અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘અરે, ખરા માણસ છે આ! હમણાં કહેતા હતા કે હું આ રૂપિયાની રકમ પરત લેવા નથી આવ્યો, ને મેં આપી તો પાછી આભાર આભાર કરતા લઈ પણ લીધી!’ આવો મનોમન સંવાદ સુજાતાએ પોતાની જાત સાથે એક ક્ષણ માટે કર્યો. હજુ એ કાંઈ વિચારે એ પહેલાં અપૂર્વે એક બોક્સ જેવું એના ટેબલ પર મુક્યું એટલે એ વધુ ચમકી... આ શું છે? વાત ગણો કે ઘટના, સાવ નાની છે, વ્યક્તિગત બે પાત્રો વચ્ચેની છે પરંતુ એમાંથી ઊઠતા તરંગો એટલા જ રસપ્રદ અને પોઝીટીવ છે.

    આ પંક્તિઓ જેમના માટે લખાઈ એવું એક વ્યક્તિત્વ એટલે મૂળ નાર ગામના અને હાલ અમદાવાદસ્થિત કિરીટભાઈ પટેલ... જેમને સહુ કિરીટ શ્રીહરિ તરીકે ઓળખે છે. એમના સમગ્ર જીવનમાં નજર માંડીએ તો સમાજ માટે, સત્સંગ માટે અને સ્વવતન માટે એમણે સમય અને લક્ષ્મી સમર્પિત કર્યા છે. સદાબહાર, સતત આનંદમય, સ્ફૂર્તિલા અને એવરગ્રીન મિજાજના માણસ એટલે શ્રીહરિ. ધર્મના-માનવતાના-સમાજના-સંગઠનના અનેક કાર્યો દ્વારા એમણે પારિવારિક સભ્યોના સાથ અને સહકારથી સેવાના અવિરત કાર્યો કર્યા છે.

    ‘છોકરાવને હવે રજાઓમાં પણ ઘરે જવાનું નથી ગમતું. કલ્પના ન કરી શકો એટલો સુધારો એમની જીવનશૈલીમાં થઈ ગયો છે.’ હિલ સ્ટેશન સાપુતારામાં મોડી સાંજે વહેતી ઠંડી હવાની લહેરખીઓ વચ્ચે સંસ્થાના ટ્રસ્ટી શ્રી દુર્લભજીભાઈ ગોયાણી આનંદ સાથે કહી રહ્યા હતા.

    ‘કાકા, મને સમજાતું નથી કે તમે આટલી સમૃદ્ધિ હોવા છતાં કેમ રોજ આમ રીક્ષામાં જ બેસો છો?’ રીક્ષાચાલક કનુ નામના યુવાને ૬૦-૬૫ વર્ષના કાકાને કહ્યું. ‘અરે બેટા, હુંયે રીક્ષાવાળો જ છું, તારી જેમ રીક્ષા જ ચલાવતો હતો... લાંબી વાત છે. ચાલ, પહેલા ઘરે લઈ જા.’ રમણિકભાઈએ જવાબ આપ્યો. બંને હસ્યા. રીક્ષા સ્ટાર્ટ થઈ. પશ્ચિમ અમદાવાદના માર્ગો પરથી પસાર થતા થતા એક બંગલા પાસે ઊભી રહી. રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યા. એ જતો હતો તો એને રોક્યો. કાકાએ ચોકીદારને કહ્યું, ‘આ કનુને અંદર લઈને આવ’ રીક્ષાવાળો ચોંકી ગયો.

    કાશીમાં રામાનંદજી સ્નાન કરવા જઈ રહ્યા હતા. નદીના ઘાટ પર પગથિયાં ઉતરતા ઉતરતા એમનો પગ ત્યાં સુતેલા કબીર દાસને સ્પર્શી ગયો. એમના મુખથી રામ રામ શબ્દ નીકળ્યા. આ શબ્દને કબીરે દીક્ષામંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. કબીર લખે છેઃ ‘હમ કાશી મેં પ્રગટ હુએ, રામાનંદ ચેતાયે’. કબીરે ગુરુ મહિમાના અનેક દોહા લખ્યા એમાંના એકનું સહજ સ્મરણ ગુરુપૂર્ણિમાના મહિમાગાન સમયે થાય.

