લંડનના સડબરી સ્થિત શ્રી ગોવર્ધન નાથજી હવેલીના આચાર્ય ગાદીપતિ તરીકે પૂજ્ય ષષ્ઠગૃહાચાર્ય ગોસ્વામી શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી (મથુરા - કાલોલ - રાજકોટ)ની વરણી કરવામાં આવી છે. તા. ૭ જુલાઇ શનિવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સર્વે વૈષ્ણવોની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પૂજ્ય શ્રીનું આચાર્ય ગાદી પર બિરાજાવી તિલક કરવામાં આવશે અને પૂજ્ય શ્રીની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવો માટેના પુષ્ટિ સંસ્કારના આયોજનો શ્રી ગોવર્ધનનાથજી હવેલી દ્વારા કરવામાં આવશે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
અમર એસ્ટેટ એજન્સી, રાજકોટ ખાતે ૧૯૮૧થી સેવા આપી રહેલા અશ્વિનભાઈ ઉનડકટ તેમના પરિવાર સાથે ૧૦મી જુલાઈએ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. લંડન અને લેસ્ટરમાં તેમનું બહોળું મિત્રવર્તુળ છે.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની ૪૮ જુદી જુદી સપ્લીમેન્ટરી સ્કૂલ, મંદિરો અને કોમ્યુનિટી ગ્રૂપ્સના ૩૧૭ જેટલા સિનિયર મેનેજમેન્ટ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં બીગીનર્સ, ઈન્ટરમિડિયેટ અને એડવાન્સ્ડ (GCSE & A – Level ) લેવલમાં શિક્ષકોને ગુજરાતી શિક્ષણનો વ્યાપ વધારવા માટે વ્યવહારિક જ્ઞાન સાથે તાલીમ અપાઈ હતી. તે ઉપરાંત, હાલના કાયદા અને પદ્ધતિને સુસંગત રહીને સ્કૂલના શ્રેષ્ઠ વહીવટ માટે પણ માર્ગદર્શન અપાયું હતું.
વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય પ. પૂ. દ્વારકેશલાલ જી મહોદયશ્રી (કડી - અમદાવાદ)ના સાંનિધ્યમાં ૮૪ કોસ વ્રજયાત્રા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સેંકડો વૈષ્ણવો ઉમંગભેર ઉપસ્થિત રહીને લાભાન્વિત થયા હતા. હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલ આ મહોત્સવ જાણે કે વ્રજભૂમિ બની ગયો હતો અને સપ્તાહ દરમિયાન અનેક વૈષ્ણવોએ ગિરિરાજજીના પૂજન અને અલૌકિક પરિક્રમાનો લાભ લીધો હતો. સ્ટેજની જમણી બાજુ આબેહૂબ વ્રજભૂમિની સુંદર સજાવટ કરવામાં આવી હતી.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા. ૨૨-૩-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન દુર્ગા સહસ્ત્ર નામાવલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.
ધ નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા આગામી તા. ૩-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન અોક્સફર્ડ ખાતે અોક્ષફર્ડ યુનિ. ઇન્ડિયા સોસાયટી, એક્ષેટર કોલેજ, અોક્ષફર્ડ યુનિ.ના સહકારથી સેમિનાર અને પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું છે.
તા. ૨૮મી માર્ચ, ૨૦૧૫ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા રામનવમી મહોત્સવ તેમજ તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૨૪-૩-૧૫ પહેલા મોકલવા વિનંતી છે.
ભારતમાં ૧૦૦૧ શો પૂરા કરનાર એશિયાનું સૌથી મોટું મહાનાટ્ય ‘જાણતા રાજા’ (હિન્દી)ના શોનું આયોજન લંડનસ્થિત SSE અરેના, વેમ્બલી ખાતે તા. ૨૦મી અને ૨૧મી જૂનના રોજ કરવામાં આવ્યું છે.
અમેરિકાના વર્જીનીયા સ્ટેટમાં બોલીંગ ગ્રીન નજીક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્થા ‘ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન’ (ISSO) દ્વારા ૭ મિલિયન ડોલરના ખર્ચે અદભૂત પ્રોજેક્ટ દેવસ્ય આકાર લઈ રહ્યો છે. ૫૦૦ એકરમાં પથરાયેલું આ મંદિર સંકુલ હિંદુ અને અન્ય કોમ્યુનિટીના લોકો માટે માત્ર ધર્મસ્થાન જ નહીં પરંતુ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે.
૯ સપ્ટેમ્બર ૨૦૧૮ની સલૂણી સાંજે સેંકડો ઇશ્ક પ્રેમીઓથી યુનિવર્સિટી કોલેજ લંડનનો લોગન હોલ ગૂંજી ઉઠ્યો હતો. સુનિલ જાધવ અને ધ આર જી અકાદમીના ૨૫ પીસ ઓરકેસ્ટ્રા સંગ કૌશિક પૂજાણી અને કલાકારોએ બોલીવુડના પ્રેમ ગીતો સુમધુર સંગીતથી સજાવી શ્રોતાજનોને ડોલાવ્યા. ગૌરી સહાએ એમની આગવી શૈલીમાં કોમ્પેર કરી એ સાંજને સંગીન બનાવી.
