જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    બહુજન હિતાય, બહુજન સુખાય...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોલમમાં આપણે અવારનવાર રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ઘટનાક્રમો - પ્રસંગોની વાત કરતા રહીએ છીએ, સફળતાની અને સમસ્યાઓની વાત કરીએ છીએ. સિદ્ધિ-સફળતાનો હરખ થતો હોય છે, અને સમસ્યા-મૂંઝવણનો કંઇક ઉકેલ શોધવાનો પ્રયાસ થતો હોય છે. વાત કે મુદ્દો ભલે કંઇ પણ હોય તેનો ઉદ્દેશ એક જ હોય છે - બહુજન હિતાય, બહુજન સુખાય. આજે પણ ચર્ચાનો વિષય આવો જ છે.

    ભારત - અમેરિકા સહયોગ: વૈશ્વિક પ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ લેખમાળામાં ત્રણ લોકતંત્રો - ભારત, બ્રિટન અને અમેરિકાની અગ્નિપરીક્ષા વિશે વિચારવિમર્શ કરી રહ્યા છીએ. ભારત અને બ્રિટન વિશે વાંચીને વાચકોના પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે, તેને આવકાર મળ્યો છે તે માટે અમો આભારી છીએ. આના મૂળમાં વાચકોની સમજણ અને જાગરૂકતા રહેલા હોવાનું મારું સ્પષ્ટ માનવું છે.

    સંસારીનું સુખ સાચું રે, મોહન પ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, દેશના અને દુનિયાના રાજકારણમાં ત્રણ સપ્તાહ આંટાફેરા કર્યા બાદ ચાલોને આજે જરા અંતરમનમાં આંટો મારીએ. મારી વાત કરું તો નાનપણથી જ મને ભજન સાંભળવાનું બહુ જ ગમ્યું છે. ઘર-મહોલ્લામાં ભજન હોય કે ગામના મંદિરે ભજનમંડળીનો કાર્યક્રમ હોય, ભજન સાંભળવાનો અવસર હું ભાગ્યે જ ચૂકતો. માતા કમળાબા અને (પહેલાં સંસારી અને પછી સંન્યાસી) પિતા બાબુભાઇનો ધર્મ-અધ્યાત્મનો વારસો મળ્યો હોય કે બીજા કોઇ પરમ તત્ત્વની કૃપા હોય, ભજનનું મને બહુ જ આકર્ષણ રહ્યું છે.

    વૈશ્વિક ગુજરાતીઓની ખુબીઓ અને

    વડિલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વ પ્રવાસી અને અનુભવજન્ય જ્ઞાનના ભંડાર સમાન, ગુજરાતીઓના હરતાફરતા રાજદૂત જેવા પ્રા. ચંદ્રકાન્ત પટેલ હશે હવે આપણા સૌના આગામી અતિથિ.

    પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી વંચિત મા હીરાબહેનના બે પુત્રોમાં મોટા ચંદ્રકાન્તભાઈ અને લઘુબંધુ રમણભાઈ.

    સંઘર્ષજન્ય સ્વાનુભવોનું વ્યક...

    વડીલો સહિત સૌ વાચકો, નમસ્કાર... પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી વંચિત મા હીરાબહેનના બે પુત્રોમાં મોટા ચંદ્રકાન્તભાઈ અને લઘુબંધુ રમણભાઈ.

    બ્રિટનનો રાજધર્મ ખ્રિસ્તી છે

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં હાલ અખબારોમાં તેમજ અન્ય માધ્યમોમાં એક મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ દેશની કુલ વસ્તીમાં હવે ખ્રિસ્તીઓની બહુમતી રહી નથી ત્યારે બ્રિટનને ખ્રિસ્તી દેશ કહેવો કે નહીં? વિષય નાજુક છે, પરંતુ વાસ્તવિક્તા પણ આ જ છે. છેલ્લા 100 વર્ષથી બ્રિટનને ખ્રિસ્તીધર્મી દેશ ગણાવાતો રહ્યો હોવા છતાં આ દેશમાં અન્ય ધર્મોને પણ પોતાની રીતે માનભેર જીવવાનો અધિકાર પ્રાપ્ત થતો રહ્યો છે. 

    નાગ્રેચા હોલમાં આનંદ-ઓચ્છવની

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ઇસ્ટ લંડનના લેન્ટન વિસ્તારમાં આવેલો નાગ્રેચા હોલ એટલે જાણે ભારતીય સંસ્કાર-સંસ્કૃતિના વારસાનું કેન્દ્રબિંદુ. લેયટનમાં વસતાં ભારતીય સમુદાયની વાત હોય કે લંડનના અન્ય વિસ્તારમાં વસતાં ભારતીયોની વાત હોય, સહુ કોઇ નાગ્રેચા હોલના નામથી સુમાહિતગાર છે. આ સ્થળ એટલે મૂળે તો નાગ્રેચા પરિવારના - વિશાળ વડલા જેવા - વેપાર-ધંધાનું વડું મથક. પણ સાથે સાથે જ આ સ્થળ વર્ષોથી તે વિસ્તારના આપણા ભાઇભાંડુઓ માટે સાંસ્કૃતિક - સામાજિક - ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે.

    શારીરિક બીમારી કરતાં વાતનું વ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના માનવંતા કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયાના અહેવાલ આજકાલ ચર્ચાની એરણે ચઢ્યા છે. સારવાર થઇ શરૂ થઇ ગઇ છે, ત્યારે આપણે સહુ તેમના નિરામય સ્વાસ્થ્ય માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. કિંગ ચાર્લ્સની બીમારીનું નિદાન થયું છે તે ઘટનામાં સૌથી નોંધનીય બાબત એ છે કે કિંગ લગભગ આદર્શ કહી શકાય તેવી જીવનશૈલી જીવી રહ્યા છે. તેઓ ભોજનમાં ઓર્ગેનિક ફૂડ આરોગે છે, અને માંસ-મદિરાનું પણ ઓછું સેવન કરે છે. સહુ કોઇના મનમાં એ સવાલ રમી રહ્યો છે કે હેલ્ધી જીવનશૈલી છતાં કિંગને કેન્સર જેવી બીમારીનું નિદાન થયું છે. આમ થવાનું કારણ શું?

    મારા જીવનનો મોક્ષમાર્ગ છે વાં

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ ઓછાવત્તા અંશે કોઇ માહિતી કે વિગત જાણવાનો, જણાવવાનો, વિચારવાનો અને પરિચિત - તો ક્યારેક અપરિચિત - સાથે તેનો વિચારવિનિમય કરવાનો અવસર માણતા જ હશો. જગતનિયંતાએ જીવમાત્રને એક યા બીજા પ્રકારે ‘વાચા’ આપેલી છે, અને જીવમાત્ર પોતાની સજ્જતા - ક્ષમતા અનુસાર તેનો ઉપયોગ કરતો હોય છે. જોકે આ મામલે સૌથી વધુ લાભવંતો જીવ છે મનુષ્ય.