અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘લ્યો, બોલો, આપણે જ્યાં જઈએ છીએ એ ગામનું નામ પણ કોઈને ખબર નથી.’ ‘અલ્યા ધ્યાન રાખજો, આપણે ફરવા આવ્યા છીએ, દેવદર્શનની ટુરમાં નહીં હોં!’ વાચકો સાચ્ચું જ સમજ્યા છો. વાત દિવાળી વેકેશનના પ્રવાસની છે. આપણે પ્રવાસપ્રેમી પ્રજા છીએ, ઉત્સવો ઉજવવા આપણને ગમે છે, નોકરી-ધંધામાંથી રજાઓની ગોઠવણી કરીને યોગ્ય સમયે - યોગ્ય સ્થળે સ્વજનો અને પ્રિયજનો સાથે નાના-મોટા પ્રવાસો આપણે ગોઠવી જ લઈએ છીએ. આ મિત્રોએ પણ ચારેક મહિના પહેલા દિવાળીની રજાઓમાં કોઈ હીલ સ્ટેશન જવાનું પ્લાનિંગ કરી નાંખ્યું હતું. ટ્રેન-પ્લેનની ટીકિટો પણ લઈ લીધી હતી. સ્થળ પસંદ કર્યા હતા ઉત્તરાખંડમાં નૈનિતાલ અને આસપાસના સ્થળો.

    ‘હું સાત વર્ષથી નિયમિત આ પુસ્તક મેળામાં આવું છું. શિક્ષક છું ને વિદ્યાર્થીઓને પણ અહીં આવવા માટે આગ્રહ કરું છું.’ મૌરેયા ગામના શિક્ષક ત્રિભુવન રાઠોડે કહ્યું. ‘અમે દર વર્ષે મારી આસપાસ રહેતા વિદ્યાર્થીઓને લઈને આવીએ, પુસ્તક મેળાના તમામ કાર્યક્રમો માણીએ છીએ.’ નવા વાડજની શિક્ષિકાએ કહ્યું. ‘અમે અમેરિકાથી આવીએ તો હવે પુસ્તક મેળો હોય એ દિવસોમાં આવવાનો પ્રયત્ન કરીએ છીએ.’ ડો. બ્રહ્મભટ્ટે કહ્યું અને એમના જેવો જ ધ્વનિ સંભળાયો લંડનથી આવેલા પત્રકાર જ્યોત્સનાબહેન શાહની વાતમાં.

    ‘આપણે કોઇનું ઝૂંટવીને રોજી મેળવીએ, તો ઇશ્વર આપણને માફ નો કરે!! સાચી વાત ને!’ આવો એક સંવાદ અનિકેતના કાને પડ્યો... સવાર સવારના જાણે ધર્મ-કર્મનો સમન્વય નજર સામે સાક્ષાત થઇ ગયો હોય એવું એને લાગ્યું. એકચ્યુલી, વાત એમ હતી કે, એક લગ્નપ્રસંગે અમદાવાદથી સૌરાષ્ટ્રના કોઇ શહેરમાં જવાનું હતું. વહેલી સવારે ઊઠીને, સેવા-પૂજા કરીને એ તૈયાર થયો. દીકરીને બારમાં ધોરણની પરીક્ષા હતી એટલે એના ટ્યુશન સ્કૂલ અને લેસનમાં ક્યાંયે અટકાવ ન આવે એની કાળજી રહે એ માટે એની પત્ની ઘરે રોકાવાની હતી. એના મમ્મીને થયું કે ચાલ, હું લગ્નમાં આવું તો સામાજિક સંબંધો સચવાય અને સારું લાગે એટલે તેઓ પણ જોડાયા. અનિકેત અને એના મમ્મી જવાની તૈયારી કરતા હતા. ખાનગી લકઝરી બસમાં એમના બુકીંગ પણ થઇ ગયા હતા. મમ્મીએ પૂરી કાળજી સાથે લગ્નની ગીફ્ટ અને અન્ય સામાન ચેક કરી લીધા હતા.

