Advanced search


પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મધ્યપ્રદેશના વેપારી શેઠ જુમ્માલાલ રુથિયાએ બ્રિટિશ સરકારને રૂપિયા 35 હજારની લોન આપ્યાની એક સદી કરતા વધુ સમય બાદ તેમના પૌત્રો વિનય અને વિવેક રુથિયાએ જણાવ્યું છે કે બ્રિટનની સરકાર લોન પરત કરવાની તેમની વિનંતીની ચકાસણી કરવા સહમત થઇ છે. 

લંડન સ્થિત નેહરુ સેન્ટર ખાતે ભારતના સમૃદ્ધ હસ્તકળા અને હાથવણાટ વારસાની ઉજવણી કરવા માટે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

નોરફોલ્કના થેટફોર્ડ વિસ્તારમાં અસાયલમ સીકર્સ માટેના સંભવિત મકાનોને આશરે 100 લોકોના તોફાની ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા બાદ પોલીસે પાંચ પુરુષોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક પ્રવાસીને ખોટી રીતે ફ્લાઇટમાં બોર્ડિંગની પરવાનગી ન આપવા માટે મોહાલીની ગ્રાહક ફોરમે પીડિત પ્રવાસીને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા બ્રિટિશ એરવેઝને આદેશ આપ્યો છે.

વેમ્બલીમાં ઈલિંગ રોડ પર આવેલી નમકીન પાન હાઉસને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણ સંબંધિત ગુનાઓ માટે 9,000થી વધુ પાઉન્ડનો દંડ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. 

એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિસ અનુસાર ચેટબોટ્સ અને અપ્રમાણિત માર્ગદર્શનને કારણે વેક્સિનની સુરક્ષા અને ફર્ટિલિટી કેર અંગે અફવાઓ ફેલાઈ રહી છે જે લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. 

ઇમ્પીરિયલ કોલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ મેટાબોલિઝમ, ડાયજેસન એન્ડ રિપ્રોડક્શનના ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર શિવાની મિશ્રાના નેતૃત્વમાં તૈયાર કરાયેલું  સંશોધન તાજેતરમાં ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપમાં પ્રકાશિત થયું છે. 

સ્નેપચેટ પર ખોટી ઓળખ આપીને 13 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર અબ્દુલ ખાન નામના અસાયલમ સીકરને નોટિંગહામ ક્રાઉન કોર્ટે સાડા નવ વર્ષની જેલની સજા ફટકારી છે. 

ઉત્તર ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ હોસ્પિટલમાં વરિષ્ઠ પદવીનો દુરુપયોગ કરીને મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરનારા ભારતીય મૂળના વરિષ્ઠ હાર્ટ સર્જનનું મેડિકલ લાયસન્સ રદ કરાયું  છે.

1990ના દાયકામાં માન્ચેસ્ટરમાં બાળકીઓ પર બળાત્કાર અને માનવ તસ્કરીના આરોપસર પાકિસ્તાનના પૂર્વ મંત્રી રુખસાર અહેમદની ધરપકડ કરાઇ હતી. 62 વર્ષીય રુખસાર અહેમદ પોલીસ જામીન પર હતો. તેની 18 જુલાઈ 2024ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટ પરથી ધરપકડ કરાયા બાદ જામીન પર મુક્ત કરાયો હતો.