કે્ઝ્યુઅલ વેરમાં સામાન્ય રીતે હવે યુવતીઓ અને મહિલાઓ કુર્તી પર પસંદગી ઉતારે છે. કુર્તીને કેઝ્યુઅલ કે પ્રોફેશનલી પહેરવામાં આવે છે. કુર્તી માટે આમ તો લોંગ, સ્ટ્રેટ, ડબલ લેયર, ટ્રેલ કટ, અંગરખા, અનારકલી, ઇન્ડો-વેસ્ટર્ન, ફ્લોર લેન્થ, કફ્તાન વગેરે સ્ટાઇલ બજારમાં ઉપલબ્ધ જ છે. પહેલા માત્ર ઘરમાં રહેતી મહિલા જ કૂર્તી પહેરવાનું પસંદ કરતી અને જ્યારે બહાર ત્યારે સાડી કે ડ્રેસ જ પહેરવાનું પસંદ કરતી હતી. પરંતુ હવે ઘરમાં રહેતી, ઓફિસ જતી કે કોઇ પ્રસંગમાં જતી મહિલા કૂર્તી પહેરવાનું પસંદ કરે છે. પહેલાંની વાત કરીએ તો માત્ર એ લાઇન કુર્તી જ બજારમાં મળતી, પણ હવે તો વિવિધ ડિઝાઇનની જોઇએ એ પ્રમાણેની સાઈઝની અને ડિઝાઇનની કુર્તી બજારમાં ઉપલબ્ધ હોય છે. કોલેજ જતી યુવતીથી લઇને ઓફિસ જતી યુવતીઓ માટે ઓફિસ વેઅર માટે કે પછી કોઇ પાર્ટી માટે બધી જ સ્ટાઇલની કુર્તી મળે છે, પણ ક્યા પ્રસંગે કેવી સ્ટાઇલની કુર્તી પહેરવી એ પણ ફેશન યુગમાં મહત્ત્વ ધરાવે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
છેલ્લા ૧૪ વર્ષથી પૂણેમાં રહેતી મારલ યાઝરલુ બાઇક પર ૩૫ દેશો ફરી છે. ૩૬ વર્ષની મારલ હાલમાં યુરોપ પ્રવાસે છે અને ઓગસ્ટમાં ભારત પરત ફરશે. મારલ મૂળ ઇરાનની છે, પણ ૨૦૦૪માં એમબીએ કરવા ભારત આવી હતી. તેને ભારતમાં એટલું ગમી ગયું કે એમબીએ કરી લીધા પછી તે અહીં જ સ્થાયી થઇ ગઇ. પછી તો તેણે પૂણે યુનિ.માંથી માર્કેટિંગમાં પીએચડી કર્યું. ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર હતી, પણ તેને ૯થી ૫ની રૂટિન જોબમાં રસ નહોતો. તેને પ્રવાસ ગમતો તેથી બાઇક પર તે દુનિયા ફરવા નીકળી પડી.
સર્વાઇકલ કેન્સર એકમાત્ર એવું કેન્સર છે જેનાથી બચવા માટેની રસી ઉપલબ્ધ છે. HPV વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યા પછી તે ચેપને કેન્સરમાં પરિણમતાં દસેક વર્ષ લાગે છે. જો આ સમયમાં પેપ સ્મિયર નામના ટેસ્ટ કરાવાય તો કેન્સર થતું અટકાવી શકાય છે.
તમારી સુંદરતામાં તમારા નખ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. નેલપોલિશથી કરેલા નખથી તમારી સુંદરતા વધુ વધે છે. કેટલાક લોકોને નેલપોલિશ પસંદ હોતી નથી તો પણ તેમણે એમના નખની સુંદરતા તરફ તો ધ્યાન આપવું જ જોઇએ. નખને રંગવા તમારી સ્ટાઇલ ન હોય તો તમે તેને શેપમાં કરી લાઇટ કલરની નેઇલપોલિશ પણ કરી શકો છો. જો તમારી પણ સ્ટાઇલ જરા જુદી હોય તો તે માટે પણ ઘણા ઓપ્શન્સ છે.
બ્રિટન સહિત વિશ્વભરમાં ૨૩ એમિલી ડેવિસન બ્લોગર તરીકે પ્રખ્યાત છે. એમિલી પોતાનો બ્લોગ લખે છે અને યુટ્યૂબ ચેનલ ફેશનિએસ્ટા પણ ચલાવે છે. એમિલી દોઢ વર્ષની હતી ત્યારે સેપ્ટો-ઓપ્ટિક ડિસપ્લેજિયાનો શિકાર બની હતી. આ ડિસઓર્ડર આંખોની રોશની અને મેટાબોલિઝમને પ્રભાવતિ કરે છે. આ કારણથી એમિલીની જમણી આંખની પૂરી રોશની જઇ ચૂકી છે અને ડાબી આંખમાં માત્ર ૧૦ ટકા રોશની છે. તેમ છતાં એમિલીનો જુસ્સો બુલંદ છે. તેણે એ કર્યું કે જે તેને પસંદ હતું. હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સથી માંડીને યુટ્યૂબ પર તેના હજારો ફોલોઅર્સ છે.
