મહિલાઓને નીતનવી જ્વેલરી પહેરવી પસંદ હોય છે. સસ્તી સુંદર અને ટકાઉ જ્વેલરી જે ખોવાય તો પણ વધુ નુક્સાન ન થાય તેવી જ્વેલરી પર સામાન્ય રીતે યુવતીઓ અને મહિલાઓ ઝડપથી પસંદગી ઉતારતી હોય છે એવી જ એક પ્રકારની જ્વેલરીમાં કાપડની જ્વેલરીનો સમાવેશ થાય છે. વળી કાપડની જ્વેલરીની ખાસ વાત એ પણ છે કે તેનાથી મહિલાઓને શરીર પર એલર્જી થતી નથી. તે રોજિંદા જીવનમાં પણ પહેરી શકાય છે. જાતે જ જ્વેલરી બનાવવાનો શોખ જે યુવતીઓને કે મહિલાઓને હોય તેમના માટે રોજેરોજ નીતનવા ઓપ્શન પણ રેડી થઈ શકે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કિલ યુનિવર્સિટીના સંશોધકોએ લગ્ન અને હાર્ટએટેક વચ્ચેના સંબંધ વિશે કરેલા અભ્યાસ પ્રમાણે, વિવાહિત લોકોને હાર્ટએટેકના જોખમમાં ૪૦ ટકાનો ઘટાડો થતો હોય છે. જે કુંવારા હોય છે તેમને હાર્ટએટેકનું ૪૦ ટકા વધારે જોખમ રહે છે. વિવાહિતોને સ્ટ્રોકની પણ ઓછી અસર થાય છે.સંશોધકોએ કહ્યું કે રિલેશનશિપમાં વિવાહિત રહેનારાઓને માનસિક તાણનું જોખમ ઓછું રહે છે.
મોટા ભાગના માતાપિતા એ વાતનો સ્વીકાર કરે છે કે બાળકો તેમનામાં તંગદિલી વધારે છે. હવે એ વાતનો પણ સ્વીકાર થયો છે કે બેથી વધુ બાળકો માતાની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. મહિલાને જેમ જેમ વધુ બાળક ધરાવતી થાય તેમ તેમ હૃદયરોગનું જોખમ વધતું હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસના તારણમાં દાવો થયો છે.
વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતાં વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો. વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય સંભાળ કરવી જોઈએ. શું તમે જાણો છો કે દરરોજ ૧૦૦ વાળ ખરવા સામાન્ય વાત છે, પણ જો આનાથી વધારે વાળ ખરવા લાગે તો તમારા વાળને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તમારા વાળને યોગ્ય પોષણ આપવું જરૂરી છે. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અપનાવી શકાય છે. આમ પણ પ્રાકૃતિક ઉપચાર જ ઉત્તમ ઉપચાર હોય છે અને આવામાં સૌથી સારી વાત એ છે કે આની કોઇ આડઅસરો પણ નથી હોતી. તો આવો જાણીએ ખરતા વાળ રોકવા માટે કયા ઘરેલું નુસખા ફાયદાકારક છે.
હેલો કંચનબેન પેલી નર્સ તમારો કોન્ટેક્ટ નંબર માંગે છે તો તેને આપુ ?
હરીશભાઈએ બાહુ જ અનંદમાં વાત કરતા મને પુછ્યું. હું તો થોડી કન્ફ્યુઝ થઇ ગઇ! હરીશભાઇ એ તુરંત જજ કહ્યું કે 'એ તો એમનું બ્લડ સુગર લેવલ ૭.૪ હતું, તે ઘટીને અત્યારે ૪.૭ થઇ ગયું એટલે ડાયાબિટીસ સ્પેશ્યાલીસ્ટ નર્સ તેમની ડાયાબીટીશની દવા બંધ કરવાનું કહે છે.
એક સમય હતો જ્યારે નખને ડ્રેસ સાથે મેચીંગ થાય તેવા કે કોન્ટ્રાસ્ટ રંગથી રંગી દેતાં એટલે વાત પૂરી થઇ જતી હતી. જોકે હવે જમાનો છે નેઇલ પેઇન્ટ્સનો. હાથની દરેક આંગળી પર નવા કલર પૂરતી જ વાત સીમિત નથી, તેમાં પણ વિવિધ ડિઝાઇન, કલર-કોમ્બિનેશન અને સ્ટાઇલની બોલબાલા છે.
પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે. ફોર્બ્સે આપબળે ધનવાન બનેલી અમેરિકન બિઝનેસ વુમનની યાદી જાહેર કરી હતી. જેમાં ૧.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતીય બિઝનેસ સાહસિક મહિલા જયશ્રી ઉલાલ ૧૮મા ક્રમે હતાં અને અન્ય ભારતીય બિઝનેસવુમન નીરજા શેટ્ટી એક અબજ ડોલરની સંપત્તિ સાથે ૨૧મા ક્રમે હતાં. ૧૯૬૧માં લંડનમાં જન્મેલાં જયશ્રી ઉલાલનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં થયું હતું. જયશ્રી અમેરિકામાં અરિષ્ઠા નેટવર્ક નામની કંપનીના સીઈઓ છે. નીરજા શેટ્ટી ૬૩ વર્ષના છે અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આઉટ સોર્સિંગ કંપની સિંટેલના વાઈસ પ્રેસિડેન્ટ નીરજા શેટ્ટીએ આ કંપની ૧૯૮૦માં તેમના પતિ સાથે મળીને સ્થાપી હતી.
આઉટફિટ ઇન્ડિયન હોય, ઇન્ડો વેસ્ટર્ન હોય કે પછી પરંપરાગત ટ્રેડિશનલ હોય દરેકમાં કોલ્ડ શોલ્ડર સ્લિવ શોભે છે. સામાન્ય રીતે કેટલાંક કપડાં ફેશન વર્લ્ડમાં કે માત્ર ફેશન શોના રેમ્પ પર જ પહેરી શકાય. રોજિંદા જીવનમાં એ કપડાં કેરી કરવામાં અઘરાં હોય છે એટલું જ નહીં, ફેશનેબલ કપડાં પહેરવા ઇચ્છતી સામાન્ય યુવતીઓ માટે પણ એ પહેરવાં શક્ય નથી હોતાં જોકે કોલ્ડ શોલ્ડર સ્લિવ્ઝ કોઈ પણ યુવતી કે મહિલા કોઈ પણ પ્રસંગે આસાનીથી પહેરી શકે છે એ પણ કોઈ જ સંકોચ વિના.
ગુજરાતી પરિવારનાં પૂજા જોશીની અમેરિકી અવકાશ સંસ્થા ‘નાસા’માં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક થઈ છે. ગયા અઠવાડિયે ‘નાસા’એ કુલ છ વ્યક્તિની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક કરી હતી, જેમાં પૂજાનો પણ સમાવેશ થાય છે.
વર્ષો પહેલાંથી વાળને સુવ્યવસ્થિત રીતે ગૂંચ કાઢવા અને ઓળવા માટે કાંસકાનો ઉપયોગ થાય છે, પરંતુ હવે આપણે જાણીએ જ છીએ કે કાંસકાનો ઉપયોગ હેર સ્ટાઈલ કરવામાં પણ કરાય છે. વાળના જે રીતે વિવિધ પ્રકાર હોય છે, તે જ રીતે કાંસકાના પણ વિવિધ પ્રકાર હોય છે. એટલું જ નહીં વિવિધ સ્કાલ્પ, હેર સ્ટાઇલ અને વાળના પ્રકાર મુજબ કાંસકાનો ઉપયોગ કરવો વાળ માટે પણ હિતાવહ હોય છે. કાંસકા તો અનેક પ્રકારના હોય છે, પણ તેનો યોગ્ય ઉપયોગ સમજવો પણ જરૂરી હોય છે. કાંસકામાં લાકડાનો કાંસકો, મેટલ જેવી વગેરે ધાતુના કાંસકા બનતા હોય છે. મહિલાઓ હેરસ્ટાઇલ કરવા, સિમ્પલ વાળ ઓળવા, ગૂંચ કાઢવા વગેરે જેવી વસ્તુઓ માટે વિવિધ પ્રકારના કાંસકાનો ઉપયોગ કરે છે, કાંસકા વિના વાળ સારી રીતે ઓળવા શક્ય નથી. તો આવો આ કાંસકાની વિવિધતા વિશે માહિતી મેળવીએ.
