સારસંભાળના અભાવ અને પ્રદૂષણને કારણે વાળ ધોળા થવાની સમસ્યા સામાન્ય બની છે. કેટલાકને તો પંદર સોળ વર્ષની ઉંમરે ધાળા વાળ આવે છે. નાની ઉંમરમાં વાળ ડાઈ કરવા પણ યોગ્ય નથી. આમ તો વાળની સંભાળ માટે વૈદિક રીતે યોગ્ય ધ્યાન અકસીર છે સાથે કેટલાક અહીં ઘરેલુ નુસખા આપ્યા છે જેના પ્રયોગથી કાળા અને સ્વસ્થ કેશ મેળવી શકાય છે. ત્યાં સુધી કે સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
આઝાદી બાદ આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે કોઇ સુરક્ષા દળની મહિલાઓ બુલેટ મોટરસાઇકલ પર સ્ટંટ રજૂ કરી બતાવશે. બીએસએફની ૧૦૬ મહિલા કમાન્ડોની આ ટુકડીને ‘સીમા ભવાની’ નામ અપાયું છે. આ ટુકડીએ ૧૬ ઇવેન્ટ તૈયાર કરી છે, જે અંતર્ગત મહિલા કમાન્ડો ૨૬ બુલેટ પર સવાર થઇને વુમન સેલ્યુટ, ફિશ રાઇડિંગ, સાઇડ રાઇડિંગ, શોલ્ડર રાઇડિંગ, શક્તિમાન, પીકોક, સીમા પ્રહરી, ગુલદસ્તા અને પિરામિડ જેવાં કોમ્બિનેશન રજૂ કરશે.
મોડેલને રોમ્પવોક કરતી કે હિરોઈન્સને ફિલ્મોમાં હાઈ હિલ સેન્ડલ પહેરેલી જોઈને સ્વાભાવિક રીતે યુવતીઓને અને મહિલાઓને પણ હાઈ હિલ સેન્ડલ્સ કે ચંપલ પહેરવાની ઇચ્છા થાય. તો તમે તમારો આ શોખ પૂરો કરી શકો છો પણ એના માટે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી હોય છે. ખાસ કરીને એકાદ ઈંચથી વધુની પેન્સિલ હિલ પહેરનારા લોકોએ તો ઘણી વાતે ખાસ ધ્યાન રાખવું જ રહ્યું. બાકી પ્લેટફોર્મ હિલ કે સાદી હાઈ હિલ ધરાવતા પગરખા સરવાળે પહેરવામાં વધુ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેતી નથી.
વિવિધ ડિઝાઈનર ગાઉન હાલમાં ઇન્ટ્રેન્ડ છે. અમ્રેલાથી માંડીને ફિશકટ, ઓ લાઈન, એપલ કટ ગાઉન વારે તહેવારે, લગ્નપ્રસંગમાં પહેરવાનો માનુનીઓ પસંદ કરે છે. જ્યોર્જેટ સિલ્ક પાર્ટી ગાઉન પણ હાલમાં ઇન્ટ્રેન્ડ છે. જોકે ગાઉનને કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકાય. ગાઉન માટે વિવિધ જાતના ફેબ્રિકનો ઉપયોગ પણ કરી શકાય છે એમાં પણ હાલમાં મલ મટીરિયલના કેઝ્યુએલ ગાઉન પણ સોબર લાગે છે. આ ઉપરાંત પ્યોર કોટન, પ્યોર શિફોન, રો સિલ્ક, ટસર સિલ્ક, નેટ, લિનન વગેરેના ગાઉન પણ યુવતીઓ અને મહિલાઓને પ્રિય છે. ગાઉનમાં જેવા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે એવું જ એનું સ્ટાઇલિંગ આપવામાં આવે છે. ગાઉન પહેરવાનો એક જ ફાયદો કે પહેરવાથી ખૂબ એલિગન્ટ લુક આપે છે અને ગાઉન જો હેવિ લુક આપતો હોય તો વધુ જ્વેલરી પણ ન હોય તો ફંક્શન જ્વેલરી વગર પણ પતી જાય છે.
