અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘અરે આપણા ગામની આટલી જાણીતી સેલીબ્રીટી અહીં છે અને અવાજ એની ઓળખ છે, તો એમને તો બોલવાનું કહો.’ એક અધિકારીએ કાર્યક્રમ સંચાલકને કહ્યું. તુરંત જ કાર્યક્રમના આયોજકોને વાત પહોંચાડી અને તુરંત એને નિમંત્રણ અપાયું અને એ કલાકારે એક સુંદર વાર્તા કરી.

    ‘અમારો કાર્યક્રમ ભલે હોય, પરંતુ અમારા વિશે તમારે કંઈ બોલવાનું નથી.’ આવું જ્યારે કાર્યક્રમના યજમાન-આયોજક દંપતીએ કહ્યું ત્યારે નવાઈ લાગી, કારણ કે સામાન્ય અનુભવ એવો હોય છે કે જેમનો કાર્યક્રમ હોય એમની જીવન ઝરમરની વર્ષામાં ભીંજાવાનું ઓડિયન્સના ભાગે આવતું હોય છે. પરંતુ અહીં ઊલટી ઘટના બની હતી.

    ‘મેં કવિ-રાજપુરુષ નહીં, સંપૂર્ણ મનુષ્ય બનના ચાહતા હું...’ આ શબ્દો કહ્યા છે પૂર્વ વડા પ્રધાન અને કવિ શ્રી અટલ બિહારી વાજપેયીએ એમની કવિતાઓ વિશે બનેલી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં... તાજેતરમાં અમદાવાદમાં પ્રવેગ દ્વારા જાણીતાં ફિલ્મનિર્માત્રી ગાયત્રી જોશીએ બનાવેલી ફિલ્મો પૈકી બે ફિલ્મો રજૂ થઈ ત્યારે દર્શકોએ આ શબ્દો પડદા પર સાંભળ્યા હતા. ફિલ્મ નિદર્શન બાદ ‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી તથા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ભરતભાઈ પંડ્યા જેવા વક્તાઓએ વાતવાતમાં અટજીને રાજપુરુષ ઉપરાંત દેવપુરુષ તરીકે ઓળખાવ્યા હતા. ફિલ્મમાં પ્રશ્નોત્તર દરમિયાન અટલજીએ વિવિધ પ્રસંગોનો ઉલ્લેખ કરીને તેની અસરરૂપે પ્રગટેલ કવિતાઓનું વાંચન કર્યું છે. સ્મરણો તાજા કર્યાં છે અને કાવ્યમાં તેઓ એક સંવેદનશીલ માણસ તરીકે કેવા ઓતપ્રોત થયા એની પ્રતિતી દર્શક-ભાવકને કરાવી છે.

    ‘ના હોય... મેં તો ગણીને જ આપ્યા હતા... પાંચ નોટ હતી.’ ‘સાચી વાત છે, પાંચ જ હતી, પણ એ રૂપિયા એક હજારની નહીં. બે-બે હજારની હતી... લ્યો આ પૈસા પાછા.’ આવો સંવાદ તાજેતરમાં અમદાવાદમાં થયો અને પૈસા આપનારની ગણતરી ભૂલ તથા લેનારની ઈમાનદારી થકી એ નાનકડો પ્રસંગ ઈમાનદારીના દીવડા પ્રજ્વલિત કરી ગયો.

    ‘ડેડી, હું તમારી સાથે રોજે-રોજ બુક ફેરમાં આવીશ, પુસ્તકો ખરીદીશ, ચેકબુકથી પૈસા આપવાની તૈયારી રાખજો...’ હસતાં હસતાં ટીખળી દીકરી સ્તુતિએ ડેડીને કહ્યું. વાત પણ એટલી જ રસપ્રદ હતી. અમદાવાદમાં નેશનલ બુક ફેર ૨૦૧૭-અમદાવાદ બુક ફેરરૂપે આયોજિત થયો. નિમંત્રણ ઘરે આવ્યું ને આ સંવાદ ઘરમાં થયો. અગિયારમા ધોરણમાં અભ્યાસ કરી રહેલી દીકરીની પુસ્તકવાંચન માટેની ઉત્કંઠા એમાં પ્રતિધ્વનિત થતી હતી. આ ઉંમરે એણે અંગ્રેજી ભાષાના ઝાઝા અને ગુજરાતી-હિન્દી ભાષાના ઓછા, પણ અનેક પુસ્તકો વાંચીને એનો સાર ગ્રહણ કર્યો છે, એથી જ આ પળોના કારણે વિક્સેલી બુદ્ધિ અને અવલોકનો તથા અભ્યાસ નિયમિતરૂપે ઝલકે છે.