    ‘સાહેબ, પાય લાગું, મારા વંદન સ્વીકારો...’ આટલું કહીને એક યુવાન ઝુકીને વંદન કરવા નમી પડ્યો ને પેલા બંને નવાઈ પામ્યા કે આ યુવાન છે કોણ? મરુ ભૂમિ રાજસ્થાન... પહાડોની, તળાવોની, શૌર્યની, રાજા-રજવાડાંની ભવ્ય ઈતિહાસની, મહેલો અને બાગ-બગીચાઓની ભૂમિ... પધારો મ્હારે દેશ... પંક્તિ આજે વિશ્વભરમાં જાણીતી બની છે. રાજસ્થાનની ધરતીની ભવ્ય આતિથ્ય-સત્કારની પરંપરાને કારણે વિશ્વભરના ધનકુબેરો અહીં આવીને એમના પરિવારના માંગલિક અવસરો ઊજવે છે અને એ રીતે સામા પક્ષે સાવ સામાન્ય માણસ પણ રાજસ્થાનમાં આવીને પ્રવાસનની મોજ માણે છે. પ્રેમ અને પ્રસન્નતાથી-શક્તિ અને ભક્તિથી, કોઠાસૂઝ અને કળાના વિવિધ સ્વરૂપોથી ભર્યા ભર્યાં છે અહીં લોકો...

    ‘ડેડી, આ શું લખ્યું છે?’ દીકરી સ્તુતિએ કહ્યું... ‘તમે આટલું તો ગુજરાતી વાંચી શકો છો બેટા, જાતે વાંચો.’ જવાબ આપ્યો ડેડીએ. ‘અરે પણ અહીં નામની જગ્યાએ તારીખ લખી છે, આપણા દૂધવાળાભાઈએ એમ કહું છું.’ વાત એમ બની હતી કે બાજુના ગામથી ઘરે દૂધ આપવા રોજ એક ભાઈ આવતા હતા. વહેલી સવારે સાડા પાંચ-છ વાગ્યે તો આવી જ ગયા હોય. ડોરબેલ વાગે એટલે દૂધ લઈ લેવાનું અને એક કાર્ડમાં તે લખી આપે કે કેટલું દૂધ લીધું. દર મહિને એ મુજબ સરવાળો કરીને પૈસા ચુકવાય. આજે અચાનક દીકરીનું ધ્યાન પડ્યું કે નામની કોલમમાં એમણે તા. ૧-૧૨-૨૦૧૮ લખી છે. એટલે દીકરીએ આમ જ પૂછ્યું હતું.

    ‘દીદી, તમારી પાસે જે કલર્સ, પેનના આ સેટ છે, તેનો ઉપયોગ થઈ જાય પછી તમે મને આપશો?’ રવિએ એની સાથે અભ્યાસ કરતી સિનિયર છોકરી ઝીલને પૂછ્યું અને ઝીલના મનમાં વિચારો શરૂ થયા. કયા વિચારો? શા માટે? અને આખરે પરિણામ? આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઘટનાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે.

    ‘સર, સાચું એ છે કે હું જ આ છોકરાઓ જોડે વાતો કરતો હતો, એટલે સજા તો મને પણ મળવી જોઈએ...’ વિદ્યાર્થીએ ટીચરને કહ્યું અને વિદ્યાર્થીની ઈમાનદારી અનુભવીને ટીચર દંગ રહી ગયા. આ વાત એક શાળાના વર્ગખંડની છે, જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા. એમના રોજિંદા ક્રમ મુજબ શિક્ષકો આવતા ને ભણાવતા. એક દિવસ એવું થયું કે બે પિરિયડ વચ્ચે કોઈ ગેપ પડ્યો અથવા રિસેસનો સમય હતો. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વાતોએ વળગ્યા હતા. એ વિદ્યાર્થીઓમાં નરેન્દ્ર નામનો એક વિદ્યાર્થી પણ હતો. સ્વભાવગત લીડરશીપના, આદર્શ વક્તાના ગુણો એનામાં હતા. એ વાતો શરૂ કરે એટલે તેને સાંભળનાર એકચિત્ત થઈને સાંભળ્યા કરે. બધા જાણે ધ્યાનમગ્ન થઈ જાય. અહીં પણ એવું જ થયું.

