ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ભૂરોઃ તું દિવસે ને દિવસે અત્યંત સુંદર થતી જાય છેને કંઇ...લીલીઃ તમને કેવી રીતે લાગ્યું?ભૂરોઃ આ રોટલીઓ તને જોઈને દરરોજ બળી જાય છે એના પરથી ખ્યાલ આવ્યો.---
રમીલા અચાનક કનુને થપ્પડ મારી દીધી. કનુના ગાલ પર પંજાનું નિશાન પડી ગયું.કનુઃ વહાલી આટલા જોરથી કેમ માર્યું?રમીલાઃ મચ્છર બેઠું હતું. મારા દેખતાં કોઈ તમારું લોહી પીએ એ તો ચાલે જ નહીં ને!