દરેક મહિલા અને યુવતીઓને નીતનવા ઘરેણાં પહેરવા ખૂબ જ પસંદ હોય છે. તેમના ઘરેણાંના વોર્ડરોબમાં અનેક જાતની અને યુનિક ચીજવસ્તુઓ હોય તો તે તેમને ખૂબ જ ગમે છે. લાકડા, પથ્થર, જ્યુટથી માંડીને લોકોમાં આજકાલ વાંસના ઘરેણાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. સૌથી સારી વાત એ છે કે વાંસના ઘરેણાં સસ્તા સુંદર અને ટકાઉ હોય છે અને તે ટ્રેડિશનલ તથા યુનિક પણ લાગે છે.
જ્યુટનો અર્થ થાય છે, શણ, કંતાન. લોકોમાં સામાન્ય રીતે એવી માન્યતા પ્રસરેલી હોય છે કે કોઈ પણ ચીજ ભરવા માટે કંતાન કે શણનો ઉપયોગ થાય, પરંતુ હવે વાગતા ખૂંચતા કંતાન પર પ્રોસેસ કરીને તેને મુલાયમ બનાવવામાં આવે છે અને તેમાંથી અનેક જીવન જરૂરિયાતની ચીજો પણ બનાવાય છે જે રોજિંદી જિંદગીમાં વાપરતાં સ્ટાઈલિશ પણ લાગે છે અને યુનિક પણ લાગે છે. આજે આપણે શણના જૂતાંની વાત કરીશું.
સામાન્ય રીતે દરેક મહિલાને સૂટ કરતો હોય તેવો ડ્રેસ હોય તો તે છે મેક્સી ડ્રેસ. નાની બાળકીથી લઈને યુવતીઓ અને મહિલાઓને આ ડ્રેસ જચે છે. આજકાલ મેક્સી ડ્રેસમાં પણ અનેક સ્ટાઈલ જોવા મળે છે. જેમકે એ લાઈન, અનારકલી, સ્ટ્રેટ, ફિશ કટ વગેરે વગેરે. મેક્સી ડ્રેસ ફિટિંગવાળો પણ ઘણી યુવતીઓ અને મહિલાઓ પહેરે છે અને કેટલીક સ્ત્રીઓ ફિટિંગ વગરનો પણ મેક્સી ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. મેક્સી ડ્રેસ સામાન્ય રીતે ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતા હોય છે. તે ટ્રેડિશનલ લુક પણ આપે છે અને તે સ્ટાઈલિશ વેસ્ટર્ન લૂક પણ આપી શકે. મેક્સી ડ્રેસને પ્રસંગ પ્રમાણે પહેરવા માટે તેનું કાપડ કેવું સિલેક્ટ કરો છો તેના પર મુખ્ય આધાર રહે છે. જોકે સામાન્ય રીતે તમે લાંબો મેક્સી ડ્રેસ એવો પસંદ કરો કે જે તમારા ફિગર પર બરાબર ફિટ બેસે.
સામાન્ય રીતે એવું બને છે કે લોકો પોતાના ચહેરાની સુંદરતાને સાચવી રાખવા પાછળ મહેનત કરતા હોય છે, પણ બોચી કે ગરદન માત્ર નહાતી વખતે જ સાફ કરી નાંખવા પૂરતું ધ્યાન આપતા હોય છે. આપણા શરીરમાં કેટલાક એવા અંગો હોય છે જેની પર આપણું ધ્યાન જતું નથી અને તેની ત્વચા ખરાબ થઇ જાય છે. ગરદન પણ એમાંથી એક છે. તેથી જ કેટલીક મહિલાઓ ગરદનની કાળાશથી પરેશાન રહે છે. ગરદનની કાળાશ પણ દૂર કરવા પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. ચહેરાની સુંદરતામાં ગરદનની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે.
પ્રખ્યાત હિરોઈન અને મોડેલના ડ્રેસિસની હવે ઓનલાઈન હરાજી થતી પણ જોવા મળે છે અને તેની ફર્સ્ટ કોપી પણ માનુનીઓ પહેરતી જોવા મળે છે. રેમ્પ વોક, ફેશન શો કે ફિલ્મોમાં હિરોઈન દ્વારા પહેરાતાં આઉટફિટ હવે આસાનીથી કોઈપણ માનુની અપનાવે છે. સામાન્ય રીતે હાલમાં કેપ સ્ટાઈલના ક્લોથ્સ હિરોઈન અને રેમ્પ શોમાં વધુ જોવા મળે છે આ પ્રકારના ડ્રેસ માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. કેપ સ્ટાઈલને આપ વનપીસ ડ્રેસ, ટોપ, શર્ટ, કુર્તી, પાર્ટી ગાઉન, એથનિક ગાઉન, અનારકલી ડ્રેસ, ચણિયાચોળી એમ વિવિધ સ્વરૂપે મળી રહે છે. કેપ વનપીસમાં અલગ-અલગ કટ્સથી ફેશનમાં અને આઉટફિટમાં વૈવિધ્ય મેળવી શકાય છો. એ-લાઈન અને સ્ટ્રેટ કટમાં કેપ સ્ટાઈલ સુંદર લાગે છે.