    પુરુષોત્તમ ઉપાધ્યાયઃ સૂર-તાલ-

    ‘તમે ચમત્કારમાં માનો છો? એમ જો કોઈ પૂછે તો હું કહું કે હા, કારણ કે મારી સામે અત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય ગાઈ રહ્યા છે.’ કાર્યક્રમ સંચાલક અંકિત ત્રિવેદીએ સ્ટેજ પરથી કહેલી વાત શ્રોતાઓ પૈકીના ઘણાબધાની લાગણીનો પડઘો પાડનારી હતી.

    ‘લગ્નજીવનના ૫૭ દિવસો પસાર થાય ત્યાં પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં આપણે સમાજમાં જોયા છે ત્યારે ૫૭ વર્ષનું દામ્પત્યજીવન પ્રસન્ન બનીને માણવું એ જ સ્વયં એક ઉત્સવની ઘટના છે.’ કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે ભાવનગરમાં એક પારિવારિક પ્રસંગે પ્રવચન કરતા આ શબ્દો કહ્યા ત્યારે પ્રસન્ન દામ્પત્યના જીવંત પાત્રો કાકુભાઈ ચોક્સી અને નીરુબહેન પ્રસન્નતાનો પમરાટ ફેલાવી રહ્યા હતા.

    ‘સાહેબ વધારાના પૈસા લઉ તો ભગવાન રાજી ના રહે...’ ગામડાગામના પહાડોમાં વસનારા પદમસિંહ ઠાકુરે કહ્યું. અમદાવાદથી ધ્વનિ, સ્તુતિ, કક્ષા, ચાહત, રુદ્રી, કવિશ અને તેમના ઘરના વડીલો નિયમિત રીતે ગુજરાતમાં અને ગુજરાત બહારના વિસ્તારોમાં પ્રવાસ કરવા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ટેવાયેલા હતા. પ્રકૃતિ દર્શન થાય, ઈતિહાસ - ભૂગોળની માહિતી મળે. સહુ સાથે મળીને આનંદ કરે અને પ્રેમ વધુને વધુ ગાઢ થાય. દોસ્તીના મૂળ ઊંડા જાય એ હેતુ સાતત્યપૂર્ણ રીતે બર આવતો જતો નિહાળીને સહુ આનંદિત હતા.

    ‘અરે મોતીકાકા કેમ દેખાતા નથી, ક્યાં ગયા?’ બેન્ડ વગાડી રહેલા વાદકો તરફ જોઈને શહેરના જાણીતા એડવોકેટ અને જાગૃત જન સંસ્થાના સ્થાપક અશોક દામાણીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે... ‘સાહેબ અહીં જે વગાડે છે તે બધા જ મોતીકાકા તો છે!’

    ‘અમે દેવકા રહેતા, દર મહિને ખરીદી માટે બા રાજુલા જાય, મને સાથે લઈ જાય. આઠ કિલોમીટરનું અંતર, પણ બસની ટીકીટના ૪૦ પૈસા બચાવવા બા જાતે ચાલે ને મને પણ ચલાવે. આવવાનું પણ એમ જ. મુસાફરી દરમિયાન બા મને સંતોની-શૂરવીરોની કથાઓ અને ધાર્મિક વાર્તા સંભળાવતા. અમારા ઘડતરમાં આ સંઘર્ષનો-સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે.’ આ શબ્દો છે વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂ. ભાઈશ્રીના.