‘એવોર્ડ મને મળે છે. મારા ઝભ્ભાને નહીં.’ ધરમશી બાપાએ મારી માતાને એ સમયે કહ્યું હતું. મસ્કતના ખુશનુમા વાતાવરણમાં મિત્ર હેમંત સુરૈયા સાથે અમે અશ્વિનભાઈ ધરમશીના ભવનમાં બેઠા હતા અને તેઓ એમના પિતાજીના સ્મરણો યાદ કરી રહ્યા હતા.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘હવે આ ઉંમરે તમારે વળી શેનું બ્યુટી પાર્લરમાં જવાનું કે હેર સ્ટાઈલિસ્ટને ત્યાં જવાનું હેં?!’ કોમ્યુપ્ટર પર પોતાનું કામ કરતાં કરતાં, મારા ચહેરાની સામે પણ જોયા વિના, મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં ઠાવકાઈ સાથે મિલનમામાએ કહ્યું.
લગન અને એય પાછા સ્મશાનમાં? ના હોય... પણ થયા હતા ને પૂજ્ય મોરારિબાપુએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે ૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ગામના સ્મશાને બેન્ડવાજા સાથે વરરાજાની જાન આવી પહોંચી ત્યારે ઘડીક તો ગ્રામજનો આશ્ચર્યમાં પડ્યા હતા! લોકો માટે નવાઈની વાત હતી. સ્મશાને વરઘોડો??
‘મારે ડોક્ટર થવું છે’ તેજલ શંકરભાઈ સંગાડાએ કહ્યું. ત્યાં વળી બાજુમાં બેઠેલી મીનાક્ષી ભરતભાઈ ડામોર કહે, ‘મારે બહુ ભણવું છે ને પછી શિક્ષક થઈને છોકરા-છોકરીઓને ભણાવવા છે.’ આ બંનેની જેમ જ અહીં આવેલા શબનમ, શેખ, રાહીલ, જીવા, આયેશા ગાંડા, પૂજા સુમરા, જીજ્ઞા સોલંકી, ઉર્વશી ગોહિલની આંખોમાં પણ એમની ઊજળી શૈક્ષણિક કારકિર્દીના સપનાં દેખાઈ રહ્યા હતા.
‘મારા પપ્પાને નિયમિતરૂપે તમાકુ ખાવાનું અને વખતોવખત દારૂ પીવાનું વ્યસન છે, એમના વ્યસનોમાંથી હું તેમને છોડાવી શકું એવી શક્તિ મને આપો અને તેઓ વ્યસનોમાંથી છુટી શકે તેવી સદબુદ્ધિ તેમને આપો...’ ગામડાગામની એક દીકરી રમાએ લખેલી આ વાત છે. વાચકને પ્રશ્ન થાય કે લખ્યું છે કોને? આપની જિજ્ઞાસાનો જવાબ શોધવા એ ગામડાં અને એ પરિવાર સુધી પહોંચવું પડે તેમ છે.
‘તમે બોર્ડના પ્રથમ દસમાં આવ્યા, બહુ એક્સાઈટેડ હશો નહીં? ટીવી ચેનલના પ્રતિનિધિએ ઋતાને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ના રે ના, બોર્ડે નક્કી કરેલા સિલેબસ મુજબ મેં તૈયારી કરીને નંબર મેળવ્યો એમાં શું? સિદ્ધિ તો ત્યારે હશે જ્યારે મારા જ્ઞાન ઉપર આધારિત કોઈ સર્જન હું કરીશ.’
‘ડેડી, આવા સરસ ગામડામાં રહેવાનો આનંદ તો કાંઈ ઔર જ છે.’ સ્તુતિએ કહ્યું. ‘અહીંથી હવે પાછા અમદાવાદ જવાનું મન નથી થતું...’ નિશા અને સોલીએ કહ્યું. આવા આવા પ્રસન્નતાથી સભર-આનંદના-ઉલ્લાસના-ઉદગારો એક સ્થળે રવિવારે સવારથી આવેલા મહેમાનો ઉચ્ચારતા હતા. વાંચેલી-સાંભળેલી ગામડાંની કવિતાઓ, ગ્રામ્ય વિસ્તારોના વર્ણનોને આંખોએ જોયેલા આપણા ગામડાનાં એ ખુબસુરત દૃશ્યો અહીં આવનારા પૈકીના કેટલાયને ફરી ફિલ્મની પટ્ટીની જેમ રિવાઈન્ડ થયા.
