જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    સિદ્ધિના શિખરઃ સામર્થ્ય, પુરુ

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, સર્વ લવાજમી ગ્રાહકોને લગભગ નિયમિત રીતે કોઈ એક વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો વિશેષાંક સાદર કરવામાં આવે છે. આગામી પખવાડિયામાં આપ સૌના કરકમળમાં Asian Giantsનો વિચાર પ્રેરક વિશેષાંક સાદર કરવામાં આવશે. સિદ્ધિના શિખરો માત્રને માત્ર ધનાઢ્યો કે સખાવતીઓ સંબંધી જ નથી. સંપત્તિ, સત્તા કે ખ્યાતિ એ સામાન્યપણ સૌને આકર્ષક હોવા છતાં જીવનના વિવિધ અન્ય પાસાંઓ પણ એટલાં જ જરૂરી હોવાનું અમે માનીએ છીએ. સવિશેષ આપણી યુવા પેઢીની વિસ્તરતી સીમાઓને સ્પર્શવાનો પ્રયાસ પણ અમે કરતા રહ્યા છીએ.

    ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વત: ભા

    વડીલો સહિત સૌ વાચક મિત્રો.

    નીરવ મોદી, મેહુલ ચોક્સી, રોટોમેક વાળા વિક્રમ કોઠારીના નામો હવે દેશ દેશાવારના સમાચાર પત્રોમાં ચમકી રહ્યા છે અને સવાસો કરોડ ભારતવાસીઅોના નામને ભારે બટ્ટો લાગી રહ્યો છે. દેશવાસીઅોની પીડાની તો કોઇ સીમા જ નથી. આ અગાઉ લલીત મોદી, વિજય માલ્યા અને તે પહેલાના નામ ગણો તો રાજા, હર્ષદ મહેતા, અબ્દુલ કરીમ તેલગી, એ. આર. અંતુલે વગેરે વગેરે. લાંબી વણઝાર ચાલી છે.

    રાષ્ટ્રસમૂહની નેતાગીરીનું રૂ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોમનવેલ્થ નેશન્સ એ અનેક રાષ્ટ્રો અને એકાદ-બે અપવાદ સિવાય પૂર્વ બ્રિટિશ કોલોનીના દેશોનું બનેલું સંગઠન છે. બ્રેક્ઝિટના પગલે પગલે ગ્રેટ બ્રિટને હવે વેપાર-ધંધા સહિતના દ્વિપક્ષીય સહયોગ માટે નવા મિત્રોની તલાશમાં રાષ્ટ્રસમૂહના દેશો પ્રત્યે નજર દોડાવી છે. સંભવ છે કે બ્રિટન અને રાષ્ટ્રસમૂહના, ખાસ કરીને આર્થિક વિકાસના પંથે આગેકૂચ કરી રહેલા દેશો સાથે સાંઠગાંઠ થાય તો બ્રેક્ઝિટથી સર્જાયેલી કચાશ ઘટી શકે.

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ૧૫ માર્ચના રોજ બ્રિટનમાં મધર્સ ડે ઉજવાયો. અમેરિકામાં અને ભારતમાં પણ મધર્સ ડે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સે પણ વર્ષના એક ચોક્કસ દિવસને મધર્સ ડે તરીકે ઉજવવા જનરલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે. જોકે આમ છતાં અમેરિકા, બ્રિટન કે ભારતમાં મધર્સ ડેની ઉજવણી સ્થળ-કાળના બંધનના કારણે અલગ અલગ દિવસે થાય છે. બ્રિટનમાં ૧૫ માર્ચે મધર્સ ડે ઉજવાય છે જ્યારે અમેરિકામાં ૧૦ મેના રોજ મધર્સ ડે ઉજવાય છે તો માતૃભક્તિનું આ જ પર્વ ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મનાવાય છે. 

    બ્રેક્ઝિટ સમસ્યાઃ બ્રિટન માટ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટિશ રાજકારણ અત્યારે અત્યંત નાજુક તબક્કે આવીને ઉભું છે. રવિવારે વડા પ્રધાન થેરેસા મેએ એક નિવેદનમાં ઘોષણા કરી છે કે તેમની સરકારે ‘બ્રેક્ઝિટ’ મુદ્દે યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે મળીને બન્ને પક્ષને સ્વીકૃત મુસદ્દો તૈયાર કર્યો છે અને યુરોપિયન યુનિયનના ૨૭ દેશોએ તેને અનુમોદન આપ્યું છે. 

    નામ રહંતા ઠકરાં, નાણા નહીં રહં

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ધનતેરસ પર્વે લગભગ દરેક ભારતીય પરિવારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લક્ષ્મીજીની પૂજાઅર્ચના, આરાધના કરવામાં આવ્યા હશે. કોઇ ઘરમાં ધનને દૂધ કે પંચામૃતથી ધોવામાં આવ્યું હશે તો ક્યાંક વળી ચોપડા પૂજન થયું હશે. કોઇએ વળી યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા... મંત્રના ગાન સાથે પૂજાપાઠ કર્યા હશે. ધનતેરસની વિદાયને પખવાડિયું વીતી ગયું છે. અલબત્ત, પખવાડિયા વીતી ગયા હોય કે મહિનાઓ વીતી ગયા હોય... તો શું થઇ ગયું? ધનનું મહત્ત્વ તો યથાતથ્ જળવાઇ રહેવાનું... ખરુંને? બહુમતી માનવ સમુદાય માને છે કે અસ્તિત્વ ટકાવવા માટે નાણાં આવશ્યક છે. 

