જીવંત પંથ

No

Block: Site: Subtree Block

    યુકે - ઇયુની સંતાકૂકડી...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શુક્રવારે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન - ચેકર્સ ખાતે સવારના નવ વાગ્યાથી, જરૂર પડે તો મધરાત સુધી ચર્ચા કરવાની તૈયારી સાથે, કેબિનેટના સૌ સભ્યોની એક નાજુક પ્રશ્ન વિશે, વિવાદાસ્પદ પણ, મહત્ત્વની બેઠક વડા પ્રધાન થેરેસા મેએ યોજી હતી. તે વેળા કેબિનેટના ૧૩ સભ્યો યુરોપિયન યુનિયન (ઇયુ) સાથેના છૂટા-છેડા બાબત બાંધછોડ કરવાની (સોફ્ટ બ્રેક્ઝિટ) તરફેણમાં તૈયાર હતા. આઠ સભ્યો (હાર્ડ બ્રેક્ઝિટ) એટલે કે બ્રિટન નક્કી કરે તે શરતો પ્રમાણે જ ઇયુ સાથે ફારગતિ થવી જોઇએ તેવો મત ધરાવતા હતા. જ્યારે પાંચ સભ્યો એવા હતા કે જે ઇયુમાંથી બ્રિટન સાથે છૂટા થવું જોઇએ કે નહીં તે મુદ્દે અવઢવમાં હતા. અંતે સાંજે પોણા સાત વાગ્યે એક અખબારી યાદીમાં વડા પ્રધાન ઓફિસે સર્વસંમતિથી છૂટાછેડાની સંભવિત શરતો બાબત નિર્ણય લીધો છે તેવી ઘોષણા થઇ. શનિવારે અત્રેના રાજકીય વર્તુળો, સવિશેષ તો સત્તાધિશ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી.

    પ્રમોદ પટેલનો પડકારોને પડકાર...

    વડીલો સહિત સૌ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે વાત કરી હતી ‘પરાક્રમી પ્રમોદભાઇ’ની, અને તે સમયે કરેલા વાયદા પ્રમાણે આ સપ્તાહે પ્રમોદભાઇને ‘વિગતવાર’ લઇ આવ્યો છું. 

    પહેલું સુખ તે જાતે નર્યા, સાચુ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, એક સપ્તાહની ગેરહાજરી બાદ આપનો સેવક હાજર છે. એક રીતે જોઇએ તો આ ગેરહાજરી ન કહેવાય હોં... ‘જીવંત પંથ’ની આ રજા જલ્સાપાણી કરવા નહોતી રાખી. આ દિવસોમાં પણ કામ તો કર્યું જ છે. ગયા સપ્તાહે કારણ જણાવી જ ચૂક્યો છું એટલે પુનરોક્તિ ટાળી રહ્યો છું. 

    સમાનતા, સંવાદિતા, સમરસતાઃ નવીન...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિવારે બ્રિટિશ-ભારતીય સમાજ સહિત સમગ્ર દેશે મેગન મર્કેલ - પ્રિન્સ હેરીના લગ્ન માણ્યા. આ પ્રસંગ પારિવારિક હોવા છતાં ખરા અર્થમાં તે એક વૈશ્વિક ઘટના બની ગઇ છે એમ અવશ્ય કહી શકાય.

    ટ્રમ્પની નીતિરીતિઃ દુનિયા ઝૂ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો આપણે સહપ્રવાસે નીકળીએ... આપણો પ્રવાસ વૈચારિક છે, અને અમુક અંશે કાલ્પનિક પણ ખરો. આમાં ક્યાં બેગબિસ્તરા બાંધવાની કે ટિકિટ બુકીંગ કરાવવાની જરૂર છે? વાત તો ખરીને! બસ, આપ સહુને તો મારા ખભે બેસી જવાનું છે ને વિશ્વભ્રમણ કરવાનું છે. (જો જો હોં...બાપલ્યા, મારા શબ્દોને પકડવાના બદલે તેના ભાવાર્થને ધ્યાને લેજો, ક્યાંક એવું ન બને કે કાલે આપણે રસ્તામાં સામા મળી જઇએ ને તમે કૂદીને મારા ખભે ચઢી જાવ... આ ૮૧ વર્ષના માણસની કરોડરજ્જૂની દયા રાખજો...)

    બુદ્ધં શરણં ગચ્છામિ... સહુ માટે...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, સૌરાષ્ટ્રનો ગીર પંથક તેના ડાલામથ્થા સાવજ અને મધમીઠી કેસર માટે ભલે આખી દુનિયામાં જાણીતો હોય, પરંતુ આજકાલ આ વિસ્તાર જુદા જ કારણસર જગબત્રીસીએ ચઢ્યો છે. ગીર પંથકમાં આવેલા ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના ૫૭ દલિતોએ બૌદ્ધપૂર્ણિમાની પૂર્વસંધ્યાએ સામૂહિક રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્માંતરણ કરતાં પરિવારોનો આ અહેવાલ રવિવારે આખો દિવસ ભારતીય ટીવી ચેનલો પર ચમકતો રહ્યો હતો. સંભવ છે કે આ અહેવાલ નિહાળીને બ્રિટનનિવાસી ગુજરાતીઓના મનમાં પણ કંઇકેટલાય પ્રશ્નો ઉદભવ્યા હશે. 

