મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    આંખ પર આકર્ષક મેકઅપથી લાગો અનો...

    નવરાત્રી અને દિવાળી નજીક છે ત્યારે તહેવારોમાં તૈયાર થવા માટે પણ માનુનીઓ ચોક્કસ આયોજન કરતી હોય છે. ખાસ કરીને પ્રસંગે આંખો સૌથી આકર્ષક દેખાય એ માટે વિવિધ પ્રયત્નો કરતી હોય છે. આખા ચહેરા પર ભલે મેક અપ ન કર્યો હોય, પણ આઈ લાઈનર, કાજલ, મશ્કારા થકી આંખો જરૂરથી શણગારી હોઈ છે. સામાન્ય રીતે દરેક યુવતીઓને આંખોનાં વિવિધ પ્રકારના મેકઅપ લુભાવતાં હોય છે. તેમાં આઈ શેડો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

    ટ્રેડિશનલ કાપડનાં ચણિયાચોળીન...

    નવરાત્રી અને પછી દિવાળી અને એ પછી લગ્નગાળો. હવેની સમજદાર યુવતીઓ દરેક પ્રસંગે શોભે અને મલ્ટિપલ યુઝ થઈ શકે તેવા ચણિયાચોળી પસંદ કરતાં શીખી છે. નવરાત્રીમાં તે ટ્રેડિશનલ લુક આપે તો દિવાળી કે લગ્નમાં પણ તે પહેરી શકાય તેવા લહેંગા ચોલી પ્રકારના હોય છે. ખાસ કરીને ટ્રેડિશનલ મટીરિયલ જેવા કે પટોળા, બાંધણી, બનારસી કે સિલ્કનાં ચણિયાચોળી ગમે તે પ્રસંગે પહેરી શકાય. તેથી યુવતીઓ અને સ્ત્રીઓ આ પ્રકારનાં મટીરિયલનાં જ ચણિયાચોળી પહેરતી થઈ છે.

    વાળને કલર કરાવતા પહેલાં આટલું...

    સામાન્ય રીતે લોકો જ્યારે હેર કલર કરાવે ત્યારે ખૂબ જ કનફ્યુઝ થાય છે. આજકાલ હાઈલાઈટ અને કુદરતી રીતે કાળા વાળમાં પણ યુવતીઓ સ્ત્રીઓ મનગમતો વાળનો શેડ કરવા કલર કરે છે. જોકે સફેદ વાળમાં લોકો જ્યારે વાળને કલર કરાવે છે ત્યારે તેમને અનેક જાતના ડર સતાવે છે. કલર બરાબર બેસશે કે નહીં સૂટ થશે કે નહીં? વાળને નુક્સાન તો નહીં થાયને? વગેરે વગેરે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ૧૫થી ૩૦ દિવસે પાર્લરમાં જઇને પોતાના વાળની માવજત કરાવડાવવી પડે છે. આ કામ થકવી નાંખનારું તો છે જ સાથે તેમાં ઝંઝટ પણ બહુ હોય છે. સામાન્ય તેલ અને શેમ્પૂના ઉપયોગથી વાળનો રંગ સામાન્ય થઇ જાય છે માટે અહીં તમને જણાવીશું કે કેવી રીતે કલર્ડ હેરનો જાદુ તમે યથાવત રાખી શકો.

    માનુનીઓનો ટ્રેન્ડી જોલોઃ સ્લ

    આજકાલ સ્લિંગ બેગ્સનું ચલણ માનુનીઓમાં વધતું જોવા મળે છે. કોલેજગર્લથી માંડીને પ્રોફેશનલ મહિલાઓ સ્લિંગ બેગનો શોખથી ઉપયોગ કરે છે. સ્લિંગ બેગ નાનીથી લઈને મોટી સાઈઝમાં મળી રહે છે. તેથી જરૂર પ્રમાણે સ્ત્રીઓ તેને પોતાના વોર્ડરોબનો હિસ્સો બનાવી રહી છે. આપના વોર્ડરોબમાં પ્રિન્ટેડ સ્લિંગ બેગનું સ્થાન આપના તો અચૂક હોવું જોઈએ.

    કોકટેલ જ્વેલરીઃ સેલિબ્રિટીઝથ...

    કોકટેલ જ્વેલરી એટલે કે કોઈ પણ પ્રકારની ધાતુ સાથે સ્ટોન, હીરા, મોતીનું અનોખા પ્રકારનું કોમ્બિનેશન. સામાન્ય રીતે કાનની બુટ્ટી, બાલી અને હેન્ડ બેન્ડ કે રિંગ હવે આ પ્રકારની બની રહી છે જે માનુનીઓ માટે દરેક ફંક્શનની શાન બની ગઈ છે. કોકટેલ બુટ્ટી અને વીંટી જ્વેલરીમાં એવી વસ્તુ છે જેના પહેરવા પછી તમારે બીજી કોઈ જ્વેલરી પહેરવી જ પડે નહીં. હા, પાછી કોકટેલ ઇઅરિંગ અને રિંગને તમે ગમે ત્યાં પહેરી શકો નહીં. કારણ કે તે અત્યંત હેવિ દેખાવ આપે છે. એને નાનો હોય કે મોટો, પણ પ્રસંગ કેટલો મહત્ત્વનો છે એ પ્રમાણે પહેરવામાં આવે છે. કોકટેલ જ્વેલરી વિશે જ્વેલરી એક્સપર્ટ્સ કહે છે કે, કોકટેલ જ્વેલરીમાં ડિઝાઇન બહુ બોલ્ડ હોય છે. આ જ્વેલરી એવી છે જેને તમે ક્યા પ્રસંગે પહેરો છો એની સાથે તમારી પર્સનાલિટી પણ બહુ અગત્યની હોય છે. બીજું, તમે કયા પ્રકારનું ડ્રેસિંગ કર્યું છે એ પણ મહત્ત્વનું છે.

