અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘હું અભણ છું કારણ કે અમારી ભણવાની ઊંમરે આટલી જાગૃતિ નહોતી પરંતુ મારા બાળકોને મેં થોડુંઘણું ભણાવ્યા છે. હવે આ પૌત્રને તો મારે ડોક્ટર કે એન્જિનિયર જ બનાવવો છે.’ આ શબ્દો છે ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વસતિ ધરાવતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામના કાંતાબહેન મશુરભાઈ ભૂરીયાના.

    ‘મારે ગાંધીજીના જીવન વિશે જાણવું છે એટલે હું આ ટ્રેનમાં જવાનો છું.’ માત્ર ૧૨ વર્ષની ઊંમરના કિશોર મીતે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને એક મુલાકાતમાં આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે સહુને રાજીપો થયો હતો.

    ‘મારી તો કિશોરાવસ્થા હતી, તે દિવસે સવારે ઘરમાં ને પડોશમાં બધા વાતો કરતા હતા કે કટોકટી જાહેર થઈ...’ ‘અમારી વિદ્યાર્થી અવસ્થાના એ દિવસો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેનો અમારો છુપો સંઘર્ષ અમારા માટે અમૂલ્ય સંભારણા છે...’ ‘મારે તો મારી દીકરીના બધાયે ફ્રેન્ડ્સને હવે આવનારી ‘ઇન્દુ સરકાર’ ફિલ્મ બતાવવી છે...’ આવા કેટલાક સંવાદો બપોરના ભોજન સમયે એકઠા થયેલા પૈકીના મુખેથી થતા સંભળાતા હતા.

    ‘તમે અહીં આવેલા લોકો પૈકીના ત્રણ દર્દીના નામ લઈને અથવા એમના ચહેરા યાદ કરીને પ્રાર્થના કરો કે ધન્વન્તરી ભગવાનની કૃપાથી એમના શરીરના જે રોગો છે તે દૂર થઈ જાય.’ રોજ સાંજે પ્રાર્થનામાં પાંચ મિનિટના સમયે સંસ્થાના ડોક્ટરે કહ્યું

    ‘તમારો ફોન મુંબઈમાં ખોવાયો છે?’ અચાનક મોડી રાત્રે ફોન આવ્યો ને સ્વપ્નેશ ગભરાયો, ‘મારો ફોન ખોવાયો છે એની ખબર વળી કોને હશે?’ એના મનમાં પ્રશ્ન ઊઠ્યો... ‘હા, હા... મારો ફોન તો ખોવાયો છે, પરંતુ આપ કોણ? અને આપની પાસે ઓસ્ટ્રેલિયાનો મારો આ ઘરનો નંબર ક્યાંથી? કેવી રીતે મળ્યો?’ સહેજ ગભરાતાં સ્વપ્નેશે પૂછ્યું...

    ‘આ ખરેખર ચમત્કાર હોય એવું મને લાગી રહ્યું છે...’ આ શબ્દો છે રોજર ફેડરરના. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેડરરે તેની કારકિર્દીનું રેકોર્ડરૂપ આઠમું વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સાથે સૌથી મોટી ઉંમરે આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનવાની બેવડી સિદ્ધિ હાંસલ કરીને એક ઐતિહાસિક ઊંચાઈ મેળવી છે. તેની આ સિદ્ધિ અપ્રતિમ છે 

    શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. એમાં પણ વર્ષો બાદ પાંચ સોમવારનો મહિમાવંત શ્રાવણ માસ. એમાંય વળી પહેલો અને છેલ્લો દિવસ સોમવારે જ... આમ ધીંગી ધારે વરસતા વરસાદના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો આરંભ થયો હતો. ઓમ નમઃ શિવાયનો નાદ મોબાઈલ ફોનમાંથી ઘરમાં ગૂજતો હતો. જ્યોતિબા એમની રોજિંદી પૂજામાં વ્યસ્ત હતા અને એમના દીકરાની દીકરીઓને કહી રહ્યા હતા કે, ‘બેટા, આજે હમણાં મંદિરે જવું છે, જોબ પર કે સ્કૂલે જતાં પહેલાં આપણે સાથે મંદિર જઈ આવીશું.’

    ‘બાળપણમાં એમને ગાતા સાંભળીને ઘરે આવતા એક ફકીરે દુઆ આપી હતી કે બેટા, એક દિન તું બડા હી નહિ, મહાન ગાયક બનેગા.’ વડોદરામાં ઝરમર વરસતી વર્ષાના વાતાવરણમાં મોહમ્મદ રફીના સુપુત્ર શાહીદ રફી એમના પિતાજી અને હિન્દી ફિલ્મોના મહાન પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના કાર્ય–જીવન-કવનના પ્રસંગો સંભારી રહ્યા હતા.

    ‘કોઈ ખાસ અવસર છે..?’ ‘કોઈ નવી જાહેરાત થવાની છે?’ ‘કોઈ વ્યક્તિ વિશેષ આવવાના છે?’ આવો એક પણ સવાલ એ દિવસે એક ગેધરિંગમાં ઉપસ્થિત પૈકીના એક પણ વ્યક્તિને થતાં ન હતા કારણ કે આ રીતે દર વર્ષે આમ જ કારણ વિના કે નાનકડા કારણોને અવસર બનાવવાના સી. બી. પટેલના પ્રેમપૂર્ણ સ્વભાવથી સહુ પરિચિત હતા.

    ‘કૃષ્ણ વિશે, શ્રીજી સ્વરૂપ વિશે વાતો કરજો અને આનંદ કરજો.’ દુરદર્શનના અધિકારી અને અભિનેતા-ગાયક અરુણ રાજ્યગુરુએ ફોન કર્યો અને પહોંચ્યા અમદાવાદના રિલીફ રોડથી અંદર ઝવેરી વાડમાં અને પછી દોશીવાડાની પોળમાં આવેલી ગૌસ્વામી હવેલીમાં. નટવર પ્રભુજીનું દિવ્ય સ્વરૂપ... આનંદ-આનંદ થયો. અહીં સવા બસો કરતાં વધુ વર્ષથી અખંડ દીપજ્યોતિ પ્રજ્વલિત છે. જેના દર્શને હજારો ભક્તો નિયમિત રીતે આવે છે. કલ્યાણી કૌઠાળકર, નયન પંચોલી અને ભગવતીપ્રસાદ ગાંધર્વ.