મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઈન ટ્રેન્ડ છે ઈયર કફ...

    કૌટુંબિક પ્રસંગે, વારે કહેવારે, પ્રોફેશનલ ઈવેન્ટમાં કે ઓફિસે પણ જતાં પહેરી શકાય એવી જ્વેલરી એટલે ઇયર કફ. કાનમાં પહેરાતું આ ઘરેણું પરંપરાગત વસ્ત્રો, વેસ્ટર્ન આઉટફિટ કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ સાથે પણ પહેરી શકાય છે. ઈયર કફ એટલા ટ્રેન્ડી છે કે જેનાથી તમે ક્યારેય પણ જુદા તરી આવો અને સ્ટાઇલિશ પણ લાગો. સામાન્ય રીતે રોજિંદી જિંદગીમાં કોલેજ જતી યુવતીઓ, ઓફિસે જતી માનુનીઓ કે પછી ઘરમાં રહેતી ગૃહિણીઓ જ્વેલરીમાં માત્ર કાનમાં કોઈ ઘરેણું જ પહેરવાનું પસંદ કરતી હોય છે અને એ ઘરેણું ઊડીને આંખે વળગે તેવું પણ ઇચ્છતી હોય છે તેમના માટે ઈયર કફ શ્રેષ્ઠ વિકલ્પ છે. રોજિંદી જિંદગીમાં પહેરી શકાય એવા લાઈટ વેટ ઇયર કફ માર્કેટમાં મળી પણ રહે છે. આ કાનની જ્વેલરી કોઇ પણ ઉંમરની મહિલા પહેરી શકે છે અને તે કાનને એક અલગ ગ્રેસ આપે છે. જે આખા કાનને કવર પણ કરે છે.

    અરેબિક મેક-અપથી બોલશે તમારી આં...

    મેક-અપ કરતી વખતે સૌથી વધુ મહત્ત્વ આંખોના મેક-અપ એટલે કે આઈ મેક-અપ પર જ આપવામાં આવે છે. સામાન્ય રીતે આંખોના શેપ પ્રમાણે જ મેક-અપ એક્સપર્ટ્સ મેક-અપ કરે છે સાથે સાથે તેઓ નવા પ્રકારનો આઈ શેડ કે મેક-અપ પણ અજમાવે છે, પણ જો ક્લાયન્ટને ગમે તો. આ ઉપરાંત કેટલીક માનુનીઓ પોતે પોતાની રીતે જ આઈ મેક-અપમાં નીતનવી સ્ટાઈલ અજમાવે છે. તાજેતરમાં અરેબિક આઈ મેક-અપ ખૂબ જ પ્રચલિત છે. અરેબિક મેક-અપનો લુક થોડો હેવિ હોય છે અને તે અત્યંત ડ્રામેટિક પણ લાગે છે. જોકે તે આઈ સાઈઝ પ્રમાણે યોગ્ય રીતે કરવામાં આવે તો ખૂબ જ ગ્લેમરસ લાગે છે. પાર્ટીઝ કે ફંક્શન્સ માટે આ મેક-અપ સ્ટાઈલ ઘણી પ્રચલિત બની રહી છે.

    પેડલ પર પૃથ્વીની પરિક્રમાઃ ૨૦...

    ભારતની વેદાંગી કુલકર્ણી સાઇકલ પર દુનિયાનું ચક્કર લગાવનારી એશિયાની સૌથી ઝડપી સાઇક્લિસ્ટ બની છે. ૨૦ વર્ષની વેદાંગીએ માત્ર ૧૫૯ દિવસમાં ૨૯,૦૦૦ કિલોમીટર સાઇક્લિંગ કર્યું છે. 

