‘સર, થોડી વાર અહીં કાર પાસે બહાર આવો ને...’ ડ્રાઈવરે ફોનમાં અતુલને કહ્યું. અતુલ એક ધાર્મિક કાર્યક્રમમાં સત્સંગમાં બેઠો હતો. અચાનક ફોન આવ્યો એટલે એણે સાઈલન્ટ મોડમાં રહેલો ફોન રીસીવ કર્યો. જવાબ આપ્યો ‘અરે ભાઈ, તમને ખબર છે હું અહીં સત્સંગમાં છું.’ તો પણ ડ્રાઈવરે ફરી એ જ વાત કરી. એટલે અતુલને લાગ્યું કે મામલો કાંઈક ગરબડનો છે અને વિવેક જાળવીને, હળવે હળવે એ સત્સંગમાંથી બહાર આવ્યો.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘બેટા, તારી વાત સાચી છે, પરંતુ જે લોકો આપણા દ્વારા મળતી નિયમિત મદદની રાહ જોઈ બેઠા હશે એમનું શું? પૈસા ગમેત્યારે કમાઈ શકશો પણ બીજાને મદદ કરવાનો અવસર ફરી નહીં આવે એમ માનીને હંમેશા આપતા રહેવાનો ધર્મ નિભાવજો.’ આ શબ્દો જયંતીલાલ ઠક્કરે દીકરા સંજયને કહ્યા અને સંજયને પોતાની ભૂલ સમજાઈ. આ ભૂલ કઈ હતી? કયા સંજોગોમાં એ વાત બની એની જાણકારી માટે ખેડા જિલ્લામાંથી માનસિક પ્રવાસનો આરંભ કરીને કલમની આંગળીએ અમદાવાદ આવવું પડે.
‘દીકરીએ ૯૪ ટકા લાવી સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં અંજલિ આપી...’ વાત છે મૂળ ભાવનગરની અને હવે અમદાવાદમાં સ્થાયી થયેલી ત્વરા વિવેકભાઈ ભટ્ટની. એક વર્ષ પહેલાં જ ત્વરાના પિતા ડો. પ્રો. વિવેકભાઈ ભટ્ટનું અચાનક દુઃખદ અવસાન થયું હતું. ત્વરાના મમ્મી ડો. પ્રો. પ્રીતિબહેન મૈયાણી અને ત્વરાની બહેન ન્યારા માટે જાણે દુઃખનો પહાડ તુટી પડ્યો હતો, પરંતુ સમય સાથે આ દુઃખ ઝીલીને સંઘર્ષ કરવાનું પણ સહુને આવશ્યક જણાયું હતું. ત્વરા અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કરતી થઈ. આયોજનબદ્ધ મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન, પરિવારની હૂંફ, શિક્ષણવિદ્દ નાનાજી ડો. પ્રો. જે. પી. મૈયાણીની પ્રેરણાથી ત્વરા સતત વાંચન ઉપર ધ્યાન આપતી ગઈ. આખું વર્ષ અથાક મહેનત કરી. પરિણામે તાજેતરમાં ધોરણ દસનું બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે તેણે ૯૮.૮૮ પર્સન્ટાઈલ માર્ક્સ મેળવ્યા.
૧૯૮૦ના વર્ષમાં ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આવ્યું. ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થી પુલક ત્રિવેદીને ૫૮ ટકા માર્ક્સ આવ્યા. પિતા શ્રી મનુભાઈ ત્રિવેદીએ કહ્યું, ‘બેટા, મેથ્સ અને સાયન્સના વિષય કરતાં તું અભિવ્યક્તિની દુનિયામાં તારું ભવિષ્ય બનાવ તો સારું. તને ગમશે અને આગળ પણ આવીશ તારા જીવનમાં....’ પિતાજીના આ શબ્દો સાર્થક થયાનું ૩૧ મે ૨૦૧૯ની સાંજે, પોતાના જન્મદિવસે અનુભવી રહ્યા હતા રાજ્ય સરકારના માહિતી ખાતામાં સંયુક્ત માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા અધિકારી અને ‘ગાંધીનગર સમાચાર’ની લોકપ્રિય કોલમ ‘આત્મનાદ’ના લેખક શ્રી પુલક ત્રિવેદી.
‘મમ્મી, હું થાકવા નહિ, ભણવા અને રમવા જાઉં છું.’ દીકરો સ્કૂલ-પ્રાઈવેટ ટ્યુશન અને રમતના મેદાનોમાં સતત પ્રવૃત્ત રહે એટલે ચિંતિત માને દીકરાએ જવાબ આપ્યો. આ દીકરાએ અત્યાર સુધીમાં માત્ર ૧૬ વર્ષની ઊંમરે ૫૦થી વધુ ટ્રોફી, ૩૦૦થી વધુ મેડલ્સ અને અન્ય ઈનામો મેળવ્યા છે. તાજેતરમાં ધોરણ દસમાની પરીક્ષામાં એણે ૫૦૦માંથી ૪૯૪ માર્કસ મેળવ્યા છે. ૨૦૧૯ના વર્ષના છ મહિના પૂરા થવામાં છે ત્યાં સુધીમાં તો આ ભાવનગરી કિશોરે ૨૫ મેડલ્સ મેળવ્યા છે.
