અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    વિશ્વનું પ્રવાસન તોરણઃ વ્હાઈ

    ‘મારે દુનિયાને આ વ્હાઈટ રણ બતાવવું છે’ ૧૯૭૦ના દાયકાના અંતિમ વર્ષોના કાલખંડમાં યુવાન વયે શ્રી નરેન્દ્ર મોદીએ તે સમયના ધોરડો ગામના સરપંચ ગુલબેગ મીયાં હુસૈનને કહ્યું હતું. ૨૦૧૬ના નવેમ્બરમાં ગેટ વે ટુ રન રિસોર્ટમાં શિયાળાનો તડકો ઝીલતા ઝીલતા વર્તમાન સરપંચ અને ગુલબેગ મીયાં હુસૈનના દીકરા મીયાં હુસૈન ગુલબેગ મુનવા સંસ્મરણો કહી રહ્યા હતા.

    ‘પપ્પા, સરહદ પર જવા માટેના કાર પાસ ક્યારે મળશે?’... અમદાવાદના ઉદ્યોગપતિ કેતન પારેખ એમના પત્ની સાથે અને પારિવારિક મિત્ર ગુંજન મિરાણી સાથે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે શરૂ થયેલા જલોયા પ્રવાસી માહિતી કેન્દ્ર પર આવ્યા થોડો વધુ સમય પસાર થયો ત્યારે એમના યુવાન દીકરાએ આતુરતાથી આ સવાલ એમને કર્યો હતો. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજથી ગુજરાત સરકારના પ્રવાસન નિગમ અને સીમા સુરક્ષા દળ - બીએસએફના સંયુક્ત ઉપક્રમે ‘સીમા દર્શન’ કાર્યક્રમનો આરંભ નડાબેટ સરહદથી થયો હતો.

    ઈમાનદારી અને પ્રામાણિક્તાઃ જ

    ‘અરે જો, જો, સામે જો...’ અમૃતે કહ્યું. ‘હવે એ પતંગ કપાયો નથી. હજી ઊડી રહ્યો છે’ મિત્ર અશ્વિને જવાબ આપ્યો. ‘અરે પતંગ નહીં, પેલા છોકરાનું ગળું પતંગની દોરીથી કપાયું છે, ચાલ જલ્દી ત્યાં પહોંચીએ...’

    ‘આપ અગર ગાડી સે ઉતરેંગે, ઔર મેરે સાથ ચાય પિયેંગે તો હી મેં આપકે પ્રશ્ન કા સહી ઉત્તર દુંગા’ આશિષે ટેમ્પો ટ્રાવેલરમાંથી સરનામું પુછી રહેલા માણસને કહ્યું. વાચકને થશે કે આવો સંવાદ વળી ક્યાં? ક્યારે? કોની વચ્ચે થયો હશે? અને એમાં વળી મહત્ત્વનું શું છે? પહેલી નજરે સાચી લાગતી વાતના જવાબમાં જરાયે મોણ નાખ્યા વિના કહેવાનું કે ‘અતિથિ દેવો ભવઃ’ના માત્ર નારા લગાવવાની વાત નથી, પણ આ સૂત્રને જીવવાની વાત છે અહીં. આંગણે આવેલા અતિથિને એવી અનુભૂતિ થાય કે વાસ્તવમાં તેઓ જ્યાં પધાર્યા છે તે ભૂમિ અને તે પ્રદેશના લોકોના હૈયામાં અતિથિ ભાવના જીવંત છે.

    ‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું પણ ન હતું. ધીમે ધીમે વિકસતા જતા શહેરમાં લોકો નદીને પાર કહેવાય એવા વિસ્તારોમાં ટેનામેન્ટ કે સોસાયટીઓમાં રહેતા થયા હતા.

