જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    બ્રિટન, અમેરિકા અને ભારત...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહો દરમિયાન આપણે સદાબહાર સ્વાસ્થ્ય, સમાજ, શિક્ષણ, મનદુરસ્તી સહિતના અનેકવિધ મુદ્દે ચર્ચા કરી છે, પરંતુ વિશ્વતખ્તે - રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય મોરચે પણ શું ચાલી રહ્યું છે? ચાલોને આજે જરા તેનું વિહંગાવલોકન કરીએ...

    આધુનિક યુગની વિકટ સમસ્યા  માનસ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ધર્મજ સોસાયટીનો સુવર્ણ જયંતી મહોત્સવ દબદબાભેર ઉજવાઇ ગયો. આગામી અંકોમાં કે સંભવતઃ દીપોત્સવી અંકમાં આપ સહુ તેનો સવિસ્તર અહેવાલ માણશો અને રાજી થશો તેવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતથી સંસ્કૃતના વિદ્વાન, અનુભવી તથા માનવંતા પૂર્વ આઇએએસ અધિકારી તેમજ પ્રખર વક્તા શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ બ્રિટન, અમેરિકા સહિતના વિવિધ દેશોમાં વ્યાખ્યાન શ્રેણી સંબોધી ચૂક્યા છે. તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે, જૈન સમુદાયમાં પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન કે ભાષા-સંસ્કાર વિશે ખૂબ સચોટ અને સત્વશીલ વિચારની સુંદર રજૂઆત કરવા માટે સુપ્રસિદ્ધ છે. મહોત્સવને સંબોધતા તેમણે અમેરિકા તેમજ વિશ્વના અન્ય વિકસિત દેશોને - તેમજ અમુક અંશે ભારતને પણ - સ્પર્શતા એક પ્રાણ પ્રશ્નનો સવિશેષ ઉલ્લેખ કર્યો. પ્રવચનના પ્રારંભે તેમણે હળવી શૈલીનું, પણ ચોટદાર ઉદાહરણ ટાંકીને લોકોની મનોસ્થિતિનો સચોટ ચિતાર રજૂ કર્યો હતો.

    બાપ (બાપુ)નું કરજ ક્યારે ચૂકવા

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવતા મંગળવારે વિશ્વભરમાં - માત્ર ભારતીય સમાજમાં જ નહીં, વિશ્વભરમાં ફેલાયેલા ગાંધીજીના અનુયાયીઓ, ગાંધીમૂલ્યોમાં અતૂટ આસ્થા ધરાવતા લોકો દ્વારા ગાંધી જયંતીનું પર્વ ઉજવાશે. વિશ્વવંદનીય વિભૂતી મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ - આજથી ૧૪૯ વર્ષ પૂર્વે - પોરબંદરમાં થયો હતો. ભારત સરકારે પણ ‘બાપુ’ની દોઢસોમી જન્મજયંતીની વિવિધ પ્રકારે ઉજવણીનું આયોજન કર્યું છે. 

    સા વિદ્યા યા વિમુક્તયેઃ મુક્ત

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં હવે શાળા-કોલેજોમાં નવા વર્ષના સત્રો શરૂ થઇ ગયા છે. લાખો કોડભર્યા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ઉજ્જવળ કારકિર્દીની આશા સાથે ઉમંગ-ઉલ્લાસભેર પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા છે. માતા-પિતા પણ સંતાનોની સિદ્ધિ માટે અવશ્ય ગૌરવ અનુભવતા હશે તેમાં બેમત નથી. હું અગાઉ આ જ કોલમમાં લખી ચૂક્યો છું કે વિદ્યાર્થી - જો ચોક્કસ લક્ષ્ય સાથે લગનપૂર્વક મહેનત કરે તો તે શ્રેષ્ઠ અવશ્ય બની શકે, પણ સર્વશ્રેષ્ઠ કે નંબર વન તો બહુ જૂજ વીરલા જ બનતા હોય છે. 

    ધનનું આગવું માનસ અને માનસશાસ્

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, શ્રીમતી કોકિલાબહેને તેમના જીવનસાથી ધીરુભાઇ અંબાણી વિશે એક સચિત્ર ગ્રંથ લખ્યો છે. તેમાં ભારતીય ઉદ્યોગજગતના આ દિગ્ગજના જીવનકવન વિશે વિવિધ પ્રકારની માહિતી, નક્કર હકીકતના આધારે નિખાલસતાપૂર્વક રજૂ કરવામાં આવી છે. ચાલો, આપણે પણ પુસ્તકના પાન પર સવાર થઇને પચાસના દાયકાના સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે જઇ પહોંચીએ. 

