અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘હું મને કથાકાર નહિ, પરંતુ કથાવાચક તરીકે ઓળખાવવાનું વધું પસંદ કરું છું’ યુવા વક્તા શ્યામભાઈ ઠાકરે કહ્યું અને પછી ઉમેર્યું ‘સામાન્ય રીતે જે રચના કરે તેની પાછળ ‘કાર’ પ્રત્યય લાગે, કારણ કે તેમાં કર્તૃત્વ સમાયેલું છે. શ્રીમદ્ ભાગવતનું સર્જન વ્યાસજીએ કર્યું છે હું તો તે અભ્યાસ પછી વાંચી રહ્યો છું.’

    શિક્ષિકાની નોકરી, દીકરા-દીકરી પરણાવવાના, પતિની નોકરીના સમયપત્રકને સાચવવાનું આ બધા પછી નિવૃત્તિ તો પૌત્રીઓને પ્રેમ આપવાનો એમ સામાજિક રીતે સતત ભાગદોડમાં રહેતાં જ્યોતિબહેન છુટક-છુટક અનેક તીર્થધામોની યાત્રાએ જઈ આવ્યા હતા. જોકે એમના મનમાં લાંબા સમયથી મનોરથ હતો કે ભગવાન સ્વામીનારાયણ જ્યાં જ્યાં વિચરણમાં ગયા એ સ્થળો પૈકી જૂનાગઢ પંચતીર્થી કરવી છે એટલે દીકરા અને ભાઈ-ભાભી સાથે દર્શન કરી આવ્યા અને રાજી રાજી થઈ આવ્યા હતા.

    ‘લે, ખાઈ લે...’ દસ-બાર વર્ષની એક છોકરી મકાઈનો ડોડો બનાવીને કંતાનની લંગોટીભેર પડેલા, તાવથી તડપતા, નર્મદાકિનારે શીલાઓ પર ભુખથી ગ્રસિત એક યુવાનને કહે છે. યુવાન પૂછે છે, ‘મા, તું કોણ છે?’ જવાબ સાંભળીને તેને બ્રહ્માંડ ડોલતું દેખાય છે. એ જવાબ હતો... ‘રેવા’. દૃશ્ય છે ગુજરાતી ફિલ્મ ‘રેવા’નું. જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની લઘુનવલમાં અને ફિલ્મમાં આ દૃશ્ય વાચક અને દર્શક પર અમીટ છાપ છોડી જાય છે. ફિલ્મના સર્જકોએ સિનેમાના માધ્યમને અનુરૂપ મનોરંજક ફેરફારો કથામાં કર્યા છે તો ભેડાઘાટ, ગૌરીઘાટ, માહેશ્વરઘાટ, માંગરોળ અને દીવમાં અદભૂત શૂટિંગ થયું છે. 

    ‘હું હરિયાણાના જે ગામમાં રહું છું ત્યાં અખબાર પણ નથી આવતું. મજબૂત મનોબળ અને સંકલ્પશક્તિ જીવનમાં હોય તો બધું જ શક્ય છે...’ હરિયાણાની અનુકુમારીએ એક અખબાર સાથે કરેલી વાતચીતના આ શબ્દો છે. યુપીએસસી દ્વારા તાજેતરમાં જે પરિણામની જાહેરાત કરાઇ હતી તેમાં બીજા ક્રમે આવેલી, ચાર વર્ષના પુત્રની માતા અનુકુમારીએ કહેલા આ શબ્દો સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા છે. અનુકુમારીએ તમામ મુશ્કેલીઓ કે પરિસ્થિતિઓને તડકે મૂકીને માત્રને માત્ર યુપીએસસી પાસ કરવા ઉપર લક્ષ આપ્યું જેના કારણે આજે તેના ઉપર દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

    ‘અરે અજાણ્યા ગામમાં સેવા કરવા જાવ તોયે કોણ સ્વીકારે? શરૂશરૂમાં બહુ કાઠું પડ્યું. બાળકોનો અને ગ્રામજનોનો પ્રેમ સંપાદન કર્યો એ પછી શરૂ થઈ મારી પેઢામલી ગામની યાત્રા.’ વાતવાતમાં એડવોકેટ અશોક દામાણીને જલદીપ ઠાકર કહે છે. જલદીપે પેઢામલી ગામમાં બાળકોના દાંત-નખ અને નાક-કાન સાફ કર્યાં છે, બાળકોને શાળાએ પહોંચતાં કર્યાં છે, શાળામાં વિદ્યાર્થીઓની જ નહીં, શિક્ષકોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. ગ્રામજનો સ્વચ્છતાનું, વ્યસનમુક્તિનું, શિક્ષણનું, સમૂહજીવનનું, પ્રાર્થનાનું અને સદભાવનાનું મૂલ્ય સમજતા થયા છે. ગામના લોકોએ અનેક તકલીફો-અણગમા સહન કરીને પણ એક વિચાર આંદોલન પ્રસરાવ્યું અને આજે ગામના બધા જ ઘરમાં ટોઈલેટ છે. ૨૦૧૬માં જાગૃતજન એવોર્ડ મેળવનાર જલદીપે ધખાવેલી ગ્રામ સુધારણાની ધૂણીના સુંદર પરિણામો નજરે પડી રહ્યા છે.

