મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઇનટ્રેન્ડ છે કાંડું શોભાવતાં

    આ વિશ્વની દરેક સ્ત્રીને આભૂષણો પહેરવાનો શોખ વત્તે ઓછે અંશે હોય જ છે. ખાસ કરીને ઘરના ફંક્શનમાં તો સ્ત્રીઓ બને એટલો શણગાર કરવાનું પસંદ કરે છે. એમાં હવે પામ બ્રેસલેટ પહેરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. આમ તો દરેક બ્રેસલેટ હાથના કાંડે જ પહેરવામાં આવે છે, પણ સામાન્ય રીતે પોંચી કે પોંચાનું આધુનિક સ્વરૂપ એવા પામ બ્રેસલેટ હાલમાં મહિલાઓમાં ખૂબ જ પ્રચલિત છે. અગાઉ પોંચો હથેળી પર પહેરાતો હતો. જે પાંચ આંગળીઓ બનીને પંજો થાય છે અને આ પંજા પર પહેરાતા કોઈ પણ અલંકારને પોંચો કહેવામાં આવે છે. અગાઉ બનતો આ પોંચો સિલ્વર અથવા ગોલ્ડનો રહેતો. જે હથેળીના ઉપલા ભાગમાં, આંગળીનાં પાંચ વેઢા સાથે પૂરું કાંડુ કવર કરી લે તેવું આભૂષણ હતું. જેને આજે તેને પામ એક્સેસરીઝ અથવા પામ બ્રેસલેટ કહેવામાં આવે છે અને ભારતની સાથે સાથે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ તેની બોલબોલા છે.

    શુષ્ક સિઝનમાં હોઠની મુસ્કાન જ

    શુષ્ક અને ઠંડા મોસમમાં હંમેશાં ફાટેલા હોઠની સમસ્યા સામાન્ય બને છે. આ મોસમમાં સામાન્ય રીતે લોકો લિપ બામ અને ચેપસ્ટિક્સ ખરીદીને જ વાપરે છે, પણ માર્કેટમાં મળતાં લિપ બામ ક્યારેક સૂટ કરે પણ ખરા અને ક્યારેક સૂટ ના પણ કરે. તો તમે તમને મનગમતા શેડ અને ફ્લેવરમાં જાતે જ લિપ બામ બનાવી શકો છો. ઘરે જ પ્રાકૃતિક લિપ બામ બનાવવાની કેટલીક રીત અહીં હાજર છે.

    ઝાંઝર પાયલ સાંકળા તોડા છડાઃ ના...

    ઝાંઝર, પાયલ કે સાંકળા નામ કેટલાય પણ ઘરેણું એક જ. ત્યાં સુધી કે સાંકળા કે પાયલનાં દેશમાં પ્રાંત પ્રમાણે અલગ અલગ નામ સાંભળવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આને છડા, ઝાંઝર, પાયલ, સાંકળા વગેરે નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ઝુમર કે તોડા કહેવાય છે અને બિહારમાં પાયલ. ઓડિશામાં પાયરી, પોંડલ, પોંજલી, પાતી, પીંજલી અને ઘૂંઘર તો ઉત્તર પ્રદેશમાં પાયલ, છાગલ, પૈજની, લદી કે પાજેબ કહેવાય છે. જમ્મુ-કાશ્મીરમાં તોડા તો મહારાષ્ટ્રમાં સાંખલી અને ઘૂંઘર કહેવાય છે. મધ્ય પ્રદેશમાં તોરા અને પાયલ તો રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં તોડા અને પાજેબ કહેવાય છે. દક્ષિણ ભારતમાં મોટેભાગે કોલુસૂ જેવા નામે પાયલ પ્રચલિત છે. કાચ અને પ્લાસ્ટિકની સાથે ચાંદીનાં સાંકળા, લાકડાના બિટ્સની પાયલ, પંચધાતુની પાયલ, જૂટની બનેલી પાયલ, હાથીદાંતની બનેલી પાયલ, ચામડાંની પાયલનો ક્રેઝ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત એક જ પગમાં પાયલ પહેરવાનો પણ ટ્રેન્ડ હમણાં ચાલી રહ્યો છે.

    બોટમ વેર સાથે કરો પરફેક્ટ મેચિ...

