ઘણાં લોકોની જીંદગી બચાવવામાંમદદરૂપ બનેલા બર્ટનના પ્રેરણાદાયી મહિલા સર્જન ડો. જ્યોતિબેન શાહનું મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના ભાગરૂપે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા સન્માન કરાયું હતું. બર્ટનની ક્વીન્સ હોસ્પિટલના માત્ર બે મહિલા સર્જન પૈકીના એક ડો. જ્યોતિબેનને બ્રિટનમાં મહિલાઓએ કરેલી વિશિષ્ટ અને યશસ્વી કામગીરી માટે સન્માનિત કરાયા હતા.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટની આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલમાં આર્ટ અને ટેક્સટાઈલ ટીચર તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય એન્ડ્રીયા ઝફિરાકોઉને વિશ્વના શ્રેષ્ઠ ટીચરનું એક મિલિયન ડોલર (૭૧૭,૦૦૦ પાઉન્ડ)નું ટીચીંગ પ્રાઈઝ મળ્યું હતું. દુબઈની ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કીલ્સ ફોરમ દ્વારા પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ તેમને આ ઈનામ અપાયું હતું.
સામાન્ય રીતે ટીનેજ તથા યંગ ગર્લ્સને ચહેરા પર ખીલના ડાઘ રહી જવાનો ભય સતાવતો હોય છે. ચહેરા પર ખીલના ડાઘ અને નાક પર બ્લેકહેડના થવાથી યુવાનો ચિંતામાં રહે છે. ચહેરા પર ડાઘ કે બ્લેકહેડનું કારણ પેટની ખરાબી, ખોરાકની અનિયમિતતા, પૌષ્ટિક તત્ત્વોની કમી અને પ્રદૂષણ જેવા અનેક કારણો હોય છે. અહીં અમે તમને ખીલ કે ત્વચા પરના કાળા ડાધ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છીએ.
આપણે સહુએ એક યા બીજા સમયે જોયું - જાણ્યું હશે કે જ્યારે પણ કંઇ જોખમ જેવું જણાય છે કે તરત પ્રાણીઓ એ સ્થળેથી ભાગી જતા હોય છે. પરંતુ જો આ સમયે સાથે સંતાન હોય તો માતા એ સંતાનના રક્ષણ માટે દુશ્મન સાથે લડી લેતી હોય છે! પ્રાણી હોય કે માનવી, માતા તો માતા જ હોય છે અને તે સંતાનના રક્ષણ માટે જાનની બાજી લગાવી દેતી હોય છે. આ માતૃપ્રેમનું રહસ્ય શું?
ફેશન એક્સપર્ટ કહે છે કે દરેક પ્રસંગને અનુરૂપ અલગ અલગ પ્રિન્ટની બાલબાલા હોય છે. જો તમારે કોઈ ઈવનિંગ પાર્ટીમાં જવાનું હોય તો તમારા આઉટફિટને તે પ્રમાણેનો લૂક આપવો જોઈએ. તેવા સમયે ડ્રેસમાં શિફોન, જ્યોર્જેટ, નેટ, ઓર્ગેજા જેવા મટીરિયલ પર ફેબ્રિક પ્રિન્ટને ટ્રાય કરવામાં આવે તો તે વધારે ખીલી જાય છે. ભારત એવો દેશ છે કે અહીં દરેક પ્રાંત પ્રદેશ પ્રમાણે તેના મટીરિયલ, પેટર્ન અને વર્ક જોવા મળે છે. જેમ કે ગુજરાતની બાંધણી, પટોળા પ્રિન્ટ. રાજસ્થાની લહેરિયા પ્રિન્ટ, દક્ષિણ ભારતનું કોટન મટીરિયલ, કલકત્તી મટીરિયલ, બનારસી મટીરિયલ વગેરે વગરે પ્રસંગ પ્રમાણે ફેશન એક્સપર્ટ આ મટીરિયલમાંથી સુંદર ડ્રેસ તૈયાર કરી આપે છે. ખાસ કરીને ફ્યુઝન ડ્રેસ હમણાં ઈન ટ્રેન્ડ છે ત્યારે તમે પારંપરિક મટીરિયલ કે પ્રિન્ટમાંથી એ પ્રકારે ડ્રેસ તૈયાર કરાવી શકો છો.
શાટિન જ્યોર્જેટ તથા શિફોન મટિરિયલ ફ્લોઈંગ હોવાથી તે પહેરવાની અલગ જ મજા છે. આ મટિરિયલમાંથી તમારા આઉટફિટ્સ પર ફ્રીલ બનાવડાવશો અથવા તો આવી ફ્રીલ હોય તેવા તૈયાર પોશાકનું સિલેક્શન કરશો તો એકદમ કૂલ પસંદગી બની રહેશે.
