સુરક્ષા વિશે વડા પ્રધાનનાં પત્નીને માહિતી આપવા પોલીસનો ઈન્કાર 31/12/2014 8:15 am Vikram Nayak મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને તેમને અપાયેલા સુરક્ષા કવચ અંગે એક આરટીઆઈ અરજી કરીને માહિતી માગી હતી, પણ મહેસાણા પોલીસે તે આપવાનો ઈનકાર કર્યો છે. પોલીસે કારણ આપ્યું છે કે જશોદાબેને જે સવાલો પૂછ્યા છે તે સ્થાનિક ગુપ્તચર વિભાગ સંબંધિત છે અને તેને આરટીઆઈ એક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
પ્રધાનની પુત્રવધૂ ભરણપોષણ માટે કોર્ટમાં 31/12/2014 8:16 am Vikram Nayak દિયોદરઃ દિયોદર તાલુકાના કોતરવાડા ગામની એક યુવતીના લગ્ન હારીજ તાલુકાના દોતરવાડા ગામના અને રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના પુત્ર સાથે થયા હતા. જ્યાં તેણીને તેના સાસરીયાંએ શારીરિક માનસિક ત્રાસ આપી છ માસ અગાઉ પુત્રી સાથે તરછોડી હતી.
યુકેવાસી મહિલાને ગેરકાયદે બંગલો વેચી યુવાને છેતરપિંડી કરી 31/12/2014 8:17 am Vikram Nayak વલસાડઃ પંથક ચીખલાના યુવાને યુકેવાસી મહિલાની ખેતીની જમીનમાં બંગલો બાંધી દેતા વલસાડ રૂરલ પોલીસમથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
કરનાળીને કેન્દ્રીય નાણા પ્રધાને દત્તક લીધું 31/12/2014 8:18 am Vikram Nayak વડોદરાઃ ભારત સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કેન્દ્રના નાણા પ્રધાન અને ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ અરુણ જેટલીએ વડોદરા જિલ્લાના યાત્રાધામ કુબેર ભંડારીવાળા કરનાળી ગામને દત્તક લીધું છે. ટૂંક સમયમાં તેઓ કરનાળીની મુલાકાત લેશે.
લંડનવાસી મીનાબેન પટેલને ‘ધર્મજરત્ન’ એવોર્ડ અપાશે 31/12/2014 8:19 am Vikram Nayak ધર્મજઃ ચરોતરના ગતિશીલ ગામ ધર્મજ ખાતે દર વર્ષે યોજાતા ‘ધર્મજ ડે’ની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વૈશ્વિક ગામ તરીકે જેણે ઓળખ ઊભી કરી છે તેવા ધર્મજના મૂળ વતનીઓ વિશ્વભરમાં પથરાયેલાં છે. વતન પરસ્તીની ભાવના જેમના ભારોભાર ભરેલી છે તેવા આ સૌ ધર્મજીયનોને વર્ષમાં એક વખત એકબીજાને મળવા માટેનું સરનામું એટલે ‘ધર્મજ ડે’.
વલસાડમાં જૈન મુનિ, સાધ્વીજીને અકસ્માતમાં સ્થળે જ અગ્નિદાહઃ 31/12/2014 8:21 am Vikram Nayak વલસાડ નજીક ગત સપ્તાહે વહેલી સવારે પારનેરા-અતુલ હાઇવે ઉપર વિહાર કરી રહેલા વલ્લભસૂરી સંપ્રદાય (પંજાબ કેસરી)નાં ગચ્છાધિપતિ આચાર્ય વિજય રત્નાકરસૂરીજી મ.સા. અને સાધ્વી શિલ્પપ્રજ્ઞાજી અકસ્માતમાં કાળધર્મ પામ્યા બાદ તેમની પાલખી યાત્રામાં હજારો જૈનો ઉમટ્યા હતાં.
અમેરિકન થિન્ક ટેન્ક દ્વારા સંઘની ટીકા 31/12/2014 8:22 am Vikram Nayak નવી દિલ્હીઃ અમેરિકાની એક થિન્ક ટેન્કની વેબસાઇટ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકવાદી સંગઠન ગણાવાયું છે. સંગઠનની વેબસાઇટ ટેરરિઝમ ડોટ કોમ પર આપેલી થ્રેટ ગ્રૂપ પ્રોફાઇલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ પણ સામેલ છે. થિન્ક ટેન્કે સંઘની પ્રોફાઇલમાં લખ્યું છે કે આરએસએસ એક શંકાસ્પદ અને પક્ષપાત કરતું સંગઠન છે જે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા ઇચ્છે છે.
હળવી ક્ષણોએ 31/12/2014 8:23 am Vikram Nayak ‘તમારે ત્યાં આટલાં સરસ પુસ્તકો છે અને એ ગમે ત્યાં પડ્યાં રહે છે એને બદલે એક સરસ કબાટમાં મૂકતા હો તો?’
વર્ષ ૨૦૧૪ઃ ગુજરાતના નિતનવા પડાવ... 31/12/2014 8:27 am Vikram Nayak લો, ઈસુ વર્ષ ૨૦૧૫નો સૂર્યોદય થઈ ગયો! ગુજરાતમાં ઈસાઈ પરિવારોના ઘર પર કાગળના તારકોની રોશની દેખાઈ તો નવી પેઢીએ - ધર્મસંપ્રદાયના કોઈ ખાસ વળગણ વિના - નાતાલથી તેની ઊજવણીની શરૂઆત કરી દીધી! સાન્તા ક્લોઝ અને તેના ખીસ્સા કે થેલીમાં રહેલી રંગબેરંગી ચીજવસ્તુઓથી બાળ રાજાઓ ખુશ કેમ ના થાય? મીણબત્તીના અજવાળે ચર્ચની ઘંટડીઓ રણકે છે ત્યારે પણ શૂળીએ ચડેલા ઈસુનું સ્મરણવંદન થયા વિના રહેતું નથી.