‘કેબીસી શરૂ થયું ત્યારથી જ એમની શાલીનતા સ્પર્શી ગઈ છે...’ ‘એમના સંઘર્ષમાંથી બોધપાઠ લેવો જોઈએ...’ આવા અનેક વાક્યો અને વાતો ફેસબુક પર વાંચવા મળી એ વ્યક્તિત્વ એટલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન. લેખક-ફિલ્મ સમીક્ષક અને મિત્ર સલીલ દલાલે કેનેડાથી તેમના ફેસબુક પેજ પર હમણાં તારીખ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસે એક પોસ્ટ મુકી. તેઓએ લખ્યું છે કે ‘પરોક્ષ રૂપ સે હમ સભી કો શિક્ષા દેનેવાલે આપ કો હમ તો સાષ્ટાંગ પ્રણામ કરતે હૈ, સર જી!’ એમના આર્ટીકલ પર વાત કરીએ તો એમણે શીર્ષક આપ્યું છે ‘KBC શાલીનતા કી પાઠશાલા...’
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘પપ્પા, મને સ્ટેજ પર બોલવા જવાનું છે. દુનિયાભરના કન્ટેન્ટ રાઈટર થયા, હવે મારા માટે પણ કંઈક લખી આપો.’ કવિશે એના ડેડીને કહ્યું. ‘અલ્યા, પણ વિષય તો કહે...’ પપ્પા ઉવાચ. ‘આ સોસાયટીમાં ગણપતિ ઉત્સવ છે એમાં વકતૃત્વ સ્પર્ધા રાખી છે ને મારે એના વિશે તૈયારી કરીને બોલવું છે ને ઈનામ પણ જીતવું છે....’ કવિશે જવાબ આપ્યો.
‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું. ‘આ મહામાનવે દુનિયાને અદભૂત પ્રેરણાત્મક સંદેશ એમના સમગ્ર જીવનથી આપ્યો છે.’ મહેસાણાના કલાકાર અજય બારોટે કહ્યું. પોરબંદરના કીર્તિમંદિરમાં મુલાકાતીઓ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલચિત્રોને વંદન કરી રહ્યા હતા અને પરિસરની મુલાકાત દરમિયાન સાહજિક સંવાદ કરી રહ્યા હતા.
‘સાહેબ, અમે આવા જ કોઈ ગામડાંના માણહ, બહુ ભણ્યા નહિ, મહેનતનું કામ કરીએ ને રોજી રળીએ, અમારા જેવો સામાન્ય માણસ બીજું કરે પણ શું?’ આવું કહેનાર એક સામાન્ય માણસ એક અસામાન્ય ને અમીટ છાપ મનમાં મૂકી ગયો, એના વિવેકથી અને એની જીવન પ્રત્યેની સમજદારીથી. ધર્મગ્રંથોમાં-સંતવાણીમાં અને મોટીવેશનલ સ્પીકર્સના પ્રવચનોમાં જે વાતો સાંભળવા કે વાંચવા મળે એવી વાતો એક સામાન્ય માણસ બિલ્કુલ સહજતાથી થતી વાતો દરમિયાન કહી રહ્યો હતો એ દિવસે.
તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં અને પાર્ટી પ્લોટોમાં ભવ્ય સ્ટેજ, કાન ફાડી નાંખે એવી અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને ચકાચૌંધ રોશની આકર્ષતા હતા જોનારને... બાજુમાં બેઠેલી સખી ત્રિશલાએ કહ્યું, ‘યાર, આ શહેરમાં ગરબાનો સખ્ત ક્રેઝ છે હોં!’ અહીંની નવરાત્રિ જોયા બાદ લાગ્યું કે એક વાર તો માણસે અહીં ગરબા જોવા અને રમવા આવવું જ જોઈએ.’
‘ચાંદ સી મહેબુબા હો મેરી...’, ‘મેરે પહેલે પ્યાર કે નામ યે ગાના ગા દો દોસ્ત...’, ‘ચાંદ કો ક્યા માલુમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...’ આ ગીતની ફરમાઈશ ઉપર કોઈએ કહ્યું લ્યા આને હજી પ્રેમનો ઘણો પ્રગટ છે હોં! તો કોઈએ વળી વિદેશ ગયેલા પ્રિયતમ માટે ગવડાવ્યું... ‘ચંદા રે મોર પતીયાં લે જા...’ અને એકાએક ઓડિયન્સમાંથી સુરભી સ્ટેજ પર આવી.... માઈક હાથમાં લઈને નીલીમાને જ પૂછ્યું, ‘મેડમ હવે તમે આ તમારા ચાંદ માટે કાંઈ કહો?’
‘ચાલો માણસ બનીએ’ પુસ્તકનું શિર્ષક જ આકર્ષિત કરી ગયું. પહેલી નજરે લાગ્યું કે આપણે માણસ તો છીએ જ! તોયે પાછા માણસ બનવાનું?? પણ સત્ય ઘટનાઓનું સંકલન હતું, જે લેખિકા સોનલ મોદીએ કર્યું છે. એક બેઠકે પુસ્તકની આરપાસ પસાર થઈ જવાનું બન્યું. પુસ્તક વાંચ્યા બાદની અનુભૂતિની વાત આગળ કરીશું.
‘ચાલો માણસ બનીએ’ પુસ્તકનું શિર્ષક જ આકર્ષિત કરી ગયું. પહેલી નજરે લાગ્યું કે આપણે માણસ તો છીએ જ! તોયે પાછા માણસ બનવાનું?? પણ સત્ય ઘટનાઓનું સંકલન હતું, જે લેખિકા સોનલ મોદીએ કર્યું છે. એક બેઠકે પુસ્તકની આરપાસ પસાર થઈ જવાનું બન્યું. પુસ્તક વાંચ્યા બાદની અનુભૂતિની વાત આગળ કરીશું.
‘નાનુ, મને દીવાળીની વાર્તા કહો...’ રાજવીરે કહ્યું. ‘બેટા, તારે વળી શું કામ છે?’ નાનાએ જવાબ આપ્યો. તો રાજવીરે કહ્યું કે એની શાળામાં એક વકતૃત્વ સ્પર્ધા છે અને માટે એના ટીચરે કહ્યું છે કે તારે દીવાળીના ઉત્સવ પર બોલવાનું છે.’
પાંચ વર્ષની ઉંમરના બાળકને એના પિતાજીએ એક મૌલવી પાસે ભણવા માટે મોકલ્યો. મૌલવી એનો ચહેરો જોતા જ રહ્યા. ચહેરા પરની આભા જોઈને દંગ થઈ ગયા. અજબ નૂર ઝલકતું હતું એ ચહેરા ઉપર. મૌલવીએ એ બાળકની પાટી પર ૐ શબ્દ લખ્યો તો એ જ ક્ષણે બાળકે ૐ શબ્દની આગળ ૧ લખી દીધો અને લખ્યું ૧ૐ. મૌલવી પેલા બાળકને લઈને એના પિતાજી પાસે પહોંચ્યા ને કહ્યું ‘આ બાળકમાં તો દેવતાઈ નૂર છે એને હું શું ભણાવવાનો? એક દિવસ આ બાળક સમગ્ર સંસારને જ્ઞાન આપશે.’
