Search Results

Search Gujarat Samachar

વર્ષોથી અપાતા સરકારી વચનો અને નીતિઓ છતાં યુકેમાં મહિલા અને સગીરાઓ વિરુદ્ધની હિંસા એક મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નેશનલ ઓડિટ ઓફિસના રિપોર્ટ અનુસાર સંકલન વિહોણા પ્રયાસોના કારણે મહિલાઓ વિરુદ્ધની હિંસાની સમસ્યા વકરી ગઇ છે. 

ભારતીય કરદાતા દ્વારા વિદેશમાં મોકલાતા નાણા પરની ટીસીએસ મર્યાદા પ્રતિ નાણાકીય વર્ષ રૂપિયા 7 લાખથી વધારીને 10 લાખ કરી દેવાઇ છે. હવે આ મર્યાદાથી વધુ રકમ પર જ ટીસીએસ લાગુ થશે. જોગવાઇમાં આ સુધારો વિદેશમાં એજ્યુકેશન, ટ્રાવેલ, મેડિકલ સારવાર અને ઇન્વેસ્ટમેન્ટ...

એકતરફ સરકાર માઇગ્રેશન ઘટાડવા ઉધામા મચાવી રહી છે ત્યારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીએ દેશમાં પ્રવર્તતી હાઉસિંગ કટોકટી નિવારવા માઇગ્રન્ટ કામદારો માટે સ્પેશિયલ વિઝા કેટેગરી શરૂ કરવાની માગ કરી છે. 

લેબર સરકાર ઇનહેરિટન્સ ટેક્સના સેવન યર રૂલને લક્ષ્યાંક બનાવે તેવી ચેતવણી આપવામાં આવી છે. ચાન્સેલર રેચલ રીવ્ઝ સેવન યર રૂલને લક્ષ્યાંક બનાવે તેવી ભીતિને પગલે પરિવારો તેમની સંપત્તિ વારસામાં આપવા ધસારો કરી રહ્યાં છે.

લેબર સરકારના સ્મોલ બોટ કાયદા અંતર્ગત માનવ અધિકાર કાયદાઓના કારણે નાની હોડીઓમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને બાળકો સાથે આવતા માતાપિતાને દંડિત નહીં કરાય કે તેમને ખટલાનો સામનો કરવો પડશે નહીં.

યુકેના વિદેશ વિભાગે ભારતના પ્રવાસે જતા બ્રિટિશ નાગરિકો માટેની એડવાઇઝરીમાં સુધારો કર્યો છે. ભારત જતા બ્રિટિશ ટુરિસ્ટને પ્રવાસ દરમિયાન ચોક્કસ નિયમોનું પાલન કરવાની ચેતવણી અપાઇ છે.

ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા લેબર સરકાર એક નવો કાયદો લાવી રહી છે જે અંતર્ગત માઇગ્રન્ટ્સ મોડર્ન સ્લેવરી પ્રોટેકક્શન માટે દાવો કરી શકશે નહીં. સરકારને બાળકોની અટકાયત કરવા સહિતની સત્તાઓ પણ હાંસલ થશે.

પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ચેતવણી ઉચ્ચારી છે કે યુકે પરમાણુ શસ્ત્રો ધરાવતો પહેલો ઇસ્લામિક દેશ બની શકે છે. બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદના હાથોમાં પડીને ઇરાન જેવો દેશ બની શકે છે.

સરકાર દ્વારા લેવાતાં પગલાંની ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પર કોઇ અસર થઇ રહી નથી. 2025ના પ્રથમ મહિનામાં 1098 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા.

નિર્મલા સીતારામનના બજેટમાં એનઆરઆઇ માટેના કેપિટલ આસેટ્સ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની સાથે રેસિડેન્ટ ટેક્સપેયર્સને સાંકળી લેવાનો પ્રસ્તાવ મૂકાયો છે.