    હેવિથી માંડીને હળવી સ્ટાઈલમા

    ફેશન પરસ્ત સ્ત્રીઓ પરિધાન બાબતે નીતનવા પ્રયોગો કરતી જોવા મળે છેકોઈ પણ પ્રકારની જ્વેલરી સ્ત્રીઓને ખૂબ જ રોમાંચિત કરે છેસોના ચાંદી જેવી ધાતુ ઉપરાંત ઇમિટેશન જ્વેલરી પણ સ્ત્રીઓને મોહિત કરે છેઆ ઉપરાંત નીતનવી ચીજવસ્તુઓમાંથી બનેલી જ્વેલરી પણ સ્ત્રીઓ પહેરે છેજ્વેલરી માર્કેટ દિવસે ને દિવસે ધમધમી રહ્યું છે ત્યારે વાયર જ્વેલરીએ પણ ઘણું આકર્ષણ જન્માવ્યું છેહાલની વાત કરીએ તો વીસ વર્ષની યુવતીઓથી માંડીને ચાલીસથી વધુ વયની સ્ત્રીઓમાં રૂપેરી વાયર જ્વેલરીનું ખાસ્સું આકર્ષણ જોવા મળે છેઆ જ્વેલરી સ્ટાઈલ માટે યંગસ્ટર્સથી લઈને મોટી વયની સ્ત્રીઓ હજારોથી લાખો રૂપિયા ખર્ચતા પણ ખચકાતી નથી.

    ઠંડીની મોસમમાં પ્રસંગે ગરમ કપ

    ઠંડી મહિલાઓ માટે ચિંતાનો સમય પણ ખરો. સજીધજીને લગ્નમાં જવાનો એક બાજુ ઉત્સાહ, ઉમંગ તો બીજી બાજુ ઠંડી સામે રક્ષણ કઈ રીતે મેળવવું એ પ્રશ્ન. તમારા સાડી અને લહેંગા જેવાં મોંગા આઉટફિટ્સ પર સ્વેટર કે જેકેટ પણ ગમે નહીં. ઠંડી લહેરોમાં તમે વુલન ક્લોથ્સ ન રાખીને માંદા પડવા પણ ન જ ઇચ્છો તો પછી શું કરવું શું? અહીં આપેલી કેટલીક સાદી ટિપ્સ અજમાવી જુઓ. તમે આકર્ષક અને ખૂબસૂરત તો લાગશો જ સાથે તમારે ઠંડીમાં ઠૂઠવાવું પણ પડશે નહીં.

    લેમન મેનિક્યોરથી હાથની ત્વચા

    મહિલાઓ અને યુવતીઓ ખાસ કરીને ચહેરાની ત્વચાની વધુ માવજત કરતી હોય છે. ફેશિયલ ક્લિન અપ દ્વારા તેઓ ચહેરાને ચમકતો રાખે છે. ઘરકામ કરવાથી કે હાથ હંમેશાં ખુલ્લા રહેવાથી હાથની ત્વચા સૂકી બનતી હોય છે. હાથમાં ઓછી તેલ ગ્રંથિ હોવાને કારણે આપણી આંગળીઓ બહુ જલ્દી સૂકાઇ પણ જાય છે. રોજ ધૂળ અને માટીના સંપર્કમાં આવતા આપણા હાથને એક સારા મેનિક્યોરની જરૂર રહેતી હોય છે. જેનાથી નખની યોગ્ય દેખરેખ થઇ શકશે અને તે ચમકીલા બનશે. તમે ઇચ્છો તો તમારા ઘરમાં પણ મેનિક્યોર કરી શકો છો. જેમાં વધુ સમય પણ લાગતો નથી અને બહુ ખર્ચ પણ થતો નથી. વળી, તે અત્યંત પ્રભાવશાળી પણ રહેશે.

    વિશ્વ વિખ્યાત ‘એપલ’ની વાર્ષિ

    આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફેમના એક અભ્યાસ મુજબ વિશ્વસ્તરે મહિલાઓ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટ્રિલિયન ડોલરનું કામ તદ્દન નિઃશુલ્ક એટલે કે ‘મફત ધોરણે’ કરે છે. આવકની આશા વગર કરવામાં આવતા આ પ્રકારના કામની કિંમત દુનિયાની સૌથી મોટી કંપની ‘એપલ’ની વાર્ષિક કમાણીથી ચાર ગણું વધારે છે. 
    ભારતમાં મહિલાઓ ઘર અને બાળકોની સારસંભાળ લેવાનું જે કામ કરે છે તે દેશની જીડીપીના ૩.૧ ટકા ભાગ છે. પ્રતિ દિવસ શહેરોની મહિલાઓ ૩૧૨ મિનિટ અને ગામડાંઓની મહિલાઓ ૨૯૧ મિનિટનો સમય એવા કામ પર ખર્ચ કરે છે જેની એમને કોઇ આવક કે ભથ્થું મળતું નથી. 