    આપણું આરોગ્ય આપણા હાથમાં...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે પોતાના આરોગ્યની યોગ્ય સારસંભાળ લેવાની, દેખભાળ રાખવાની દરેક વ્યક્તિની પોતિકી જવાબદારી છે. બીજા બધા - સાથી-સ્વજનો-પરિવારજનો તમને આ કામમાં સહાયક થઇ શકે, પરંતુ આરોગ્યની સારસંભાળ તો તમારે જાતે જ નિભાવવી પડે. આથી જ આ વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલું - અને ઉપરના મથાળામાં ટાંકેલું - પુસ્તક મારા હાથમાં આવ્યું ત્યારે એક બેઠકે વાંચી ગયો હતો.

    જીવનસાથી શોધી આપવાનો ધીકતો ધં

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો... આજે આપણા તેમજ અન્ય સમાજના પાયામાં રહેલા પુરુષ-સ્ત્રી વચ્ચેના સંબંધો અને સવિશેષ તો લગ્નજીવન વિશે આજે થોડીક ચર્ચા માંડીએ. કલ્પના કરો, માત્ર કલ્પના અને કલ્પના જ કરવાની છે... ૮૩ વર્ષના એક વડીલ નામે ગંગાપ્રસાદ પોતાના નિવાસસ્થાનના નાના બગીચામાં બેઠા છે. પરિવારજનોએ રવિવારની બપોરે કંઇક પિકનિક જેવું ગોઠવ્યું છે. બાજુમાં તેમના છ દસકાના સંગાથી એવા દાદીમા બેઠા છે. બધા તેમને જમનાબા કહીને બોલાવે. પાસે જ ૫૮ વર્ષના પ્રૌઢ સુપુત્ર અરવિંદભાઇ અને તેના જીવનસંગિની કાંતાબેન બેઠા છે. અને બા-દાદા, માતા-પિતાની છત્રછાયામાં બેઠા છે ૩૫ વર્ષનો પૌત્ર શાલીન અને તેની પત્ની સૌમ્યા. ચોથી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા બે માસુમ ભૂલકાં બાર આંખોની નજર તળે બગીચામાં ધમાચકડી મચાવી રહ્યા છે. 

    તારો ભરોસો મને ભારી......

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં ભારતની યુવાપેઢીની શક્તિ અને સજ્જતાને કેન્દ્રમાં રાખીને લખાયેલા એક પુસ્તકનો સુંદર રિવ્યુ વાંચવાનો મહામૂલો અવસર મળ્યો. પુસ્તકનું નામ છે - ડ્રીમર્સઃ હાઉ યંગ ઇંડિયન્સ આર ચેન્જીંગ ધ વર્લ્ડ. પુસ્તકના લેખિકા છે સ્નિગ્ધા પૂનમ અને પ્રકાશક છે હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ. આ સપ્તાહે આપણે ૧૫ ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છીએ ત્યારે મને લાગ્યું કે આ પુસ્તકની આપણે સહુએ નોંધ લેવી જ રહી. 

    ફૂલ વિનાની સદાબહાર ફોરમ......

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, પ્રથમ તો મારે આપ સહુ સમક્ષ કબૂલાત કરવી છે - હું અત્યાર સુધી એક ભ્રમમાં રાચતો હતો તે વિશેની. આપણે સહુ ભારતવાસી, ઓછાવતા અંશે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમર સંદેશથી જાણકાર હોઇએ જ છીએ. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અનેક બાબતો અંગે ઉપદેશ આપ્યા છે. ખાસ તો, બીજા અને પંદરમા અધ્યાયમાં જનસાધારણના જીવનના કેટલાય કોયડાના અકસીર ઉકેલસમાન જડીબુટ્ટી પણ પ્રદાન કરી છે. આપણા સહુના કાનમાં ભગવદ્ ગીતાના શ્લોકોનો સૂર-નાદ ભલે ગૂંજતો હોય, પણ દિલ અને દિમાગ સુધી તેનું ઊંડાણ વ્યાપવું તે કદાચ અલગ વાત છે. મારો પણ આ જ વાતે પનો ટૂંકો પડ્યો છે એમ સ્વીકારવામાં આજે લગારેય હિચકિચાટ નથી.

    વહુ, વરસાદ અને વિધાતાને જશ નહી

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ શીર્ષક લખતા તો લખાઇ ગયું છે, પણ તેમાં છૂપાયેલો સંદેશ વાંચીને વાચકોનો એક વર્ગ મારી સામે નારીશક્તિની તરફદારી કરતા હોવાનો આક્ષેપ કરે તો નવાઇ નહીં. સાચી વાત તો એ છે કે કહેવત એટલે અનુભવનો નિચોડ. આપ સહુ સુજ્ઞજનો જ કહેવત વાંચીને વિચારોને... વહુ ગમેતેટલું સારું કામ કરે તેને ભાગ્યે જ જશ મળતો હોય છે. ખરું છેને? તેના કામમાંથી ક્યાંકને ક્યાંક કોઇને કોઇ કચાશ શોધીને ટીકાટિપ્પણ થતી જ હોય છે.