    સામાન્ય રીતે એવી માન્યતા પ્રસરી હોય કે ટોપ કુર્તી કે ટ્યુનિક સાથે માત્ર જીન્સ કે કોટન પેન્ટ્સ જ પહેરી શકાય, પણ હવે નવી-નવી સ્ટાઇલનાં પેન્ટ ટ્રેન્ડમાં છે ત્યારે એની સાથે શું મેચ કરવું એ જાણવું પણ જરૂરી છે. હાલમાં ઘણી જુદી-જુદી પેટર્નનાં પેન્ટ બજારમાં આવ્યાં છે જેના પર ટોપ પહેરવામાં મોટા ભાગની યુવતીઓ કનફ્યુઝ થઈ જાય છે, કારણ કે આ પેન્ટની ડિઝાઇન નોર્મલ કરતાં જુદી હોવાને લીધે એની સાથે રેગ્યુલર કુર્તી, શર્ટ કે ટોપ તો નહીં જ સારાં લાગે. આવામાં જો પરફેક્ટ મેચ ન હોય તો ફેશન-ફિયાસ્કો થઈ શકે છે. બેસ્ટ તો એ જ છે કે મેચ કરવામાં કન્ફ્યુઝન હોય તો એ પહેરવાનું અવોઇડ કરવું અને જો ફેશનમાં રહીને ટ્રેન્ડી લાગવું જ હોય તો જાણી લો કે કેવા બોટમવેર સાથે કેવું ટોપ મેચ કરી શકાય.

    * ઇમ્પીરીયલ લોંજ એન્ડ રેસ્ટોરંટ, એરપોર્ટ હાઉસ, પર્લી વે, ક્રોયડન CR0 0XZ ખાતે ક્રિસમસ પર્વે લંચ, ડિનર અને પાર્ટી માટે ડ્રિંક્સ, કોકટેઇલ, મોકટેઇલ, આથેન્ટીક ઇન્ડિયન અને ઇન્ડો-ચાઇનીઝ કુઝીનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ મિત્રો, સગાં સંબંધીઅો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન પણ કરી શકો છો. સંપર્ક: 020 3583 4760 વધુ માટે જુઅો જાહેરાત પાન ૧૯.

    ઠંડીની સિઝનમાં પહેરો સ્ટાઈલિ

    ધીરે ધીરે ઠંડીની લહેર ચાલી છે. ઠંડીની મોસમ માટે શ્રેષ્ઠ પોશાકમાંથી એક છે ઓવરકોટ. સામાન્ય રીતે મહિલાઓ ઓવરકોટ પહેરવાનું ઓછું પસંદ કરે છે, પણ ખરેખર આ આઉટફિટ ટ્રેન્ડી અને ફેશનેબલ છે. ખાસ કરીને વર્કિંગ વુમન માટે શોર્ટ જેકેટ કે કોટ ઓફિસ આવવા-જવા માટે સારો રહે છે. કોઈ ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું થાય કે ઠંડી હોય ત્યારે તો ખાસ ઓવરકોટ જ પહેરવો એવું ફેશન એક્સપર્ટ્સનું પણ માનવું છે. ઓવરકોટને જે રીતે ફોર્મલ જેકેટ તરીકે ન પહેરી શકાય એ જ રીતે જેકેટને ઓવરકોટ તરીકે નહીં. લાંબા કોટમાં પણ ત્રણ વરાઇટીઝ મલી રહે છે. ઓવરકોટ લાંબો કોટ છે, જેમાં સ્લિવ્સ હોય છે અને એ હૂંફ માટે પહેરાય છે. કોટ અંદર કંઈ બીજું પહેર્યા બાદ એની ઉપર પહેરાય છે. ત્યારબાદ ટોપ કોટ છે, જે ઓવરકોટ કરતાં વજનમાં હલકો હોય છે. તેના પછી આવે છે ગ્રેટ કોટ, જે હેવિ હોય છે. ઓવરકોટ જેવો જ હોય છે, પણ તેનાથી જુદો તરી આવે છે. ઓવરકોટ ખરીદો ત્યારે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ એ જાણી લો.

