃતિક સૌંદર્યથી તરબતર સમરની શરૂઆત થાય ત્યાં જ બ્રિટનવાસી લોકહૈયામાં જાણે આનંદે હિલાળે છે. આપના આ લોકપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર તથા Asian Voice" દ્વારા છેલ્લા આઠેક વર્ષથી "આનંદ મેળા"નું આયોજન કરી આહલાદક વાતાવરણ વચ્ચે આબાલવૃધ્ધ સૌ કોઇ એમાં હરખભેર સામેલ થઇ શકે એવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે.

    ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર તા. ૧ જુલાઇ, રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર ખાતે યોજવામાં આવેલી ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધા અનિવાર્ય કારણોસર મુલતવી રાખવાની અમારી મજબુરી થઇ છે.

    રોમફોર્ડના કોલીયર્સ રો રોડ પરની વિશાળ જગ્યામાં અાવેલ સિટી પેવેલીયનમાં "પન્નાઝ"ની મનભાવન વાનગીઅો લંડન સહિત યુ.કે.ભરના ભારતીયોમાં ખ્યાતિ પામી છે.

     પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી, સનિતાબેન મંગલાણી USA અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.