    ‘માણસની અંદર રહેલો માંહ્યલો જાગે તો તેનું જીવન ધન્ય થઈ જાય છે.’ આ શબ્દો કહ્યા હતા પૂજ્ય મોરારિબાપુએ. અવસર હતો સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટ આયોજિત માતૃવંદના કાર્યક્રમનો. સાણંદના નળ સરોવર રોડ પરની હાઇસ્કૂલમાં મોરારિબાપુના હસ્તે ૨૦ માતાઓનું રૂ. ૨૫ હજારના બોન્ડ તેમજ શાલ આપીને સન્માન કરાયું હતું. દીકરીને જન્મ આપીને દીકરાથી પણ સવાયુ શિક્ષણ અપાવનાર સાત મહિલાઓનું પણ સન્માન કરાયું હતું.

    ‘તમે ભાવનગર જાવ છો ને? તો મહિનાના પહેલા રવિવારે જજો... ગાંઠીયા ખાવ, હરવા-ફરવા જાવ પણ સાંજે ૬ વાગ્યે સ્વામીનારાયણ ગુરુકૂળ, સરદારનગર પહોંચી જજો...’ ભાવનગરી મિત્ર મનોજ શુક્લે કોઈને કહ્યું... સામે પ્રશ્ન થયો ‘કેમ?’ જવાબ મળ્યો કે, ‘તમે સંગીતથી તરબતર થઈ જશો, તમારી સાંજ સૂરીલી થઈ જશે.’ અને વાત સાચી છે. છેલ્લા ૨૦ વર્ષથી ભાવનગરના રહીશો અને અતિથિઓ માટે દર મહિનાની એક સાંજ સૂરીલી સાંજ બની રહી છે. ‘સૂરીલી સાંજ’ નામે એક કાર્યક્રમ રાજેશ વૈષ્ણવ દ્વારા સ્વામીનારાયણ ગુરુકૂળના સહયોગથી વિનામૂલ્યે શ્રોતાઓ સમક્ષ દર મહિને યોજાય છે. કાર્યક્રમને ‘લોંગેસ્ટ રનિંગ એન્ડ નોન-કોમર્શિયલ મ્યુઝિકલ પ્રોગ્રામ’ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું છે.

    ‘આવ રે વરસાદ ઘેબરિયો વરસાદ’ બાળગીતોમાં અને કવિતાઓમાં તથા ફિલ્મી ગીતોમાં વરસાદ અને પાણીને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. આપણે ત્યાં તળાવ-નદી-ડેમ-ચેકડેમ-પાણીયારે-કૂવે એમ કેટકેટલી જગ્યાએ પાણી જોડાયેલું છે. પાણી-જળ-સાવ મફતમાં મળે અને કિંમત અમૂલ્ય! એટલે જ માનવજાતે એને વેડફવામાં પાછું વળીને જોયું નથી. આપણે સૌ જાણીએ છીએ કે પંચમહાભૂતોમાંનું એક પાણી એ જીવનનો આધાર છે. અહીં પર્વત પર રહો કે દરિયામાં, પીવાનું અને વાપરવાનું પાણી નહીં હોય ત્યારે જીવન નક્કામું થઈ જવાનું છે અને એ છતાં આપણે પાણીનો સતત બગાડ વણવિચારે કરે રાખીએ છીએ.

    ‘આવા તો એક નહિ, હજારો ડોશીમા જેવા જરૂરિયાતમંદો હશે નહિ? એમને મદદ કરવા શું થઈ શકે?’ આ પ્રશ્ન રાજકોટવાસી જયેશ ઉપાધ્યાયને થયો અને જન્મ થયો બોલબોલા ટ્રસ્ટનો. ૧૯૯૧માં એક ડોશીમાને જયેશભાઈએ વોકર લઈ આપ્યું હતું. એ પછી તેઓ અને તેમના મિત્રો જીજ્ઞેશ ઉપાધ્યાય, હરકિશન પટેલ, સુનિલ રાઠોડ વગેરેએ જરૂરિયાતમંદો શોધીને મદદ કરવાનો નિર્ધાર કર્યો.
    ૨૯મે ૧૯૯૧માં સંસ્થાનું રજિસ્ટ્રેશન થયું. હોળી-ધૂળેટીમાં છાણા ન બાળ્યા ને કલર ન ઊડાડ્યા, ઉત્સવોમાં-જલસામાં વપરાતા પૈસા માનવતાના કાર્યમાં ડાયવર્ટ કરવાની લોકોને પ્રેરણા આપી.

    ‘મસાલિયા’માં મસાલા ભરતા શીખો, સિઝન આવે એટલે હીંગ, ધાણાજીરું, હળદર, મરચું યોગ્ય જગ્યાએથી પસંદ કરીને આખા વરસના ખરીદવા જોઈએ, બેટા’. હસુબાએ દીકરીની દીકરીને સમજાવ્યું અને દીકરી સ્ટીલના મસાલિયામાં મસાલા ભરતા શીખી પણ ખરી.