એસેક્સમાં પ્લેન ક્રેશઃ ભારતીય વિદ્યાર્થીનું કરુણ મોત 07/07/2026 10:54 am Arnold Christie એસેક્સમાં સેસના લાઇટ એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય વિદ્યાર્થી વંશી ક્રિષ્ણા મંડાલાનું કરુણ મોત થયું હતું. તેણે યુનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કરવાની ખુશી મનાવવા માટે આ ફ્લાઇટ બુક કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રસુતિની પીડાઃ વંશીય લઘુમતી સમુદાયની મહિલાઓ સાથે અન્યાય 07/07/2026 10:57 am Arnold Christie યુકેમાં અશ્વેત અને એશિયન બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓને પ્રસુતિ દરમિયાન પેઇન કીલર ઇન્જેક્શન એપિડ્યુરલ મળવાની સંભાવના અન્ય શ્વેત મહિલાઓની સરખામણીએ ઘણી ઓછી હોવાનું એક તાજેતરના સંશોધનમાં સામે આવ્યું છે.
આનંદોઃ ભારત પ્રવાસ સરળ બન્યો.. 07/07/2026 11:03 am Arnold Christie ભારતીય મૂળના વિદેશી નાગરિકોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
જીગર શાહની એચડીએફસીમાં જનરલ કાઉન્સેલ તરીકે નિયુક્તિ 07/07/2026 11:04 am Arnold Christie ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી દ્વારા જીગર શાહની જનરલ કાઉન્સેલ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ હાલમાં બલ્જ-બ્રેકેટ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR ની સ્થાનિક પેટાકંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ કમ્પ્લાયન્સ તરીકે કાર્યરત છે.
સંસ્થા સમાચાર (અંક 11 જુલાઇ 2026) 07/07/2026 11:39 am Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હિન્દુ સમુદાયે સામાજિક હિતના મુદ્દે વધુ સંગઠિત બનીને કામ કરવાની જરૂર 07/07/2026 11:40 am Nilesh Parmar ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ, ધાર્મિક શિક્ષણ, સામાજિક સહકાર અને ભાવિ પેઢીમાં સંસ્કારોના સિંચન જેવા મહત્વના વિષયો પર મંતવ્યો રજૂ કરાયા હતા. વિશેષ તો, ૐ ક્રિમેટોરિયમ અને તેના વિકાસ તેમજ તેના દ્વારા મળનાર લાભ અંગે પણ સૌને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે વિવિધ સંસ્થાનો, સંપ્રદાયોના અગ્રણી પ્રતિનિધિઓએ તેમજ મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની તથા પ.પૂ. સંતભગવંત સાહેબજીની ભાવનાને બિરદાવી. આ પ્રસંગે સૌ વક્તાઓએ એકસૂરે જણાવ્યું કે, યુકેમાં હિન્દુ સમાજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે, પરંતુ સમાજના હિતના મુદ્દાઓ પર વધુ સંગઠિત બનીને કાર્ય કરવાની જરૂર છે.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કબૂલાત: ‘અદાણી પર કેસ કરવો જ નહોતો જોઇતો’ 07/07/2026 1:46 pm Nilesh Parmar અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે નોંધાયેલા ફોજદારી કેસને પરત ખેંચવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આ મામલો એક વર્ષ પહેલા જ સમાપ્ત કરી દેવાની જરૂર હતી અથવા તેને શરૂ જ કરવાની જરૂર નહોતી.
મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ 07/07/2026 1:47 pm Nilesh Parmar અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન સુથાર અને તેમની 20 વર્ષીય દીકરી ઈશાની અગનજ્વાળાઓથી બચવા માટે બાથરૂમમાં બંધ થઈ ગયા હતા, પરંતુ આગ અને ધુમાડા વચ્ચે સમયસર બચાવ ન થઈ શક્તા ત્રણેયના ગુંગળાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનાથી નડિયાદ શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.
યુએસમાં જન્મેલું દરેક બાળક નાગરિક ગણાશે, માતાપિતા ગેરકાયદે પ્રવેશ્યા હોય તો પણ 07/07/2026 1:48 pm Nilesh Parmar રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. અદાલતે અમેરિકામાં જન્મજાત નાગરિકતાને સીમિત કરવાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના પ્રયાસને બહુમતીથી ફગાવી દીધો છે.
બાળકો માટે ‘ટ્રમ્પ એકાઉન્ટ્સ’ યોજના 07/07/2026 1:49 pm Nilesh Parmar રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાંથી જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ અને નાસ્ડેકના ટ્રેડિંગ સેશનની શરૂઆત માટે ઓપનિંગ બેલ વગાડયો. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત બંને મોટા શેરબજારોએ વ્હાઇટ હાઉસમાંથી સંયુક્ત રીતે ઓપનિંગ બેલ વગાડવાની અનોખી ઘટના બની.