    ઈશ્વર દરેક સ્થળે પહોંચી શકતો ન...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો,નવા વર્ષમાં પહેલી વખત મળી રહ્યા છીએ એટલે રામ રામ કર્યા વગર તો કેમનું ચાલે? આપ સહુને વંદન અને અંતઃકરણપૂર્વક નૂતન વર્ષાભિનંદન... પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી મને પણ રજાના આ દિવસોમાં થોડોક પોરો ખાવાનો અવસર સાંપડ્યો. કેટલોક સમય સગાંસ્વજનો સાથે વીતાવ્યો અને થોડોક સમય દિપોત્સવી પર્વે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં પણ મ્હાલ્યો. 

    નૂતન વર્ષના આવશ્યક સંકલ્પ ઇચ્

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, દીપોત્સવી પર્વનો શુભારંભ થઇ ચૂક્યો છે. નૂતન વર્ષના સંકલ્પ  કંડારવાનો પણ આ યથાયોગ્ય સમય ગણી શકાય. જીવનમાં આગેકૂચ કરવી, નીતનવીન સફળતાના શીખરો સર કરવા એ માનવમાત્રની તૃષ્ણા હોય શકે છે. સુખની શોધમાં આપણે સહુ પરોવાયેલા હોવા છતાં કોઇ અગોચર કારણે કેટલીક વેળા આપણે અસુખનો અનુભવ કરીએ છીએ ત્યારે અપરંપાર દુઃખ કે ગ્લાની કે પીડા પણ પામીએ છીએ. શાસ્ત્રના એક સંદેશ મુજબ અસુખના મૂળમાં અસંતોષ, અભાવ રહેલો છે. નોકરી હોય, ધંધો હોય કે વ્યવસાય હોય, જો પસંદગીની પ્રાથમિક્તામાં બંધબેસતા ન હોય તો રોજબરોજની કાર્યવાહી બોજારૂબ બની જતી જોવા મળે છે. સાથે સાથે જ જે તે વ્યક્તિ નિષ્ફળ હોવાની કે નિષ્ફળતાના પંથે જઇ રહ્યા હોવાની એક ભાવના પણ ઉદ્ભવે છે. આ સીધીસાદી વાત સમજવા માટે ચાલો મારી સાથે...

    દીપોત્સવ એટલે તન-મન-ધનની સર્વ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર - ૨૭ ઓક્ટોબરનો આ અંક આપના કરકમળમાં પહોંચશે ત્યારે દીપોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હશે. બરાબર એક સપ્તાહ પછી ૩ નવેમ્બર - શનિવારે રમા એકાદશીના આગમન સાથે દીપોત્સવનો પ્રારંભ થશે તે છેક લાભપાંચમ સુધી ઉમંગ-ઉલ્લાસનો માહોલ મઘમઘતો રહેશે. રમા એકાદશી એટલે ઉપવાસ-એકટાણું કરો. આધ્યાત્મિક વાંચન-મનન કરો. પરમાત્માનું ચિંતન કરો અને પવિત્રતાની લાગણી અનુભવો. રવિવારે - ૪ નવેમ્બરે વાઘબારસ આવે છે. આપના લાડકા ‘ગુજરાત સમાચાર’નું વાર્ષિક કેલેન્ડર આ દિવસે અમૃતસિદ્ધિ યોગ દર્શાવે છે. આ સુભગ સમન્વયે મા સરસ્વતીનું પૂજન-અર્ચન કરો અને જ્ઞાન પામો. આજના યુગમાં જ્ઞાન વગર જિંદગી અધૂરી છે. આ પછી સોમવારે - ૫ નવેમ્બરે ધનતેરસનું પર્વ આવશે. સદૈવ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે અને પરિવારમાં સુખસમૃદ્ધિનું સંવર્ધન થતું રહે તેવી અભ્યર્થના સાથે પૂજનઅર્ચન કરાશે.

    રાજકારણના રંગતરંગ  અત્ર તત્ર સ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે મુખ્યત્વે બ્રિટિશ રાજકારણની વાત કરી હતી. અમેરિકા અને ભારત તરફ મીટ માંડતા પહેલાં છેલ્લા અઠવાડિયામાં બ્રિટનના રાજકીય તખતા ઉપર ખેલાતી રમત ઉપર પણ જરા અછડતી નજર નાંખી લઇએ. બ્રેક્ઝિટ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી અવઢવમાં અટવાઇ રહેલા વડા પ્રધાન થેરેસા મે તાજેતરના રાજકીય ઘટનાક્રમથી બેબાકળા બની ગયા હોય તો નવાઇ નહીં. સામાન્યપણે સરકાર દ્વારા શકવર્તી નિવેદન જાહેર કરતાં પૂર્વે કેબિનેટની મંજૂરી આવશ્યક ગણાય છે. હમણાં જ બહાર આવ્યું છે કે ૨૦૧૬ની ટોરી પક્ષની કોન્ફરન્સમાં વડા પ્રધાને જે ઘોષણા કરી હતી કે યુરોપિયન યુનિયન સાથે કાયમી ધોરણે, સંપૂર્ણપણે છૂટાછેડા લેવા માટે મારી સરકાર દૃઢ નિશ્ચયી છે અને આગામી દિવસોમાં આર્ટીકલ ૫૦ અન્વયે યુરોપિયન યુનિયનથી છુટા પડવા માટે અમે ૩૧ માર્ચ ૨૦૧૯ની તારીખ નક્કી કરી છે, એ વિધિવત્ ન હતું.