Advanced search


ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) ના પ્રતિષ્ઠિત 'યુકે-ઈન્ડિયા વીક 2026'નો વેસ્ટ મિડલેન્ડ્સમાં 'સ્માર્ટર રિજિયન્સ ફોરમ' સાથે ભવ્ય પ્રારંભ થયો છે. યુકે-ભારતના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં આ વાર્ષિક મંચની આ 10મી સૌથી મોટી અને મહત્વપૂર્ણ આવૃત્તિ છે.

વિન્ચેસ્ટર કોલેજના વાર્ષિક ગ્રીષ્મ ઉત્સવ 'વાઈકહામ ડે'ના ભાગરૂપે ક્રિકેટ પેવેલિયન હંટર ટેન્ટ ખાતે 13 જૂનના રોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટાઇગર પટૌડી તરીકે ખ્યાતનામ એવા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને પટૌડીના નવાબ એવા મન્સૂર અલી ખાન પટૌડીના નામની તક્તીનું અનાવરણ કરી સન્માન કરાયું હતું. 

બ્રિટન અને ભારતના સંબંધોને વધુ સુદ્રઢ કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સમર્થન આપવાના ઉદ્દેશ્ય સાથે ગત 19 જૂનના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે એક ઉચ્ચ સ્તરીય ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ બેઠકમાં સાંસદો, રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને પ્રવાસી ભારતીય સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં બેલફાસ્ટમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી હિંસામાં પોતાના ઘરોમાં વ્યાપક નુકસાનનો સામનો કરનાર બે ભારતીય મહિલાઓએ જણાવ્યું હતું કે, હવે તેઓ આ શહેરમાં રહેવું સુરક્ષિત સમજતી નથી.

 લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સામસામે આવતી બે પેસેન્જર  ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક ટ્રેન પાઈલટનું મોત નીપજ્યું હતું જ્યારે 89 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.

પૈસા વસૂલીને વિદ્યાર્થીઓ વતી ગુપ્ત રીતે યુનિવર્સિટીનું હોમવર્ક અને ઓનલાઈન પરીક્ષાઓ આપનાર એમેઝોનના ડિલિવરી ડ્રાઈવર શાહીદ અદનાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ઓક્સફર્ડમાં હેડિંગ્ટન માર્શ લેન ખાતે શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્દઘાટન કરાયું હતું. આ ઐતિહાસિક ક્ષણ શહેરમાં વસતા હિન્દુ સમુદાયના વર્ષોના અવિરત પરિશ્રમનું પરિણામ છે. તેઓ આ પહેલા પૂજા-અર્ચના અને મેળાવડાઓ માટે શાળાના હોલ અને કોમ્યુનિટી સેન્ટરો પર નિર્ભર હતા. 

બ્રિસ્ટલમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવાનો ગુનો કબૂલ કર્યા બાદ એક ભારતીય નાગરિકને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બીજી તરફ આ જ ઘટનામાં આરોપી એવા અન્ય બે શંકાસ્પદ શખ્સો બ્રિટન છોડીને ફરાર થઈ ગયા હોવાથી પોલીસ તેમને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી)ને કમ્મરતોડ ફટકો પડ્યો છે. પક્ષના નવમાંથી છ સાંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઇ ગયા છે. આ સાથે જ એક સપ્તાહથી ચાલતી અટકળોનો ‘સત્તાવાર’ અંત આવ્યો છે. ઉદ્ધવ જૂથના છ સાંસદ પક્ષ છોડી રહ્યાની વાતો કેટલાય દિવસથી ચાલતી હતી, પરંતુ કોઇ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નહોતું. તમામ છ સાંસદોએ મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી શિંદે સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ વધુ ઘેરાયો છે. એક જ પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો છે. પ્રથમ જૂથ મમતા બેનરજીના નેતૃત્વમાં મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે. બીજું જૂથ બળવાખોર નેતા ઋતુવ્રત બેનરજીનું ‘અસલી ટીએમસી’ જૂથ છે, જે હવે વિધાનસભામાં મુખ્ય વિપક્ષ હોવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે ત્રીજું જૂથ, લગભગ બે ડઝન લોકસભા સાંસદોનું કહેવાય છે. જેઓ કથિત રીતે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે ભળી ગયા છે અને સંસદમાં એનડીએ સરકારને ટેકો આપી રહ્યા છે.