‘આનાથી ઉત્તમ દોસ્તીનો આનંદ બીજો કયો હોઈ શકે?’ ભૈરવે કહ્યું. હજુ હમણાં જ ત્રીજી ઓગસ્ટે અમદાવાદમાં દાયકાઓ જૂના મિત્ર સી. બી. પટેલે પ્રેમપૂર્વક ઓઢાડેલી શાલ ઓઢીને મારા પપ્પા ૧૫ ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સ્મશાનમાં અંતિમયાત્રા રૂપે ગયા.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘ફિલ્મમાં રજૂ થયેલી આ સામાન્ય માણસોની કામગીરી જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે છે...’ ‘આ ગામડિયા જેવા માણસે કેટલું મહાન કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કર્યું છે.’ આવા વાક્યો એક સ્થળે ઉપસ્થિત લોકોમાંથી કોઈ બોલી રહ્યું હતું સકારાત્મક ભાવથી. અવસર હતો ૧૫મી ઓગસ્ટની ઊજવણીનો. જીઆ બેન્ડના સૂરોમાં દેશભક્તિના ગીતોનું ગાન થઈ રહ્યું હતું અને બાળકો તથા ઉપસ્થિત સહુ કોઈના હૈયે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યાનું ગૌરવ છલકતું હતું.
‘આવું થયાનું ક્યારેય યાદ નથી....’ ‘સારું આયોજન કહેવાય, ના ભૂમિકા, ન પરિચય, ના પ્રાસંગિક ઉદ્બોધન્’ ‘કાર્યક્રમ ક્યારે પૂરો થયો ખબર ના પડી એટલી પ્રવાહિતા હતી.’ આવા અભિપ્રાયો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રોતાઓના હતા. એ કાર્યક્રમ હતો અમદાવાદના રેડિયો મીર્ચીમાં છેલ્લા ૧૪ વર્ષથી કામ કરી રહેલા લોકપ્રિય RJ ધ્વનિત લિખિત પુસ્તક ‘મોર્નિંગ મંત્ર’ના વિમોચનનો.
‘લાંબા વાળ અને બેઠી દડીનો આ યુવાન કોઈ એક ગામનો આદર્શ કેવી રીતે હોઈ શકે?’ સુરેશ પુનડીયાને જોનાર સહુ કોઈને પહેલી નજરે આ પ્રશ્ન થાય. પસ્તીમાંથી પણ મસ્તી મળે ને સ્કીલબેઈઝ શિક્ષણમાંથી રોજગારી મળે એવું બાળકોને શિખવતો આ માણસ ગુજરાતના એક ગામડા માટે આજે ભાગ્યવિધાતા બની ગયો છે. સાવ એકલપંડે, સરકારની કોઈ પણ સહાય લીધા વિના એ જે કામ કરે છે એનાથી ગામની આર્થિક-ભૌતિક-સામાજિક પ્રતિષ્ઠા અને સુવિધામાં વધારો થાય છે.
‘હું આ અવસરે મારી લાગણી સરકાર સુધી તમારા સહુના સમર્થન સાથે પહોંચાડવા માગું છું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે.’
‘તમે થોડી વાર મારી સાથે બેસોને!!’ દ્વૈતાનો હાથ પકડીને એક આધેડ વયની સ્ત્રી, જેને માત્ર એ એકાદ અઠવાડિયાથી જોયે ઓળખતી હતી એણે કહ્યું અને દ્વૈતાને થોડી ગભરાટ થવા સાથે અચંબો પણ થયો.
‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું. આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે કારમાં જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એક સાથે એક પછી એક બે એમ્બ્યુલન્સ વાન એમની બાજુમાંથી પસાર થઈ એટલે તોરલે સહેજ ગાડી સાઈડમાં લીધી. બે મિનિટ ઊભી રાખી અને મનોમન પ્રાર્થના કરી.
‘તારી ડાયરીમાં આપણે કાઠમંડુથી ક્યાં ક્યાં થઈને આવ્યા તે રોડમેપ લખ્યો ને!!’ બહેન મીનાએ વહેલી સવારે માનસરોવરના સાંનિધ્યમાં પૂછ્યું. જવાબ આપું તે પહેલા મિત્ર કેતને કહ્યું, ‘એક મિનિટ બહેન, આપણે સૌ અહીં આવ્યા, મહાદેવને મળવા એના દર્શને... હવે આ ગીત સાંભળો પછી કોઈ પ્રશ્ન નહીં રહે.’
‘ઓ સાહેબ, ઓ ભાઈ...’ એમ કોઈએ પાછળથી બૂમો પાડી અને અભિષેકે પાછળ જોયું. એક જાણીતો ચહેરો એના નાનકડા બાળકને હાથમાં તેડીને ઊભો હતો અને બીજા હાથમાં રહેલું એક પેકેટ તે બતાવી રહ્યો હતો. પળ - બે પળમાં એ સાવ નજીક આવી ગયો અને બોલ્યો, ‘આ તમારું પેકેટ તમે ટેબલ પર મૂકીને ગયા હતા, પરંતુ પાછા ફરતા લઈ જવાનું ભૂલી ગયા છો, એટલે હું અહીં આપને આપનું પેકેટ આપવા આવ્યો.’ મનોમન વંદન કર્યા એ માણસને (એનું નામ પૂછ્યું ન હતું, જરૂરી લાગ્યું ન હતું) અને એનામાં રહેલી પ્રામાણિકતાને)
‘મારો જનમ અહીં થયો છે, આટલું સુંદર આયોજન પહેલી વાર જોયું?... ‘એટલો આનંદ આવે છે કે બોલવા શબ્દો નથી.’... ‘અહીં આપણે બેઠા હોઈએ તો લાગે કે આપણા ભારતના કોઇ ગામના મંદિરમાં જ છીએ.’... આ અને આવી અનુભૂતિ રોજેરોજ ઓછામાં ઓછા પચાસ માણસોના મુખેથી સાંભળવા મળી હતી. આયોજન હતું મસ્કત - સલ્તનત ઓફ ઓમાનમાં. મસ્કત (ઓમાન) સત્સંગ પરિવાર આયોજિત સમૂહ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે ભાગવતી ગંગા વહાવી હતી.