    ટૂથ પેસ્ટથી પણ નિખારી શકાય ત્વ...

    ટૂથ પેસ્ટનો ઉપયોગ આમ તો આપણે દાંત સાફ કરવા માટે જ કરતા હોઈએ છીએ, પણ ટૂથ પેસ્ટથી ત્વચા પણ સાફ કરી શકાય છે. જો ક્યારેક તમે કોઈ જગ્યાએ પ્રવાસમાં ગયા હો અને સાબુ, બોડી શેમ્પુ કે બોડી વોશ લઈ જવાનું ભુલાઈ ગયું હોય તો ટૂથ પેસ્ટ આ ચીજોની જગ્યા લઈ શકે છે. ઉપરથી સાબુ બોડી શેમ્પુ કે બોડી વોશ કરતાં ટૂથ પેસ્ટનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે.

    રોયલ લુક આપતા ચોકર...

    તહેવાર હોય કે ઘરનો પ્રસંગ વસ્ત્રોની સાથે સાથે જ્વેલરીની પણ જુદી જુદી વેરાયટી જોવા મળતી હોય છે અને સરસ મજાના ઘરેણાં વિના તો સ્ત્રીઓને દરેક પ્રસંગ અધૂરાં જ લાગવાના. ગળાના ઘરેણા ચોકરની વાત કરીએ તો ચોકરથી ફેશનપરસ્ત સ્ત્રીઓ અજાણી નહીં જ હોય. ચોકર એવો ગળાબંધ નેકલેસ છે જેને પહેરવાથી દરેક સ્ત્રીને એક રજવાડી ઘરાના જેવો લૂક મળે છે. ઉપરાંત ચોકર લગ્ન સિઝનમાં નવવધૂ માટે પણ એક વિશેષ ઓળખ આપતું ઘરેણું છે. પહોળા ગળાના બોટનેક બ્લાઉઝ કે પછી લોકેટ ઇવનિંગ ગાઉન, લોંગ ફ્રોક, શોર્ટ ફ્રોક, અનારકલી જેવા તમામ હેવી લૂક આપતા પોશાક પછી તે ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન કે પછી ઇન્ડો વેસ્ટર્ન બધાં સાથે ચોકર રોયલ કે વિન્ટેજ લૂક આપે છે. સામાન્ય રીતે વર્ષો પહેલાંના સોનાનાં ઘરેણા પર કુંદનનું કે મીણાનું કામ રહેતું હતું. એ પછી ડાયમંડના ચોકર પણ ઘણા પ્રચલિત બન્યાં. જોકે હવે ચોકર ડાયમંડની સાથે જડતર, પોલકી, મોતી, સ્ટોનની કારીગરી અને ડિઝાઇનવાળા ચોકર પણ જોવા મળે છે.

    દૃષ્ટિહીન યુવતીની ઇચ્છાથી તે

    ઓસ્ટ્રેલિયામાં આવેલા સિડની શહેર નજીકના ક્વિન્સલેન્ડમાં ૨૫મી નવેમ્બરે એક દૃષ્ટિહીન યુવતી સ્ટેફની એગન્યુ અને રોબી કેમ્પબેલના લગ્નમાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. લગ્નમાં આવેલા તમામ લોકોએ પોતાની આંખે પટ્ટી બાંધી હતી. જોકે બધાં આમ કરવા છતાં પણ ખુશ દેખાતા હતા. હકીકતે આંખે પટ્ટી બાંધવા માટે યુવતીએ જ અતિથિઓને વિનંતી કરી હતી. ૩૨ વર્ષની સ્ટેફની એગન્યુ ઇચ્છતી હતી કે લગ્નમાં તમામ લોકો એવો જ અનુભવ કરે જેવો તે પોતે અનુભવી રહી છે. 

    પરંપરાગત પરિધાન સાથે જચે બ્લા

    પરિધાન વિશ્વમાં ફેશન અને ટ્રેન્ડ સતત બદલાતા રહે છે એમાં પરફેક્ટ સ્ટાઇલ શોધવી ખરેખર જ મુશ્કેલ થઈ જાય છે. જોકે આજકાલ પરંપરાગત પરિધાન સાથે નવી ડિઝાઈનનું મેચિંગ એ સહેલો વિકલ્પ છે. આ વિકલ્પથી તમે પરંપરાગત વસ્ત્રો પણ પહેરી શકો છો અને ટ્રેન્ડી પણ લાગો છો. પરંપરાગત સાડી સાથે હાલમાં બોટનેક અને બેકલેસ પેટર્નના બ્લાઉઝ ભારત સાથે સાથે બ્રિટનમાં પણ ઇન ટ્રેન્ડ છે. આ બંને બ્લાઉઝનો લુક પણ જોકે ત્યારે જ આવે છે જ્યારે તમે સાડી પ્રમાણે બ્લાઉઝનું કાપડ અને વર્ક પસંદ કરો. આપણે અહીં પહેલાં બોટનેક બ્લાઉઝની વાત કરીએ.