‘બિલીવ ઈન યોર સેલ્ફ...’ ‘નિષ્ફળતાઓએ મને લડતા શીખવ્યું...’ ‘ક્રિકેટે મને મારી લાઈફમાં બધ્ધું જ આપ્યું છે...’ ‘ઈટ વોઝ જસ્ટ લાઈક ટચીંગ ધ સ્કાય એન્ડ ફોલીંગ ડાઉન વ્હેન આઈ વોઝ પીક ઓન માય કરિયર’.... ભારતીય ક્રિકેટ ટીમના એટેકીંગ અને મેચવિનીંગ ક્રિકેટર યુવરાજ સિંહના આ શબ્દો હતા, જ્યારે મુંબઈમાં તેણે ૧૭ વર્ષની તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દીની નિવૃત્તિની જાહેરાત કરી. યુવરાજે માતા-પિતાથી લઈને ગ્રાઉન્ડ સ્ટાફ સુધીના મોટા-નાના તમામનો આભાર માનતા કહ્યું કે ‘લાઈફમેં સબ કુછ નહિ મીલતા, સફલતા ઔર ઓપોર્ચ્યુનીટી દોનો નહિ મીલ રહે થે, કન્ફ્યુઝ થા... માય લાઈફ વોઝ લાઈક રોલર કોસ્ટર...’
‘અમારે મન પંચાગમાં ન હોય એવો ઉત્સવ હતો આ...’ લેસ્ટર નિવાસી મહેશભાઈ કહે છે. ‘ભારતના ક્રિકેટરોએ જોરદાર પરફોર્મ કર્યું ને દેશનું ગૌરવ વધાર્યું એના વધામણાં પણ એટલા જ જોરદાર હોય ને!’ લંડનમાં રહેતા વસંતભાઈએ કહ્યું. ક્રિકેટ મેચના વીડિયો કવરેજ સાથે સંકળાયેલા હેમંતભાઈ કહે છે કે, ‘મને તો લાગ્યું કે સેલિબ્રેશન કરી રહેલા બ્રિટિશ ભારતીયો જાણે સવાયા ભારતીય છે.’
‘સાવ સાચ્ચું કહું, જ્યારે ચંદ્રેશ અંકલે મંદિરના દર્શનની અને અજાણ્યા સ્થળ ચીકમંગલુરના પ્રવાસની વાત કરી ત્યારે મને એ ખબર નહોતી કે મને કેટલી મજા પડશે, પરંતુ મને એમના અને અદિતી દીદીના આયોજનમાં વિશ્વાસ હતો કે તેઓ જે કાંઈ ગોઠવે એ ઉત્તમ જ હોય અને મારો વિશ્વાસ સાચ્ચો જ પડ્યો... અમે જે આનંદ કર્યો એ અદભૂત હતો.’
ટ્રીન ટ્રીન.....ના ના, એ જમાનો હવે લગભગ પુરો થવામાં છે. એટલે કે લેન્ડલાઈન ફોન હવે બહુ ઓછા ઘરોમાં રહ્યા છે. હવે તો કોમ્પ્યુટર અને ટીવી પણ સ્માર્ટ ફોનમાં સમાઈ ગયા છે. આવા સ્માર્ટ ટાઈમમાં, સ્માર્ટ રીલેશનો વચ્ચે કહો કે વર્ચ્યુઅલ સંબંધોમાં જીવતા લોકો વચ્ચે પણ કેટલીક લાગણીથી લથબથ ઘટનાઓ બને છે ત્યારે લાગે છે કે જિંદગી સાચ્ચે જ જીવવા જેવી છે ને માણસો પણ એટલા જ પ્રેમથી આજે ય ભીંજવી દે એવા છે.
‘અરે, ઐસે કિસી અનજાન કો આપ ઘરમાં ટીવી દેખને કે લીયે કૈસે હાં કરતે હો?’ સીમાભાભીએ રૂદ્રીને કહ્યું અને રૂદ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘આપ અપની જગહ બિલ્કુલ સહી હો, મગર હમ ભરોસા રખનેવાલે હૈ ઔર હર એક કો માનવ કે સ્વરૂપ મેં દેખતે હૈ...’ રૂદ્રી એના માતા-પિતા અને ભાઈ સાથે અમદાવાદના સમૃદ્ધ વિસ્તારમાં રહેતી હતી. પાંચ માળનો એનો ફ્લેટ હતો. એક બ્લોકમાં ૨૦ એમ કુલ મળીને ૮૦ ફ્લેટની નાની અને જૂની એની સોસાયટી હતી. સોસાયટીના લોકોમાં સંપ અને એકતા પણ ખૂબ સારાં હતાં. સહુ સુખ-દુઃખમાં, આનંદ-ઉત્સવમાં એકબીજાને પડખે ઊભા રહેતા હતા. સરવાળે એ વિસ્તારમાં સોસાયટીની ઈમેજ ઘણી સારી હતી અને તેમાં રહેવું એ આનંદનો અવસર ગણાતો હતો.
