સામાન્ય રીતે કાન અને નાક વીંધાવવાની પરંપરા યુગો પુરાણી હોવાનું મનાય છે. તમારા ઘરની મહિલાઓને કાન વીંધાવતી, નાક વીંધાવતી જોઈ હશે. એથી વધીને બહુ બહુ તો નાભિ વીંધાવાના અને આઈબ્ર્રો વીંધાવવા વિશે તમે જોયું અને સાંભળ્યું હશે, પરંતુ હવે યુવાનો સગાઈ પછી એંગેંજમેન્ટ રિંગ માટે પણ પિઅરસિંગ કરતા જોવા મળે છે. આ એક નવો જ ટ્રેન્ડ બની ગયો છે. હાથમાં પિઅરસિંગને એક પ્રકારે ચામડીના પિઅરસિંગ જ કહી શકાય છે. જ્વેલેરીના તારથી કે બે ટુકડાંના ઉપયોગથી તે કરવામાં આવે છે. આ પ્રકારના પિઅરસિંગમાં જ્વેલેરીનો એક ભાગ ધાતુનો ફ્લેટ ભાગ હોય છે જે ચામડીની સપાટીમાં શામેલ કરવામાં આવે છે જ્યારે ઉપરોક્ત દેખાતા એક સ્ટડ જેને શરીરના પિઅરસિંગ સાથે અન્ય કોઇ જ્વેલેરીની જેમ બદલી શકાય છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
સુંદર દેખાવા માટે સામાન્ય રીતે મહિલાઓ સ્કીન ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. જોકે શરીરના કયા ભાગ પર તે લગાડવામાં આવી રહી છે અને ક્રીમમાં ક્યા તત્ત્વો છે તેની જાણકારી ક્રીમ લગાવતાં પહેલાં મેળવી જરૂરી હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જો તમે આ બધી બાબતોની અવગણના કરી રહ્યા છો તો તમારે ક્રીમની આડઅસરોનો ભોગ બનવાનો વારો આવી શકે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે દરેક ક્રીમની બજારમાં આવે તે પહેલાં તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમાંથી ઘણી ક્રીમ સરકાર દ્વારા માન્ય માપદંડો પર ખરી ઊતરી શકતી નથી.
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં સ્મિતા કૃષ્ણા ગોદરેજ કોટક વેલ્થ મેનેજમેન્ટ તથા હુરૂનની લિડિંગ વેલ્ધી વુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી અમીર મહિલા બન્યાં છે. રૂ. ૩૦,૨૦૦ કરોડની સંપત્તિ સાથે દેશની બીજા નંબરનાં સૌથી અમીર મહિલા એચસીએલનાં રોશની નાડર તથા ત્રીજા ક્રમે બીસીસીએલનાં ઇન્દુ જૈન છે. ઇન્દુ જૈન રૂ. ૨૬,૨૪૦ કરોડની નેટવર્થ ધરાવે છે. સ્મિતા કૃષ્ણા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ સભ્ય છે. રોશની નાડર એચસીએલના સીઇઓ તથા એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર છે. ૨૮ વર્ષની વયે તેઓ એચસીએલ ગ્રુપનો હિસ્સો બન્યાં હતાં. તેઓ શિવ નાડર ફાઉન્ડેશનનાં પ્રમુખ પણ છે. ઇન્દુ જૈન ટાઇમ્સ ગ્રુપને ચેરપર્સન અને ટાઇમ્સ ફાઉન્ડેશનનાં પ્રમુખ છે. કિરણ મજૂમદાર શો બાયોકોનના ફાઉન્ડર અને એમડી છે. લિસ્ટમાં ચોથા ક્રમે કિરણ મજૂમદાર શો છે. જેમની કુલ નેટવર્થ રૂ. ૨૫,૭૯૦ કરોડ છે. પાંચમા ક્રમે કિરણ નાડર રૂ. ૨૦,૧૨૦ કરોડની નેટવર્થ ધરાવે છે.
આજકાલ બજારમાં અનેક પ્રકારની જ્વેલરી મળે છે. મેચિંગ જ્વેલરી પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. જ્વેલરી માર્કેટમાં દિવસ જાય એમ અનેક પ્રકારની વેરાયટી નવી આવતી હોય છે. જોકે દરેક જ્વેલરી કોઈ સંસ્કૃતિને ઉજાગર કરતી હોય છે. જે દરેક પ્રકારના આઉટફિટ પર પહેરી શકતા નથી. આમ, અમુક જ્વેલરી તમે ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકો અથવા તો વેસ્ટર્ન આઉટફિટ પર. બહુ ઓછી જ્વેલરી એવી હોય છે જે તમે બન્ને ડ્રેસ પર પહેરી શકો છો. જોકે આઉટફિટ કોઈ પણ હોય કે પ્રસંગ કોઈ પણ હોય પામ બ્રેસલેટ કે જ્વેલરી ગમે તે ડ્રેસ કે ગમે તે પ્રસંગે પહેરી શકાય છે. આજે અહીં આ પ્રકારની જ્વેલરી વિશે જણાવીશું. જેને તમે કોઇ પણ પ્રકારના આઉટફિટ પર પહેરી શકો છો.
દરેક સ્ત્રી કે યુવતીનાં કદ કાઠી અલગ અલગ હોય છે. જોકે બજારમાં વસ્ત્રો તો માત્ર માપ પ્રમાણે જ મળે છે. કોઈ એક વ્યક્તિ પર સૂટ થાય એવી જ બીજી વ્યક્તિ પર એ ફેશન સૂટ થાય એ પણ જરૂરી નથી. તેથી દરેક મહિલા અને યુવતીએ પોતાની કદ કાઠી પ્રમાણે કપડાં પર પસંદગી ઉતારવી જોઈએ. અંતે તો વ્યક્તિ પહેરેલાં કપડાંમાં કમ્ફર્ટેબલ ફિલ કરે એ જ મહત્ત્વનું હોય છે.