    ‘અમારા પાસે સખત મહેનત સિવાય બીજું કાંઈ નથી... અમારે કામ જોઈએ. બહાનામાં અમને રસ નથી.’ આવું કોઈ કલાકાર કે સ્કીલ્ડ પર્સન કહે તો નવાઈ લાગે, પણ આ મુરબ્બી કલાકારે તો એમના બ્રોશમાં આ વાક્યો લખ્યા છે. મળવા જેવા એ માણસનું નામ છે ડાહ્યાભાઈ નકુમ. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામખંભાળિયા એમનું ગામ. એમને કોઈપણ વ્યક્તિ સાત ટેલિફોન નંબરોથી ૨૪x૭ ગમેત્યારે સંપર્ક કરી શકે છે. એમની સંસ્થા આંબાવાડી કલાવૃંદ-જામખંભાળિયા ઈન્ટરનેશનલ લેવલે કાર્યરત છે, અને કલાકારો દુનિયાના કોઈ પણ પટમાં કાર્યક્રમ કરીને પાછા ધરતીની ધૂળમાં આવીને ખેતરમાં-ઘરમાં-કૂવે કામે લાગી જાય છે.

    પ્રસંગ હતો ગાંધીનગરની જાણીતી કલાસંસ્થા પનઘટ કલા કેન્દ્ર દ્વારા તેના કલાકારોના સન્માનનો. આ અવસરે જાણીતા ગાયકો ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ તથા સંચાલક ડો. માર્ગી હાથીએ સૂર-શબ્દથી પ્રસ્તુતિ કરી હતી. દોઢ દાયકા કરતાં વધુ સમયથી ગાંધીનગરથી લઈને અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમોમાં નૃત્ય પ્રસ્તુતિ કરી ચુકેલા કલાકારોનું સન્માન કરાયું ત્યારે સભાગૃહ તાળીઓથી ગૂંજી ઊઠ્યો હતો.

    ‘માની લો કે તમારા બા જઈ રહ્યા છે અને એકલા જઈ રહ્યા છે તો તમે એમને જે સીટ આપો તે આપજો મારા ભાઈ’ જ્યોતિબહેનના દીકરાએ ખાનગી બસ સંચાલકના ડેપો પર ફોનથી બુકિંગ કરાવતી વખતે કહ્યું. સામેથી પેલા ભાઈએ પણ વિવેકપૂર્વક જવાબ આપ્યો કે ‘મા કોઈની પણ હોય એ મા હોય છે, એટલે અમે વડીલોને અનુકૂળ એવી જગ્યા જ ફાળવીએ છીએ... ચિંતા ન કરતા.’

    ‘શું વાત છે? બેસણામાં ડસ્ટબીન આપ્યા..?’ ‘કેટલો ઉમદા વિચાર છે આ પરિવારનો...’ ‘આ વિચાર તમને આવ્યો એ જ અભિનંદનને પાત્ર છે...’ આ અને આવા અનેક વાક્યો બોલાયા કે સંભળાયા હતા તાજતેરમાં એક બેસણામાં. પોતાના જીવનકાળ દરમિયાન કર્મ અને ધર્મના માર્ગે ચાલનારા, મહાગુજરાતની ચળવળના સક્રિય સભ્ય, પરમાર્થી વ્યક્તિત્વ અને પૂજ્ય મોરારીબાપુની કથાના શ્રોતા તથા કથાના સૂત્રોને જીવનમાં ઉતારનાર નરેન્દ્રભાઈ બંસીધરભાઈ દવેનું દુઃખદ અવસાન થયા બાદ કે. પી. વીલા- સાણંદ રોડ પર એમનું બેસણું હતું.

    ‘અરે, ટેક્સી લઈને આવવાની ક્યાં જરૂર હતી? આપણે બસમાં પણ જઈ શકતા હતા.’ રેલવે સ્ટેશને મુંબઈથી અમદાવાદ આવેલા જગતે ઉત્પલને કહ્યું. ‘તું બેસ તો ખરો, તને મારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવાની પ્રેરણા આપનારનો પરિચય કરાવું. આ છે દિનેશ, મારો મિત્ર અને આ ટેક્સીનો માલિક.’ ઉત્પલે આમ કહી ટેક્સી ડ્રાઈવરનો પરિચય કરાવ્યો.