‘બેટા, મારી સાથે જ સ્ટેજ પર ઊભા રહો અને અભિવાદન ઝીલો...’ જુનિયર એટલે કે શિષ્યા એવી નૃત્યાંગનાને તેના ગુરુએ મંચ પર કહ્યું અને શિષ્યાની પ્રસ્તુતિને ઉપસ્થિત દર્શકોએ વધાવી. પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સૂર્યદેવની પૂજા-અર્ચના માટે શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઊજવાતો હતો. આ ઊત્સવને જીવંત રાખવા દર વર્ષે ૧૯૯૨થી મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મોઢેરા સૂર્યમંદિરમાં ઊજવાય છે ઊત્તરાર્ધ મહોત્સવ.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘આ દીકરીઓ ગરીબ છે, આપણે થોડાં ગરીબ છીએ..? આ વાક્યો મેં મારી જાતને કહ્યા અને સમૂહ લગ્નનું કામ ઉપાડ્યું.’ આ શબ્દો તાજેતરમાં ઉચ્ચાર્યા હતા જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે. અવસર હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાના પોંઢા ગામની નજીક યોજાયેલા સમૂહ લગ્નોત્સવનો. પૂ. શરદભાઈ વ્યાસની પ્રેરણાથી આ સમારોહ સાંઈ ગાર્ડનમાં સમભાવ સત્સંગ પરિવાર દ્વારા આયોજિત કરાયો હતો. ૫૧ નવયુગલો આ લગ્નમાં જોડાયા હતા.
‘ડેડી, મારે તમને કંઈક કહેવું છે...’ કહીને રડી પડી ધ્વનિ. ડેડીએ કહ્યું, ‘બેટા, કાંઈ પ્રોબ્લેમ છે?’ જવાબમાં ફરી ડુસકું મૂકતાં કહ્યું, ‘તમારી ને મારી ઈચ્છા પ્રમાણે...’ આટલું બોલીને ફરી રડી પડી. ડેડીની ચિંતા ઔર વધી કે આને કોઈ હેરાન કરે છે? ઘરમાં કોઈ એને વઢ્યું છે..? આ બધા પ્રશ્નો અને તેના જવાબો છેક ખેંચી જાય છે ધ્વનિના જન્મના સમય સુધી.
‘બેટા, કાલે આપ્યું હતું તે મેટર ટાઈપ થઈ ગયું?’ મણીભાઈએ પુત્રવધૂને પૂછ્યું. ‘હા પપ્પા, એ તો કાલે જ થઈ ગયું ને આજે આવેલું મેટર પણ હમણાં પૂરું થશે’ છાયાએ ઉત્સાહિત અને પ્રેમાળ સ્વરે વિવેકી ભાષામાં જવાબ આપ્યો.
‘ના બેટા, હવે આટલા વર્ષો બાદ આ ઊંમરે ફરીથી મુંબઈ મહાનગરમાં રહેવાનું મન ના ફાવે... હું અમદાવાદમાં જ બરાબર છું.’ બંકિમભાઈએ દીકરી-જમાઈને કહ્યું. ‘તો પછીનું આયોજન અમે વિચારી રાખ્યું છે, અમે મુંબઈ છોડીને અમદાવાદમાં સ્થાયી થઈશું.’ દીકરી-જમાઈએ જવાબ આપ્યો.
‘કહું છું સાયેબ, આ તમે મને કવર આલ્યું એમાં તો મોટી રકમ છે. મારે આટલા બધા ના લેવાય.’ ફોનમાં હિતેશે હિમાંશુને કહ્યું. વાત લગ્નગાળાના સમયની છે. દરેક મા-બાપ હંમેશાં એવું ઈચ્છતા હોય છે કે દીકરા-દીકરીના લગ્ન શ્રેષ્ઠ રીતે અને આયોજનબદ્ધ થાય. હિમાંશુએ પણ પોતાના પરિવારનો આવો જ એક પ્રસંગ આનંદપૂર્વક ઉકેલ્યો હતો અને એમાં જ્યાં લગ્ન થયા એ જગ્યાની સાર-સંભાળ રાખનાર હિતેશને એણે લગ્નના બે-ચાર દિવસ પછી મીઠાઈ-કપડાં તથા રોકડ રૂપીયાનું એક કવર આપ્યું હતું. રાજી થઈને આ કવર આપીને એ નીકળી ગયો પછી એકાદ કલાકે હિતેશે આ કવર ખોલ્યું...
‘પપ્પા-મમ્મીના દામ્પત્યજીવનની આપણે અનોખી ઉજવણી કરવી છે.’ દર્શકે પત્ની રીનાને કહ્યું અને તેમાં ઉમળકાપૂર્વક સૂર પૂરાવતા પપ્પા-મમ્મીને ખબર ન પડે એમ રીના પણ દામ્પત્યજીવનના ૫૦ વર્ષની ઊજવણી દ્વારા પપ્પા-મમ્મીને યાદગાર ભેટ આપવામાં જોડાઈ ગઈ.
‘આ પુસ્તકો મારા કબાટમાં મેં સમજીને જ મુક્યા છે, મારા વાંચવા માટે...’ સ્તુતિએ મમ્મીને કહ્યું ને મમ્મીને નવાઈ લાગી. ધોરણ અગિયાર પાસ કરીને હવે બારમા કોમર્સમાં એ આવી હતી એટલે એના પુસ્તકોનો કબાટ અને નોટબુકો, ટ્યુશનના ચોપડાને સ્કૂલના ચોપડા - આ બધું જ મમ્મી નવેસરથી ગોઠવી રહી હતી. દરમિયાન તેમણે જોયું કે આ પુસ્તકોની સાથે હનુમાન ચાલીસા, હનુમંત દર્શન, સુંદર કાંડ, હનુમંત ચરિત્ર જેવા પુસ્તકો પણ સાથે પડ્યા હતા.
‘આવો, તમને એક મસ્ત ફકીર સાથે પરિચય કરાવું’ એડવોકેટ અશોક દામાણીએ એમના મિત્રને કહ્યું. ગામડું હોય કે શહેર, ખૂણે-ખાંચરે પડેલા-માનવતાનું કાર્ય કરનારા, સમાજ માટે સમર્પિત લોકોને સમાજના બહોળા વર્ગ સુધી લઈ જવાનું, એમને સન્માનવાનું ઉમદા કાર્ય અશોકભાઈ જાગૃતજન ટ્રસ્ટના માધ્યમથી કરી રહ્યા છો. એમણે આપેલા પેલા ફકીરનો પરિચય અને તેની વાત મિત્ર
એ પ્રેમથી સાંભળી.
‘આ બધું સાંભળ્યા પછી સમજાય છે કે આપણે ઉપેક્ષિતોને બહુ અન્યાય કર્યો છે...’ ‘આ લોકોના સંઘર્ષોની વાત સાંભળીને હચમચી જવાય છે, તો જેમણે ભોગવ્યું છે એમની દશા કેવી હશે..?’ ‘કહેવાતા વિકસિત સમાજે ઉપેક્ષિતોને અસુરક્ષિતતાને અવહેલના જ આપ્યા છે...’