    હેવિ ડ્રેસ સાથે કેવી રીતે પહેર...

    લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે દરેક લગ્ન પ્રસંગે નવું શું પહેરવું એ અંગે મહિલાઓમાં ખાસ ગૂંચવણ રહે છે. તેનું સોલ્યુશન એ છે કે બ્રાઇડલ લહેંગા સાથે અલગ અલગ રીતે દુપટ્ટા પહેરવા માટેની કેટલીક રીત અહીં આપવામાં આવી છે. ભારતીય પારંપારિક ડ્રેસની સુંદરતા એની વિવિધતામાં રહેલી છે પછી એ સાડી હોય કે તમારાં મોંઘાં ચણિયા-ચોળી. તમારી પર્સનાલાઇઝ્‌ડ ફેશન સ્ટાઇલ માટે તમે એ અલગ - અલગ રીતે પહેરી શકો. તમારા લગ્ન હોય કે તમારી નિકટની કોઇ વ્યકિતના તમે ખૂબસૂરત અને આકર્ષક દેખાવાનું પસંદ કરો. તમારા લહેંગા સાથે દુપટ્ટાને સહેલાઇથી જુદી જુદી રીતે કઇ રીતે ડ્રેપ કરી શકાય તે આવો જાણીએ.

    પ્રોફેશનલ પાસે જ આઈબ્રો પિયર્

    દુનિયાની કઈ યુવતી કે મહિલા એવી હશે જેને પોતાની સુંદરતામાં વધારો કરવાની ઇચ્છા નહીં થતી હોય? સામાન્ય રીતે વિશ્વની પ્રત્યેક યુવતી કે મહિલા કુદરતી રીતે તો સુંદર દેખાવા માટે પ્રયત્ન કરે જ છે, પણ વિવિધ ઘરેણા, શરીર પર ટેટુ - છુંદણા કે પિયર્સિંગથી પણ પોતાની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે. ખાસ કરીને કિશોરીઓ અને યુવતીઓમાં શરીરના કોઈક ભાગે છુંદણા કરાવવાનો અને કાન-નાક સિવાયના ભાગને વિંધાવીને ત્યાં નાનકડું ઘરેણું પહેરવાની ફેશન પૂરબહારમાં ખીલી છે. દેશવિદેશમાં બોલ્ડ લુક માટે આઈબ્રો પિયર્સિંગનો હમણાં ટ્રેન્ડ ખીલ્યો છે. સામાન્ય રીતે દીકરી નાની હોય ત્યારે જ તેના નાક - કાન વિંધાવી લેવામાં આવે છે. સામાન્ય રીતે કોલેજમાં જતી યુવતીઓ અલગ તરી આવવા માટે તો ક્યારેક શોખ ખાતર આઈબ્રો વિંધાવે છે અને પછી નાનકડી રિંગ પહેરવાનું પસંદ કરે છે.

    તમારા સૌંદર્યને આપે નિખારઃ ટ્

    વિશ્વની એવી કઈ મહિલા કે યુવતી હોય જેને ઘરેણામાં રસ ન પડે? દરેક મહિલા અને યુવતીને તે બાળકી હોય ત્યારથી કંઈક ને કંઈક ઘરેણું પહેરવું ગમતું હોય. કાનમાં ઈયરિંગ તો પાંચ સાત વર્ષની બાળકીથી લઈને વયોવૃદ્ધા પહેરે, પણ ખાસ પ્રસંગ માટે પણ પ્રસંગને અનુરૂપ જ્વેલરીનું કલેક્શન રાખવાની મહિલાઓની આદત હોય છે. સોના હીરાના વધતા ભાવના કારણે તેનું મનભાવન કલેક્શન તો રાખી શકાય નહીં, પણ તેના ઓપ્શન પણ જરૂર મહિલાઓ શોધી લે છે.