    ગુજરાત ગૌરવ દિન...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગામી મંગળવારે પહેલી મેના રોજ ભારતીય સમવાય તંત્રમાં એક અલગ રાજ્ય તરીકે ગુજરાતનો સ્થાપના દિન દેશ-દેશાવરમાં ઉજવાશે. સિદ્ધરાજ જયસિંહના કાળમાં પણ ગુજરાત અલગ રાજ્ય તરીકે ભારે પ્રભાવ અને દબદબો ધરાવતું હતું. આ પછી અનેક રાજા-રજવાડાંનો ઉદભવ થયો. આ પછી સુલતાન યુગ આવ્યો. મોગલાઇ આવી. કેટલાક પ્રાંતોમાં પેશ્વાઇ આવી, અને તે પછી ગાયકવાડી શાસન આવ્યું. સમયાંતરે બ્રિટિશ સલ્તનતે ભારત પર પ્રભુત્વ મેળવ્યું અને ગુજરાત બ્રિટિશ ઇંડિયાનો ભાગ બન્યું.

    ના હું ગાઇશ. ના હું તો ગાઇશ જ... પ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બોદા વાજિંત્રની સંગતમાં બેસૂરા સ્વરે ગાયન રજૂ થાય અને જે ઘાટ રચાય કંઇક તેવી જ હાલત અત્યારે બ્રિટિશ રાજકારણની અને તેમાં પણ તે સત્તાધારી પક્ષની જોવા મળી રહી છે. થેરેસા મે હટાવ ઝૂંબેશ એ જાણે આ બેસૂરા, કઢંગા ગાયનનું શીર્ષક બન્યું છે. બ્રિટિશ સરકારનું પ્રધાનમંડળ લગભગ ૯૧ સભ્યો ધરાવે છે. તેમાંના સાતેક જેવા કેબિનેટ મિનિસ્ટર ઉપરાંત પ્રધાન, નાયબ પ્રધાન, પાર્લામેન્ટરી સેક્રેટરી એવા બીજા ૧૨ નાના મોટા પ્રધાનપદ ધરાવનારાઓએ બ્રેક્ઝિટ મુદ્દે મે સરકારમાંથી રાજીનામા ધરી દીધાં છે. આવા નેતાઓની યાદી પર એક નજર ફેરવવા જેવી છે.

    ‘ઉલમાંથી ચૂલમાં’ ટાળવાની કવા

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ રાજકારણ પહેલી વખત આજના જેવી ગંભીર કટોકટીમાં સલવાણું છે. હાઉસ ઓફ કોમન્સમાં બ્રેક્ઝિટ બાબત થેરેસા મે સરકારે રજૂ કરેલા પ્રસ્તાવો ઉપર લાંબી લચ ચર્ચા થઇ રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ઉપલબ્ધ માહિતી અનુસાર (છેલ્લી ઘડીના ફેરફાર ન થાય તો...જોકે સોમવારે બપોરે ૩-૩૦ વાગ્યે વડા પ્રધાને પાર્લામેન્ટમાં આશ્ચર્યજનક ઘોષણા કરી કે મતદાન મુલત્વી રાખ્યું છે.) મંગળવારે રાત્રે પ્રસ્તાવો વિશે મતદાન થશે. (તે વેળા આપનું અખબાર ‘ગુજરાત સમાચાર’ તો પ્રિન્ટર પાસે પહોંચી ગયું હશે.) મંગળવારના આ પ્રસ્તાવ અંગે એવી અમંગળ આગાહી થઇ રહી છે કે થેરેસા મે સરકારનો પરાજય નક્કી છે. ટોરી પક્ષના અસંતુષ્ટો અને લેબર પક્ષના તકવાદી વલણથી એમ થવું ચોક્કસ મનાય છે. તો એ પછી શું?

    સર્વાંગી સ્વાસ્થ્યની ચાવીઃ ય

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, નિયમાનુસાર આજે સોમવારે આ કોલમનું શબ્દાવતરણ થઇ રહ્યું છે. આપના લાડકડા અખબારનો વર્ષ ૨૦૧૮નો છેલ્લો અંક આવતીકાલે પ્રિન્ટીંગ પ્રેસમાં જઇ રહ્યો હશે ત્યારે બીજી તરફ ૯૯ વર્ષનાં સુશ્રી જોયસ રેનોલ્ડ્સ આયુષ્યની સદી ફટકારવાની ઉજવણી કરી રહ્યા હશે. ૧૦૦મા જન્મદિવસની ઉજવણીની બધી તૈયારીઓ કદાચ તેમણે જાતે જ કરી હોય તો પણ નવાઇ નહીં! વાચક મિત્રો, કદાચ આપ કહેશો કે ૯૯ વર્ષનાં ‘માજી’ તે કંઇ થોડાં તેમના એકસોમા જન્મદિવસની તૈયારી જાતે કરી શકે? આ ઉંમરે તો ૯૯ ટકા વ્યક્તિઓ પરાધીન, પથારીવશ જીવન જીવતી જ હોય.