અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    લોકકલાના જતન-સંવર્ધન માટે સમર

    ‘એ બહુ મોટી કલાકાર તો ફ્રાન્સમાં ફરે છે, આવવાની તો છે ને આપણા કાર્યક્રમમાં?’ અમદાવાદના કર્ણાવતી ક્લબના તત્કાલીન માનદ્ મંત્રી ગિરીશ દાણીએ જોરાવરસિંહને પૂછ્યું. અને જોરાવરસિંહની ઊંઘ ઊડી ગઈ. કારણ કે એની સાથે ફોન પર પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સંપર્ક થતો ન હતો. અને અડધી રાત્રે ઘરના લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી - સામે છેડે ગુલાબો હતી. ‘બાબુજી મેં બંબઈ એરપોર્ટ ઉતર ચુકી હું. ઔર કલ સુબહ કી ફ્લાઈટ સે અહેમદાબાદ પહોંચ રહી હું.’

    ‘સાયેબ, અમે ભલે ગરીબ રહ્યા, મજૂર રહ્યા પણ મફત તો ના ફરીએ, લ્યો આ પૈસા મુસાફરી ભાડાના...’ નડિયાદના એક દવાખાના પાસે પોતાની સગર્ભા પત્ની અને આધેડ માસી સાથે જીપમાંથી ઉતરીને એ યુવકે પ્રવિણને કહ્યું.

    દિવાળીના સાલ મુબારક...

    ‘અરે પણ મને એવું બોલતાં ન આવડે’ ધ્વનિએ મિત્રોને કહ્યું, પરંતુ કોઈ ન માન્યા અને આખરે સહુએ ભેગા મળીને એની પાસે એક વાક્ય બોલાવ્યું, એ હતું ‘દિવાળીના સાલ મુબારક’ હવે આમાં નવાઈ જેવી વાત નથી, પણ ઘટનાને સમજવા જેવી છે. વાત ધ્વનિ જ્યારે પ્રાઈમરી સ્કૂલમાં ભણતી હતી તે સમયની છે. 

    ક્યારેક શબ્દો તો ક્યારેક મૌન દ...

    ‘પપ્પાની સ્મૃતિમાં સ્વજનો-પ્રિયજનોને આપણે કાંઈક આપીએ.’ પત્નીએ જીતેષને કહ્યું. અને એ પુસ્તક પસંદ કરવામાં નિમિત્ત બની જીતેષની બહેન સોનલ.

    ઉમરાવના દિલમાં ધબકતો હિન્દુસ

    ‘હું તારી સાથે હમણાં નહીં આવું, મારે એક પુસ્તક વાંચવું છે’ લંડનની એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની માનસીએ બ્રિટિશ ઈંગ્લિશમાં એની દોસ્તને કહ્યું. ‘આપણે હવે ભારત જઈએ તો ચારેય વેદ વિશે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો મેળવીને વાંચવા છે’ પત્ની રતને પતિ કલ્યાણભાઈને લંડનમાં કહ્યું.

    ‘સર, મૈં આપકો હંમેશા યાદ રખુંગા, આપને મુજ પે જો પ્યાર જતાયા...’ ટેક્સી ડ્રાઈવર પન્નાલાલે કહ્યું. ‘અરે ભાઈ, હમકો ભૂલ જાના, કોઈ બાત નહીં. મગર હંમેશા માનવતાપૂર્ણ વ્યવહાર કો યાદ રખના’ જવાબમાં હિમાંશુએ કહ્યું. ઘટના છે ૨૦૦૬ના વર્ષની. વિશ્વપ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂજ્ય મોરારિબાપુની કથાનું આયોજન જાણીતા ઉદ્યોગ જૂથના શ્રી મદનલાલ દ્વારા શ્રીનાથજીમાં કરાયું હતું. આ પ્રસંગે કથાશ્રવણ માટે સાવ અજાણ્યા શ્રોતાઓથી લઈને એમના પ્રિયજનો-મહાનુભાવો શ્રીનાથજી પહોંચ્યા હતા. શ્રીનાથજી બાવાના દિવ્ય સ્વરૂપની ઝાંખી-રામકથાનું શ્રવણ અને સાંજે સૂર-શબ્દની આરાધના વિશ્વપ્રસિદ્ધ કલાકારો દ્વારા થઈ હતી. કથામંડપમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, પાર્કિંગથી લઈને તમામ સુવિધા કાબિલેદાદ હતી.

    શંકર-જયકિશનઃ અમર સિને સંગીતની...

    અમદાવાદમાં તાજેતરમાં શંકર-જયકિશન ટાઈમલેસ ક્લાસિક સિરિઝનો સિલ્વર જ્યુબિલી શો યોજાયો. જેમાં ૬૦થી વધુ વાદ્યકારો, ૧૪ ગાયકો, ૨૨ કોરસ ગાનારા કલાકારો, ૫ કાર્યક્રમ સંચાલકો અને ૨૩૦૦નું ઓડિયન્સ હતું, જેમણે ૪૦ ગીતો સાંભળ્યા. સાંજે પાંચ વાગ્યે ઘરેથી નીકળેલો શ્રોતા ૬ કલાકનો અદભૂત કાર્યક્રમ માણીને રાત્રે બે વાગ્યે પહોંચ્યો. આયોજકો ઓડિયન્સને અને શંકર-જયકિશનના સર્જનને સલામ કરે છે.

    ‘કાલે વહેલી સવારે મુંબઈ જવું છે તો ગાડી બુક કરાવી?’ મનીષાએ પતિને કહ્યું... મોડી રાત સુધી ચાલેલા કામ, મુંબઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોવાથી એની તૈયારી અને મોડી રાત્રી સુધી જૂના ગીતો સાંભળવાના મૂડમાં પતિદેવ ગાડી બુક કરાવવાનું ભૂલી ગયા. એલાર્મ મૂક્યો હતો એટલે વહેલી સવારે ચાર વાગ્યે સફાળા જાગ્યા અને યાદ આવ્યું કે રેલવે સ્ટેશને જવા માટેની ગાડી બુક કરવાનું તો રહી જ ગયું. તાત્કાલીક દીકરીને ભર ઊંઘમાંથી જગાડી અને કહ્યું, ‘બેટા, હું સ્નાન - સેવા પૂજા પૂરા કરું ત્યાં તું ગાડી બુક કરાવને...!’

    ‘જુઓ વડીલ, આ કંકોત્રીમાં આપનું નામ પૂજ્ય સંબોધન કરીને લખ્યું છે અને સાથે સાથે આપના પરિવારનો પણ નામ-ઉલ્લેખ છે જ, આપના પરિવારમાં આપ જેને માનતા હો એમને લઈને આપે આવવાનું હતું, પછી આપની મરજી...’ હેમંતે બહારગામથી આવેલા વડીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અને ઘડીક તો હલચલ મચી ગઈ.