    અરે, પણ પાસપોર્ટ નહિ આવે તો આપણે ટુરમાં કેમ કરીને જશું?’ ‘આટલા બધાની ટિકિટ કેન્સલ કરાવો તો એના કેટલા પૈસા કપાય?’ ‘કાંઈક કરવું પડશે, પણ કરીએ તોયે શું?’ આ અને આવા પ્રશ્નો જુદા જુદા વ્યક્તિઓ-પરિવારના સભ્યો એક પછી એક બોલી રહ્યા હતા. સહુના ચહેરા પર અને મનમાં પણ ઉચાટ હતો. ચિંતા હતી, લાંબા સમયથી પરિવારના સભ્યો જે ટુરની ઈચ્છા રાખીને બેઠા હતા એ આખીયે ટુરમાં એક વ્યક્તિનો પાસપોર્ટ જ ન હતો.

    ‘હવે આ બધું થોડા દા’ડા ભઈ, ફરી પાછું એનું એ જ થઈ જશે. જ્યાંને ત્યાં વાહનો વાહનો જોવા મળશે. જોજો...’ તો મિત્રએ કહ્યું, ‘બકા, ત્યારની વાત ત્યારે, અત્યારે ઘરમાંથી પહેલા હેલ્મેટ લઈને પહેર, પછી સ્કુટર ચલાવ..’ આ અને આ પ્રકારના અનેક સંવાદો અત્યાર અમદાવાદના ઘરઘરમાં ચર્ચાઈ રહ્યા છે. જે કાંઈ થઈ રહ્યું છે એને લોકો આવકારી રહ્યા છે. પ્રશ્નો ઊભા થશે અને સાચી મુશ્કેલી હશે તો એના પણ રસ્તા નીકળશે એવો ભરોસો લોકોને તંત્ર ઉપર છે.

    ‘એઈ, અહીં હાથ મુક, જસ્ટ અનબિલીવેબલ યાર, પેલું પેલું, પેલી ફિલ્મમાં થાય છે ને એવું જ થયું યાર....’ પત્ની આનંદમાં ને આનંદમાં બોલી ગઈ. પત્ની એના પતિનો હાથ ઝાલીને અત્યંત ધીમા પગલે વિશાળ બંગલાની લીલીછમ હરિયાળીથી મઢેલી લોન પર જરા ખૂણામાં લઈ ગઈ. ખુરશી પર બેઠી. અત્યંત આનંદ સાથે, વિસ્ફારિત નયને, કૂતુહલવશ હૃદયના અચંબાને ઝીલતા ઝીલતા તેણે પતિનો હાથ હળવે રહીને એના પેટ ઉપર મૂક્યો, જ્યાં ઉદરમાં એનું બાળક ઉછેર પામી રહ્યું હતું. પતિએ હળવે રહીને હાથ મૂક્યો. બાળકના શરીરનું હલન-ચલન અનુભવ્યું અને એ બંનેએ સામે સ્ટેજ પરથી ગીતો પ્રસ્તુત કરી રહેલા ગાયક સામે બંને હાથ ઊંચા કરીને રાજીપો વ્યક્ત કર્યો!

    ભારતરત્ન, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું શરીર ૯૩ વર્ષની ઉંમરે શાંત થયું. આખોય દેશ જાણે નિઃસ્તબ્ધ થઈ ગયો. સહુને લાગ્યું કે પોતાના પરિવારમાંથી કોઈ જતું રહ્યું છે. વેદના-સંવેદના વ્યક્ત થતી રહી વ્યક્તિગતરૂપે અને જાહેર માધ્યમોમાં પણ.

    ‘બેટા, એક ટીવી સિરીયલના સમયે ગામના રસ્તા પર કરફ્યુ હોય ને એવો સોંપો પડી જતો હતો...’ ‘ત્રણ દાયકા થઈ ગયા, થાય છે ફરી એક વાર સમય મળે તેમ તેમ આ ટીવી સિરીયલ જોવી છે...’ આવા અનેક ઉદ્ગારો મિત્રવર્તુળમાં-પરિચિતોમાં સાંભળવા મળ્યા, ‘મહાભારત’ સિરીયલ માટે.