૧૧ માર્ચના રોજ બ્રિટનવાસીઓ માના વાત્સલ્યપ્રેમ, મમતા અને કદરદાનીને અંજલિ અર્પવા ‘મધર્સ ડે’ની ઉજવણી કરી માનું ઋણ અદા કરવાની કોશિષ કરશે. આમ તો આ જરા અજૂગતું લાગે કે વર્ષમાં એક જ દિવસ માની કદર કરી કાર્ડ કે ભેટ ધરી યા એક દિવસ રોજિંદા કામકાજમાંથી મુક્તિ આપી એટલે મા પ્રત્યેની લાગણી વ્યક્ત થઇ કહેવાય? મનમાં સહેજે એવો પ્રશ્ન થાય કે મા-બાળકના સચોટ સ્નેહ સંબંધો આવા ‘ડે’ની સિમામાં બાંધી શકાય? આપણા શાસ્ત્રો મુજબ તો સો જનમ લઇએ તો ય માનું ઋણ ન ચૂકવાય? વર્ષમાં એક દિવસ ઉજવવાથી શું વળે! ખેર! આ ‘મધર્સ ડે’ની ઉજવણીનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. એ જાણવા જેવો છે. એનો ભાવ ઉમદા છે.
સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કેન્સર ભલે સૌથી વધુ કોમન કેન્સર ગણાતું હોય, પણ સ્ત્રીઓને મૃત્યુના મુખમાં ધકેલવામાં સર્વાઇકલ કેન્સર મોખરે છે. જોકે આ એક એવું કેન્સર છે જેનો ઇલાજ શક્ય છે.
લંડનઃ ફૂટબોલ રમવા માટે ઉંમર વધુ હોવાનું જણાવતા ૪૮ વર્ષીય કેરોલ બેટ્સે પોતે જ પીઢ મહિલાઓ માટે ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હાલ ૫૧ વર્ષની બેટ્સની ક્રોલી ઓલ્ડ ગર્લ્સ ટીમના તમામ ખેલાડી ૪૦થી વધુના છે. તેની ટીમ એફએ પીપલ્સ કપ ફૂટબોલમાં ભાગ લઈ રહી છે.
મહિલાઓને અને યુવતીઓને આજે કોઈ પણ પ્રસંગે મેચિંગ હોય એવી જ્વેલરી પહેરવી વધુ પસંદ હોય છે. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, ઈમિટેશન, ડાયમંડ, પર્લ, સ્ટોન અને બીડ્સની જ્વેલરી તો ટ્રેન્ડમાં રહેવાની જ, સાથે હવે બટન્સ જ્વેલરીનો પણ ટ્રેન્ડ જોવા મળે છે. ફંકી અને યુનિક કહી શકાય એવી બટનની જ્વેલરીમાં ઇચ્છો એ પ્રકારે વેરિએશન લાવીને ઘડાવી કે બનાવી શકાય છે. સસ્તી બટન જ્વેલરી બનાવવી હોય તો દોરામાં બટનને પરોવીને જાતે પણ બનાવી શકાય છે.
ચહેરા પરની કાળાશ દૂર કરવા માટે તમે જો બજારમાં મળતી કેટલીય બ્યુટી પ્રોડક્ટ વાપરી હોય ને છતાં તમને અસંતોષ હોય તો તમારે કેટલાક એવા ઘરેલુ નુસખા અમલમાં મૂકવા જોઈએ કે જેથી તમારી ત્વચા હવે વધુ બગડે નહીં. ચહોરાની ત્વચા કાળી થઈ ગઈ હોવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે સન સ્ટ્રોક લાગવા અથવા પ્રદૂષણની અસર કે પછી ચહેરાના ડાઘ-ધબ્બા વગેરે. ઘરે જ કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.
ફેશન જગતમાં છેલ્લાં થોડા સમયથી મિડરિફ વસ્ત્રોનું ચલણ વધ્યું છે. એનું સૌથી સામાન્ય ઉદાહરણ તો બ્લાઉઝ જ છે. આજકાલ બ્લાઉઝમાં પણ અવનવી ડિઝાઈન આવી છે અને સાડી પહેરવાની પણ નવીન રીતો માનુનીઓ અપનાવી રહી છે. જોકે સ્કર્ટ ધોતી હેરમ સાથે પણ યુવતીઓ મિડરિફ ટોપ પહેરતી થઈ છે. મિડરિફમાં યુવતીઓ મનમોહક લાગે છતાં તમારા શરીરને અનરૂપ મિડરિફ વસ્ત્રો અપનાવવા જોઈએ. આમ તો ૯૦ના દશકમાં આ ફેશન પૂરબહારમાં ખીલી હતી.
