જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    ઘૂંઘટ કા પટ ખોલ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૨-૧૩ નવેમ્બર અને ૧૯-૨૦ નવેમ્બર - એમ બન્ને વીકેન્ડ મારા માટે થોડાક ભારે રહ્યા. ના, બાપલ્યા... ના કોઇ ગ્રહ-દશા સંદર્ભે નહીં, પણ આરોગ્ય-દશા સંદર્ભે આ વાત કરી રહ્યો છું. આપ સહુ તો જાણો જ છે કે ગ્રહો સાથે તો મારો ‘મનમેળ’ જ નથી. શરદી-ખાંસી એટલા બધા થઇ ગયા હતા કે ફરજીયાતપણે ઘરમાં આરામ જ કરવો પડ્યો. પગના તળિયે ભમરો ધરાવતા મારા જેવા માણસને તો આ બહુ કાઠું પડે હોં... બધું સાવ અણધાર્યું થયું હતું - જીવનમાં ઘણું બધું અણધાર્યું બને છે તેમ જ. તબિયતની તો હું બહુ કાળજી રાખું છું. સારવાર કરતાં સાવચેતી સારી એવો મારો હંમેશા અભિગમ રહ્યો છે, પરંતુ આ વખતે ઝડપાઇ જ ગયો. શરદી-ખાંસીએ શરીરમાં એવો તે અડીંગો જમાવ્યો કે વાત ન પૂછો...

    રજાની એક ઔર મજા...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો, આપણે સહુ ઇસવી સન ૨૦૧૭નું સાથે મળીને સ્વાગત કરીએ. નાનામોટા પ્રશ્નો કે સમસ્યા હોવા છતાં આજનો દિન અતિ રળિયામણો રે... ભજન પ્રમાણે માનવજાત સર્વત્ર ઓછાવત્તા અંશે વધુ સુવિધા, સહીસલામતી કે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહી છે એમ માનવાને ઘણા કારણ છે. આતંકવાદ કે ભ્રષ્ટાચાર કે પછી તેના જેવા અન્ય દૂષણો છે તે સાચું. આપણે આ બધું જાણીએ કે જોઇએ છીએ ત્યારે પારાવાર વેદના પણ અનુભવીએ છીએ. થોડીઘણી પણ ચિંતા થાય. પરંતુ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના સમયમાં પણ એવા નઠારા તત્વો તો હતા જ ને... કૈકયી, મંથરા કે પછી પે’લા ધોબીને તેના વાણી-વર્તન-કરતૂતથી આપણે ઓળખીએ જ છીએ. પાંચેય આંગળી એક સરખી તો હોય જ ન શકે! જો હોય તો મુઠ્ઠી ન વાળી શકાય. અને મુઠ્ઠી ન વાળી શકાય તો પછી માનવ અને યંત્ર-માનવ (રોબોટ) વચ્ચે ફરક શું? 

    સમય, શક્તિ, સાધન, સંભવ, સૂઝ - સપ્ર...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહનો અંક આપના હાથમાં પહોંચશે ત્યારે આપણે સહુ નૂતન વર્ષના વધામણા કરવા માટે થનગનતા હોઇશું. આગામી વર્ષ સ્વતંત્ર ભારતનું ૭૦મું વર્ષ હશે. સાથે સાથે જ આપણે યુગપુરુષ મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી તરફ પણ પ્રયાણ કરી રહ્યા છીએ. વીતેલા વર્ષમાં મને દેશવિદેશમાં ૩૦૦થી પણ જાહેર કાર્યક્રમો માણવાનો, આપ સહુને મળવાનો અને વ્યક્તિગત વિકાસયાત્રાને વધુ વેગ આપવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. ગ્રીસના  પાટનગર એથેન્સમાં લેડી સંધ્યાબહેન પોપટ તેમજ લોર્ડ ડોલર પોપટના પરિવારે યોજેલ પૂ. મોરારિબાપુની રામકથામાં વિવિધ પ્રકારનું માનસિક અને આધ્યાત્મિક પોષણ મેળવ્યું. વેસ્ટ ઇંડિઝના જમૈકામાં સિગ્મા ફાર્માસ્યુટિકલના સર્વેસર્વા ભરત શાહ અને તેમના પરિવાર આયોજિત એક સપ્તાહના પરિસંવાદમાં હાજરી આપવા પણ હું નસીબવંતો બન્યો. 

    વૃત્તિ - પ્રવૃત્તિ - નિવૃત્તિઃ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનું પ્રિય સમાચાર પત્ર ગુજરાત સમાચાર છે અને તે બદલ અમે સૌ સગર્વ આપના આભારી છીએ. હું અનુભવથી સુપેરે જાણું છું કે અમારો વાચક વર્ગ જાગ્રત હોવા ઉપરાંત પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા હંમેશા આતુર છે. પ્રતિ સપ્તાહે સંખ્યાબંધ વાચકો સાથે મારો રૂબરૂ, પત્રો, ઇ-મેઇલ તેમજ ટેલિફોન દ્વારા સંપર્ક થતો રહે છે. આપ સહુ કૃપાવંત છો એ અમારું સદ્નસીબ છે.