    ૨૬ જાન્યુઆરીઃ પૂર્ણ પ્રજાસત્

    ‘૨૬મી જાન્યુઆરીનો દિવસ એટલે દાદા-દાદીને વહેલી સવારે ટીવી સામે ગોઠવાઈ જવાનો દિવસ...’ આવું ચાર્મીએ હસતાં હસતાં કહ્યું એટલે દાદા બોલ્યા, ‘બેટા, પ્રજાસત્તાક પર્વ એટલે આપણા હૃદયમાં રાષ્ટ્રીય ભાવના જગાડતું પર્વ... સ્વતંત્રતાસંગ્રામમાં શહીદી વહોરનારને વંદનનું અને બંધારણની રચના કરનારાના સ્મરણનું પર્વ છે...’ ને પછી દાદાએ ચાર્મી સાથે જાણે ગોઠડી માંડી.

    ૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ની સવારે અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલા પ્રોફેસર્સ કોલોનીના ‘સજ્જન સ્મૃતિ’ બંગલામાં મીડિયાના મિત્રોની અને શુભેચ્છકોની ભીડ હતી. લોકકલાવિદ્ જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી એવોર્ડ મળ્યો એ માટે શુભેચ્છા પાઠવવા સહુ આવી રહ્યા હતા. ત્યારે વારે વારે જોરાવરસિંહ એક વાત કહેતા હતા કે, ‘મારા લોક કલાકારોએ અને એમની કલાએ મને જગતના ચોકમાં મૂકી આપ્યો છે...’ સાહજિકરૂપે વ્યક્ત થતી એમની નમ્રતા પર સહુ ઓવારી ગયા હતા. કસુંબલ રંગના કસબી સર્જક, લોકવિદ્યા, લોકસાહિત્ય, લોકસંગીત, લોકકલા, લોકસંસ્કૃતિના ઉપાસક જોરાવરસિંહ જાદવ એક વ્યક્તિ નથી, હરતીફરતી યુનિવર્સિટી છે. સ્વયં એક સંસ્થા છે.

    ‘અરે! ક્યાં ખોવાઈ ગઈ છે તું? લોકો તારા ગીતને વધાવી રહ્યાં છે અને વન્સમોર - વન્સમોર કહી રહ્યા છે...’ નીલે એની પત્ની નિલિમાને કહ્યું ત્યારે એકાએક જાણે ટ્રાન્સમાંથી બહાર આવી હોય એમ નિલિમાને લાગ્યું અને તાળીઓને પ્રતિસાદ આપતાં ફરી ગાવાનું શરૂ કર્યું. અમદાવાદની નિલિમાનો ઉછેર શહેરના પોશ ગણાતા વિસ્તાર સેટેલાઈટમાં થયો હતો. અભ્યાસકાળ દરમિયાન ભણવા ઉપરાંત સંગીતમાં, એમાંય વિશેષરૂપે ગાયનમાં, એને રસ પડ્યો. મમ્મી-પપ્પાએ પ્રોત્સાહન આપ્યું. યોગ્ય ટીચર્સ પાસે તાલીમ લીધી અને શાળા-કોલેજોના કાર્યક્રમોમાં ધીમે-ધીમે નિલિમા ગાયિકા તરીકે ગીતો રજૂ કરતી ગઈ અને પ્રતિભાનો પરિચય વિસ્તારતી ગઈ.