મહારાષ્ટ્રમાં ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બ્રાહ્મણી છબી પર છત્રપતિ શિવાજી મહારાજ અને મહર્ષિ શાહૂ મહારાજના વંશજોને જોડીને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જેવા મજબૂત મરાઠા નેતૃત્વને પડકાર આપવાની કવાયતો ચરમસીમાએ છે.
અતીતથી આજ
Block: Site: Subtree Block
યુકેની અદાલતે નિઝામની ૩૦૬ કરોડ રૂપિયાની બેન્ક ડિપોઝિટ અંગે આપેલા ઐતિહાસિક ચુકાદાની ગાજવીજ ચાલે છે ત્યારે હૈદરાબાદના ભારતમાં જોડાણનો મુદ્દો ફરીને નેહરુ વિરુદ્ધ સરદારના રાજકીય ખેલના વિવાદનો બની રહેવાનો છે.
ભારતમાં આજકાલ માત્ર વાતોનાં વડાં થતાં હોય એવું વધુ લાગે છે: પ્રજાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ બાજુએ સરી જાય અને વાતનું વતેસર કરીને રાજકીય લાભ થાય એવા પ્રકારનો ઉહાપોહ ભારે છે. હમણાં કેન્દ્ર અને મોટા ભાગનાં રાજ્યોમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડો. મોહન ભાગવતે વિજયાદશમી પર્વ નિમિત્તે ફરીને ‘હિંદુરાષ્ટ્ર ભારત’નો રાગ આલાપ્યો.
ભાજપની મદમસ્ત નેતાગીરીએ જાગવાની જરૂર ખરી, કારણ પ્રજા એનાં ગતકડાં પીછાણતી થઇ છે. ક્યારેક નરેન્દ્ર મોદીના માનસપુત્ર ગણાતા શંકર ચૌધરીને ત્રણેયમાંથી એકેય બેઠક પર ટિકિટ ના મળી
ભારતીય બંધારણના નિર્માતાઓ અને આઝાદીની ચળવળના મહારથીઓના આત્માને દુઃખ પહોંચે એ રીતે ભારતના ઈતિહાસને બદલવાની ઝુંબેશો ચોફેરથી ચલાવાઈ રહી છે: અંગ્રેજો સામે લડતાં ચોથા યુદ્ધમાં ઇ.સ. ૧૭૯૯માં દગાથી મોતને હવાલે કરાયેલા મહિસૂરના વાઘ તરીકે મશહૂર મહિસૂરના રાજવી ટીપુ સુલતાનને કર્ણાટકમાં ફરી ફરીને ખલનાયક સાબિત કરવા ઉપરાંત પાઠ્યપુસ્તકોમાંથી દૂર કરાવીને નવો ઈતિહાસ લખવાની કોશિશો થઇ રહી છે.
ભારતીય સનદી સેવાના જનક વલ્લભભાઈ ભારતના હિતમાં ભય કે પ્રીત વિના અધિકારીને મત વ્યક્ત કરવા દેવાના આગ્રહી હતા
આજકાલ રાષ્ટ્રીય કક્ષાએ દેશના મહાપુરુષોની દાયકાઓ પહેલાં થયેલી હત્યા કે હત્યાનાં કાવતરાંના ઇતિહાસનું સમુદ્રમંથન ચાલી રહ્યું છે: મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી કે ડો. શ્યામાપ્રસાદ મુકરજીની હત્યાનાં કાવતરાંના મામલાનાં સત્યશોધન માટે હજુ સર્વોચ્ચ અદાલતથી લઈને જન-અદાલત લગી ગાજવીજ ચાલે છે, પણ આ દેશના રાષ્ટ્રનાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલની હત્યાનાં કાવતરાં હજુ ઓઝલમાં જ રાખવામાં આવે છે.
દેશના ૩૦ મુખ્ય પ્રધાનોમાં પોતીકા તો માત્ર ૧૨ જ અને સંઘ પરિવારના ગોત્રના રોકડા ૬ જ! કેન્દ્રમાં સત્તા અને ૩૭૦ હટાવવાના મુદ્દાને ગજવ્યા છતાં મહારાષ્ટ્ર-હરિયાણામાં બહુમતી નહીં. ગોવામાં ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૭+૪, ભાજપને ૧૩ મળ્યા છતાં ભાજપની સરકારો બની. માથે ઝારખંડ અને બિહારની ચૂંટણીઓ ઊભી હોવા છતાં નારાજ મિત્રપક્ષોના રચાતા નોખા ચોકા
• મોદી સરકારે મહારાષ્ટ્રની શિવસેના-ભાજપની સરકારના ‘મકોકા’ જેવા વિધેયકને ૨૦૦૩માં મંજૂર કરાવ્યું હતું • રાષ્ટ્રપતિ ડો. કલામ, પ્રતિભાતાઈ અને પ્રણવદાએ ગેરબંધારણીય જોગવાઈઓ હોવાથી મંજૂરી આપી નહોતી • ૧૬ વર્ષ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીથી ખતરનાક જોગવાઈઓવાળા કાયદાને લીલી ઝંડી મળી • મહારાષ્ટ્રમાં ૧૯૯૯માં અમલી બનેલા ‘મકોકા’ જેવા કાયદા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ લાગુ કરાયા
ડિસેમ્બરની ઠંડીમાં પણ દેશભરમાં ગરમાટો અનુભવાઈ રહ્યો છે: દેશના વર્તમાન સત્તાધીશોએ બહુમતીના જોરે બીજી વારના સફળ પ્રયાસમાં નાગરિકતા સુધારણા કાયદો અમલમાં તો આણ્યો પણ દેશમાં ભારે અજંપો પેદા થયો છે.