પચરંગી મહાનગરમાં વસતી ગુજરાતી યુવતી નેહલ ચૂડાસમાએ વર્ષ ૨૦૧૮નો મિસ દિવા યુનિવર્સ તાજ જીત્યો છે. હવે ૨૨ વર્ષીય નેહલ આગામી ડિસેમ્બરમાં બેંગકોકમાં યોજાનારી મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુંબઇમાં ૩૧ ઓગસ્ટે એનએસસીઆઇ ડોમમાં યોજાયેલી શાનદાર ઇવેન્ટમાં તેણે સૌંદર્ય સ્પર્ધાનું આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું હતું. નેહલને મિસ દીવા યુનિવર્સ ૨૦૧૮નો ક્રાઉન ગત વર્ષ ૨૦૧૭ની વિજેતા મિસ યુનિવર્સ શ્રદ્ધા શશીધરે પહેરાવ્યો હતો. મિસ દીવા યુનિવર્સ એક એવું આયોજન છે જેમાં ભારતભરમાંથી અનેક સુંદર યુવતીઓ ભાગ લે છે અને વિજેતા સુંદરી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અદિતિ હુંડિયાને આ સ્પર્ધામાં મિસ દીવા યુનિવર્સ સુપર નેશનલનો ખિતાબ મળ્યો હતો. જ્યારે લખનઉની રોશની શિયોરેન સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ જાહેર થઇ હતી. શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી ઇવેન્ટમાં બોલિવૂડ એક્ટર સુશાંત રાજપૂતે વિજેતા તરીકે નેહલના નામની ઘોષણા કરી હતી.
ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સની અંબર લુક નામની ૨૩ વર્ષની યુવતીને ટેટુ કરાવવાનો ગાંડો શોખ છે. એમણે અત્યાર સુધીમાં ટેટુ અને બોડી આર્ટ પાછળ લગભગ ૧૬૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે રૂ. ૧૦,૯૭,૦૦૦નો ખર્ચ કર્યો છે. તે ૧૬ વર્ષની હતી ત્યારથી ટેટુ કરાવે છે અને છેલ્લાં સાત વર્ષમાં એણે ૫૦થી વધુ બોડી આર્ટ પ્રોસિજર કરાવી છે. તાજેતરમાં જ તેણે કાયમી ધોરણે અંધાપો આવવાનું જોખમ ઉઠાવીને પણ આય બોલને લાઇટ બ્લ્યૂ કરાવ્યા છે. આ પ્રક્રિયા બાદ તે ત્રણ અઠવાડિયા સુધી અંધારામાં હતાં. એના ફ્રેન્ડસ એને ‘બ્લ્યૂ આઇડ વ્હાઇટ ડ્રેગન’ કહે છે કારણ કે એની આંખો અને જીભ પરથી તે ડ્રેગન જેવા દેખાય છે.
તમારા વાળ ઘાટ્ટા, વાંકડિયા અને બરછટ હોય અને જો તમે અનેક પ્રકારના શેમ્પુ અજમાવીને થાકી ગયા હો તો તમે કો-વોશિંગથી સારું પરિણામ મેળવી શકો છો. આ પદ્ધતિ અત્યારે વિશ્વભરમાં અસંખ્ય મહિલાઓ અપનાવી રહી છે. ‘કો-વોશિંગ’ એ ‘કંડિશનર-વોશિંગ’નું જ સ્વરૂપ છે. સાદા શબ્દોમાં કહીએ તો તેમાં કંડિશનરથી વાળ ધોવામાં આવે છે.
ડેગની કાર્લસનની વય ૧૦૬ વર્ષ છે, પણ સ્વિડનમાં તેઓ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. શાહી પરિવાર પણ તેમણે આમંત્રે છે. ટીવી શોમાં અવારનવાર તેઓ ચમકતા રહે છે. ડેગની સમાજના તમામ વર્ગોમાં માનપાન ધરાવે છે તેનું કારણ શું? આયુષ્યની સદી વટાવી ગયા પછી પણ જોવા મળતી તેમની સક્રિયતા. આ ઉંમરે પણ ઇન્ટરનેટ પણ તેઓ એક્ટિવ છે. તેઓ દરરોજ બ્લોગ લખે છે. છ વર્ષમાં તેમના બ્લોગ પર આશરે ચાર લાખ લોકો વિઝિટ કરી ચૂક્યા છે. તેમની ગણતરી સ્વિડનના સૌથી ખુશમિજાજ વ્યક્તિઓમાં થાય છે.
નવરાત્રી અને દિવાળી નજીક હોય ત્યારે સ્ત્રીઓ અગાઉથી જ કપડાં અને ઘરેણા માટેનું પ્લાનિંગ બનાવતી થઈ જાય છે. ગરીબ-તવંગર, શ્યામ શ્વેતથી માંડીને કોઈપણ ધર્મ જાતિ કે વયની સ્ત્રીઓ કોઈ સારો પ્રસંગ આવે તે પહેલાં જ ઘરેણા અંગે પ્લાનિંગ કરતી જોવા મળે છે. હવે તો દરેક વય જૂથની સ્ત્રીઓ માટે તેને કમ્ફર્ટેબલ જ્વેલરી બજારમાં ઉપલબ્ધ છે.