    યુનિક અને ડિઝાઇનર ઘરેણાં ખરીદ

    હવે એ જમાનો રહ્યો નથી કે સોના ચાંદીના હેવિ ઘરેણા જ પહેરી શકાય. ઇમિટેશન જ્વેલરી સહિતની જ્વેલરી પણ બજારમાં મળી રહે છે અને એ પણ ડિઝાઈનર. જોકે સામાન્ય ઇમિટેશન ઘરેણાં કરતાં સહેજ મોંઘી જ્વેલરીને પસંદ કરતી વખતે થોડી કાળજી રાખવામાં આવે તો દરેક પ્રકારના ડ્રેસિંગમાં શું પહેરવું છે તેની હંમેશાંની મૂંઝવણ પણ દૂર થઈ શકે છે. સોનાનાં વધતા ભાવ જોતાં હવે ટ્રેડિશનલ જ્વેલરી છોડીને લોકોનું ધ્યાન થોડી યુનિક ડિઝાઇનર જ્વેલરી તરફ વળી રહ્યું છે. આમ તો સોનામાં પણ આ પ્રકારની ડિઝાઇનર જ્વેલરી મળી જ રહે છે, પરંતુ સોના કરતાં સસ્તી અને એલિગન્ટ લુક આપતી અમેરિકન ડાયમન્ડની જ્વેલરીની હાલમાં ઘણી ડિમાન્ડ રહે છે. આ જ્વેલરી પોતાની યુનિકનેસથી જાણીતી બની છે. એની એક્સક્લુઝિવનેસ તો જળવાય જ છે, જો તમને પ્રોપર પસંદગી કરતાં આવડે. ડિઝાઇનર જ્વેલરી પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું એ અહીં જોઈએ.

    હોઠની ખૂબસૂરતી જાળવવા આટલું ક

    મોસમ કોઈ પણ હોય તમારા હોઠ કોઈ પણ સિઝનમાં સુકાઈ જવાની સમસ્યા સામાન્ય હોય છે. હોઠ શરીરનું અત્યંત સંવેદનશીલ અંગમાંથી એક છે તે ખૂબ જડ નાજુક હોય છે. તેથી લિપની લવલીનેસ બરકરાર રાખવા માટે અહીં સરળ ઘરગથ્થુ ઉપાયો આપ્યાં છે. ખાસ કરીને ઠંડીમાં હોઠ ફાટવાની સમસ્યા નડતી હોય છે. જરાક અમથી ઠંડી પડે તો પણ એની પહેલી અસર હોઠ પર દેખાતી હોય છે. હોઠની નજાકત અને હોઠની સુંદરતાને બરકરાર રાખવી હોય તો તમારે જાતે જ કેટલીક કેર લેવી પડશે. બદલાતી સિઝનની સૌથી પહેલી અસર હોઠ પર પડે છે એટલે એની જાળવણી વધુ મહત્ત્વપૂર્ણ બને છે.

    સ્ટાઈલિશ લૂક આપતી ટેઈલ કટ કુરત...

    દરેક વયની સ્ત્રીઓ માટે કુરતી પહેલી પસંદગી બની ચૂકી છે. આ કુરતી સ્ટાઈલિશ દેખાવા માટેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગણાય છે. એની સાથે સાથે એ ટ્રેડિશનલ અને ચાર્મિંગ લૂક પણ આપે છે. લૂકની સાથે સાથે કુરતી કમ્ફર્ટેબલ ડ્રેસ સ્ટાઈલ છે. દરેક વખતે ડિફરન્ટ લૂકની શોધમાં રહેતી માનુની માટે કુરતી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે એને સહેલાઈથી મોડિફાઈ અને કસ્ટમાઈઝ કરી શકાય છે. વળી, દરેક પ્રસંગ પ્રમાણે હેવિ અને લો રેન્જમાં કુરતી મળી રહે છે. કોલેજ જતી કોલેજ ગર્લ હોય કે પછી વર્કિંગ વુમન કે પછી પ્રોફેશનલ લૂકમાં રહેતી મહિલા બધા માટે બજારમાં તેમની ચોઈસ પ્રમાણે કુરતી મળી રહે છે. જોકે પ્રોફેશનલ વેરમાં અને પ્રાસંગિક રીતે પણ પહેરી શકાય તેવી ઘણી પેટર્ન અને સ્ટાઈલ કુરતીમાં ઉપલબ્ધ હોય છે. તેમાં ઈન્ડો વેસ્ટર્ન, અલગ કટ્સ અને ડિઝાઈન ધરાવતી કુરતીઓ વચ્ચે અત્યારે ટેઈલ કટ્સ કુરતી મહિલાઓ અને યુવતીઓની ફેવરિટ બની છે. ટેઈલ કટ્સવાળી કુરતીમાં ઘણી બધી ચોઈસ પણ મળી રહે છે. પ્રિન્ટેડ અને હેવિ વર્કવાળી ટેઈલ કુરતી મોટાભાગે ર્જ્યોજેટ મટીરિયલમાં જ વધુ જોવા મળે છે અને તે લગભગ દરેક પ્રસંગે પહેરી શકાય છે.