ઇંગ્લિશ કરી એવોર્ડ્સ 2026 – લંડનમાં ચિલિકાને પ્રથમ સ્થાન 18/08/2026 1:19 pm Arnold Christie 15મા વાર્ષિક ઈંગ્લિશ કરી એવોર્ડ્સ 2026માં સમગ્ર દેશમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રેસ્ટોરન્ટ્સ, શેફ, ટેકઅવે અને હોસ્પિટાલિટી ક્ષેત્રના વ્યાવસાયિકોને સન્માનિત કરીને ઈંગ્લેન્ડના કરી ઉદ્યોગના શ્રેષ્ઠ યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી.
નર્સ લક્ષ્મી ધૂનમૂન બે રાષ્ટ્રીય હેલ્થકેર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ 18/08/2026 1:12 pm Arnold Christie નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટના ટિશ્યુ વાયેબિલિટી વિભાગના નર્સ કન્સલ્ટન્ટ લક્ષ્મી ધૂનમૂનને 'નેશનલ બીએએમઇ હેલ્થ એન્ડ કેર એવોર્ડ્સ' ખાતે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
કામરેજમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું 19/08/2026 6:38 am Badal Lakhlani LCBએ બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી પારડીની હિંદવા ડ્રીમ્સના ગોડાઉનમાં બનતા નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. સ્થળ પર હાજર ફેક્ટરી માલિક અંકિત મોદીની પોલીસે પૂછપરછ કરતાં ‘અનમોલ રત્ન ગાય ઘી’ના નામે પામ ઓઈલ, વનસ્પતિ, સોયાબીન તેલ મિશ્રણ બાદ ઘીને ગાયનું ઘી બતાવી પેકિંગ કરી વેચતો હોવાનું જણાયું હતું. કારખાનાથી રૂ. 52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ભારતના 80મા સ્વતંત્રતા દિવસની હાઇ કમિશન ખાતે અનોખી ઉજવણી 18/08/2026 1:05 pm Arnold Christie લંડન સ્થિત ભારતીય હાઇકમિશને શનિવારે પરંપરાગત ધ્વજવંદન કાર્યક્રમની સાથે ઉગતા સૂર્યની સાથે આગળ વધતી ‘સૂર્યપથ તિરંગા’ ગ્લોબલ રિલે દ્વારા ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં ભારતીય સમુદાયના સભ્યો અને ભારત શૂભચિંતકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભારતીય રંગો અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
યુકેમાં 71 ટકા લોકો ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છેઃ પ્યૂ રિસર્ચ 18/08/2026 1:06 pm Arnold Christie પ્યૂ રિસર્ચ સેન્ટરના તાજેતરના સરવે અનુસાર આઝાદીના 80મા વર્ષમાં પ્રવેશેલા ભારત પ્રત્યે વૈશ્વિક સ્તરે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વિશ્વના 36 દેશોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે સરેરાશ 45 ટકા લોકો ભારત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, જ્યારે 41 ટકા લોકો નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં ભારત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં મોટો તફાવત જોવા મળ્યો છે.
વિદેશમાં ભારતીયો પરના હુમલામાં ઉછાળો, 31 ઘટના સાથે યુકે ત્રીજા ક્રમે 18/08/2026 1:07 pm Arnold Christie ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં ભારતીય નાગરિકો પર થયેલા હુમલાના સૌથી વધુ કિસ્સા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં નોંધાયા છે. આ યાદીમાં સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા અનુક્રમે ત્યારબાદના સ્થાને આવે છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર રોયલ એરફોર્સમાં શીખ ફાઇટર પાયલટની પસંદગી 18/08/2026 1:11 pm Arnold Christie ભારતીય મૂળના 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ અર્શદીપ સિંહ ડાંગે રોયલ એરફોર્સમાં ફાઇટર પાયલટ તરીકે ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રોયલ એરફોર્સની ફાઇટર સ્કવોડ્રનમાં પાયલટ બેજ મેળવનારા તેઓ પ્રથમ શીખ પાયલટ બન્યા છે.
સબીના સૈનીની ભારત ખાતે યુકેના ફાઇનાન્શિયલ સર્વિસ એટેચી તરીકે નિયુક્તિ 18/08/2026 1:16 pm Arnold Christie યુકે ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) એ વૈશ્વિક વિસ્તરણ યોજનાના ભાગરૂપે સબીના સૈનીને ભારતમાં નવા ફાઇનાન્શિયલ સર્વિસિઝ એટેચી તરીકે નિયુક્ત કર્યા છે.