ચહેરાની પ્રાકૃતિક રચના પ્રમાણે ચહેરાના દરેક અંગનું પોતાનું અલગ મહત્ત્વ અને સૌંદર્ય છે. ચહેરાના દરેક ભાવને આંખો પ્રદર્શિત કરે છે તેવું કહેવાય છે. આ હાવભાવને પ્રદર્શિત કરવામાં આંખો સાથે આઈબ્રો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચહેરાની સુંદરતાનો અગત્યનો ભાગ આંખો અને ભ્રમર છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં દીપિકા પદુકોણેને અનઆઈબ્રો જોઈને એ ટ્રેન્ડ પણ યુવતીઓ અને મહિલાઓએ હમણાં અપનાવ્યો છે અને કેટલીક માનુનીઓ અનઆઈબ્રો પણ જોવા મળે છે. બોલિવૂડની અભિનેત્રી કાજોલ પણ અનઆઈબ્રો કે બંને ભ્રમર જોડાયેલી રાખતી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેને પણ ઘણી યુવતીઓ કે મહિલાઓ ફોલો કરતી જોવા મળે છે. એ પછી તાજેતરમાં જ પ્રિયા પ્રકાશ વોરિયરની મલયાલમ ફિલ્મના સ્કૂલ સોંગમાં પ્રિયાને ભ્રમરો નચાવતી જોયા પછી સ્કૂલની વિદ્યાર્થિનીઓ – કિશોરીઓ પણ તેના જેવી આઈબ્રોનો શેપ કરાવતી જોવા મળે છે. જોકે બ્યુટિશિયનોનું કહેવું છે કે કિશોરીઓ કે યુવતીઓએ વારંવાર આઈબ્રો સેટ કરાવવી જોઈએ નહીં.
છેલ્લા ૧૪ વર્ષથી પૂણેમાં રહેતી મારલ યાઝરલુ બાઇક પર ૩૫ દેશોનો પ્રવાસ કરી ચૂકી છે. ૩૬ વર્ષની મારલ હાલ યુરોપના કુદરતી સૌંદર્યનો આનંદ લઇ રહી છે અને ઓગસ્ટમાં ભારત પરત ફરશે. મારલ મૂળ ઇરાનની છે, પણ ૨૦૦૪માં એમબીએ કરવા ભારત આવી હતી. તેને ભારતમાં એટલું ગમી ગયું કે એમબીએ કરી લીધા પછી તે અહીં જ સ્થાયી થઇ ગઇ. પછી તો તેણે પૂણે યુનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં પીએચ.ડી. કર્યું. ફેશન ડિઝાઇનિંગ પણ કર્યું. તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર હતી, પણ તેને ૯થી ૫ની રૂટિન જોબ કરવામાં જરાય રસ નહોતો. તેથી એક દિવસ તે બેગ પેક કરીને બાઇક પર દુનિયા ફરવા નીકળી પડી.
ચહેરાની પ્રાકૃતિક રચના પ્રમાણે ચહેરાના દરેક અંગનું પોતાનું અલગ મહત્ત્વ અને સૌંદર્ય છે. ચહેરાના દરેક ભાવને આંખો પ્રદર્શિત કરે છે તેવું કહેવાય છે. આ હાવભાવને પ્રદર્શિત કરવામાં આંખો સાથે આઈબ્રો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ચહેરાની સુંદરતાનો અગત્યનો ભાગ આંખો અને ભ્રમર છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં દીપિકા પદુકોણેને અનઆઈબ્રો જોઈને એ ટ્રેન્ડ પણ યુવતીઓ અને મહિલાઓએ હમણાં અપનાવ્યો છે અને કેટલીક માનુનીઓ અનઆઈબ્રો પણ જોવા મળે છે. બોલિવૂડની અભિનેત્રી કાજોલ પણ અનઆઈબ્રો કે બંને ભ્રમર જોડાયેલી રાખતી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેને પણ ઘણી યુવતીઓ કે મહિલાઓ ફોલો કરતી જોવા મળે છે. એ પછી તાજેતરમાં જ પ્રિયા પ્રકાશ વોરિયરની મલયાલમ ફિલ્મના સ્કૂલ સોંગમાં પ્રિયાને ભ્રમરો નચાવતી જોયા પછી સ્કૂલની વિદ્યાર્થિનીઓ – કિશોરીઓ પણ તેના જેવી આઈબ્રોનો શેપ કરાવતી જોવા મળે છે. જોકે બ્યુટિશિયનોનું કહેવું છે કે કિશોરીઓ કે યુવતીઓએ વારંવાર આઈબ્રો સેટ કરાવવી જોઈએ નહીં.
દૂધનું નામ સાંભળીને આમ તો દરેકનું મોંઢું ઉતરેલી કઢી પીધી હોય એવું થઈ જાય છે, પણ ખરેખર તો મુરઝાયેલા સૌંદર્યને નિખારવા માટે દૂધ અકસીર છે. કેમિકલ યુક્ત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવા કરતાં કે અન્ય કોઈ રીતે સુંદર દેખાવાનો પ્રયત્ન કરવા કરતાં દૂધનો ઉપયોગ વધુ લાભદાયી ગણાય. એ વાતમાં બે મત નથી કે સ્વસ્થ શરીર ધરાવતી માનુનીઓની બાહ્ય સુંદરતા આપોઆપ ઝળકે છે. તેની પાછળ દૂધ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જેનું આરોગ્ય સારું ન હોય તે લાખ પ્રયત્ન કરે તોય કાયમી સુંદરતા ન મેળવી શકે. આપણા સૌંદર્યને નિખારવામાં દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર બાહ્ય સૌંદર્ય માટે નહીં, પણ આંતરિક સુંદરતા માટે પણ દૂધ લાભકારી છે. સ્વાભાવિક રીતે જ આંતરિક સૌંદર્ય એટલે કે સ્વસ્થ શરીરને કારણે ચહેરા પર પણ દૂધના સેવનથી ચમક આવે છે.