આણંદ-વિદ્યાનગરમાં યોજાયેલા બે કાર્યક્રમોમાં જવાનું બન્યું, તેમાંનો એક તો આપણા આ સાપ્તાહિકમાં સાડા ત્રણ દસકાથી સક્રિય કોકિલાબહેનનાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’નાં લોકાર્પણનો હતો. કોકિલાબહેનનો પ્રત્યક્ષ પરિચય તો ઘણો મોડો - ૨૦૦૮માં કૃષ્ણકાંત વખારિયા અને સવજીભાઈ વેકરિયાની સાથે લંડનના ટૂંકા પ્રવાસે જવાનું થયું હતું ત્યારે જ - થયો, પણ એમનું વ્યક્તિત્વ એટલું ખૂલ્લાં આકાશ જેવું અને સહજ મધુરતા સાથેનું, કે જાણે વર્ષોથી આત્મીય પરિચય હોય તેવું અનુભવાયું.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
આ દિવસોમાં ગુજરાત ઉત્સવ અને મૃત્યુની સમાંતરે ચાલતું રહ્યું! જેમ વ્યક્તિ, તે રીતે સમાજને ય અંધારાં-અજવાળાં અને જીવન-મૃત્યુનો અનુભવ થતો રહે છે તે સમયનાં પાને અંકિત થઈ જાય છે! વિશ્વ ગુજરાતી સમાજે હમણાં વિશ્વ ગુજરાતી પ્રતિભા અને ગુજરાત પ્રતિભા સન્માનથી બે મહાનુભાવોને નવાજ્યા.
ગુજરાતમાં દરેક ચૂંટણી સમયે મીડિયાનું જાણીતું વિધાન હોય છે કે આ વખતે ગુજરાતના નાથ કોણ બનશે? આમ તો લોકશાહીમાં કોઈ નાથ હોતા નથી પણ રાજ્યના સર્વોચ્ચ પદે કોઈ આવતું હોય તેના વિશે આમ કહેવાય છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તેમની સોલંકી સમયની નવલકથાઓમાં એકને ‘ગુજરાતનો નાથ’ નામ આપ્યું ત્યારથી આ પ્રયોગ ચાલે છે.
શા માટે તસલીમા? અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાં મુખ્યત્વે ગુજરાતને કેન્દ્રમાં રાખને લખાતું રહ્યું છે. પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું. દુનિયાના તખતા પર પોતાની નવલકથાઓ, આત્મકથા, કવિતા અને નિબંધો ઉપરાંત બે-બાક મંતવ્યોથી આદર અને ઊહાપોહ સર્જનાર આ બાંગલાદેશી સર્જકને ૨૦૧૩માં, ગુજરાતમાં સ્થાયી થવા માટેનું આમંત્રણ આ લેખકે આપ્યું હતું!
શા માટે તસલીમા?
અને, તે પણ ‘તસવીરે ગુજરાત’ કોલમમાં, જેમાં મુખ્યત્વે ગુજરાતને કેન્દ્રમાં રાખને લખાતું રહ્યું છે.
પણ કારણ છે, તસલીમાને યાદ કરવાનું. દુનિયાના તખતા પર પોતાની નવલકથાઓ, આત્મકથા, કવિતા અને નિબંધો ઉપરાંત બે-બાક મંતવ્યોથી આદર અને ઊહાપોહ સર્જનાર આ બાંગલાદેશી સર્જકને ૨૦૧૩માં, ગુજરાતમાં સ્થાયી થવા માટેનું આમંત્રણ આ લેખકે આપ્યું હતું!
એ દિવસોમાં ચારેતરફથી તેની ખિલાફ આલોચનાનો કાદવ ઉછાળવાાં આવી રહ્યો હતો. બાંગલા દેશમાં તેનાં મસ્તક માટે કે જીવતી યા મરેલી મેળવવા માટે ફતવા પર ફતવા ચાલુ હતા. અદાલતમાં તેની સામે આરોપો ઘડાયા હતા. જલદીથી આ મહિલાને પીંજરામાં પૂરીને જેલભેગી કરવા કટ્ટરવાદીઓ થનગની રહ્યા હતા.
આ લખી રહ્યો છું ત્યારે, સોમવારે અમદાવાદ તેની ૬૦૮મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. એક મહાનગર - જેને ગુજરાતની આર્થિક રાજધાની અને બાદશાહોનાં પાટનગર તરીકેની - ખ્યાતિ મળી છે તેનો ભૂતકાળ અનેક ચડાવ-ઉતારનો સાક્ષી હોય જ. જૂન ૧૦૬૭માં, કોલેજનું છેલ્લું પેપર પૂરું કરીને, જૂનાગઢથી અહીં અમદાવાદ આવીને વસી ગયો હતો. પત્રકારત્વ – સાહિત્ય – શિક્ષણ – ઇતિહાસ સંશોધનના ચાર મુખ્ય પડાવ પર ઊભો રહીને જોઉં છું તો કેટકેટલાં દૃશ્યો નજર સામે આવે છે?
ઈશાન ભારતના રમણીય પણ વેરવિખેર પ્રદેશ ત્રિપુરામાં સીપીએમ સરકારનો પરાજય માત્ર ચૂંટણીલક્ષી ઘટના નથી. અગાઉ કહેવામાં આવતું (અને બિરાદરો પણ માનતા કે) ભારતીય સમાજમાં અંતિમ લડાઈ સામ્યવાદ વિરુદ્ધ સંઘની રહેવાની છે. કેરળમાં તો આ રોજેરોજના સમાચાર છે કે કાર્યકર્તાઓની હત્યાઓ થાય છે. ત્રિપુરા સામ્યવાદીઓને માટે ઉત્તર-ઈશાન ભારતનો એકમાત્ર ગઢ હતો. પશ્ચિમ બંગાળમાં મમતા મુખરજીની તૃણમૂલ કોંગ્રેસે ડાબેરી મોરચાને પરાસ્ત કર્યા પછી તેને ફરી વાર સત્તાની તક મળી નથી. એક માત્ર ત્રિપુરા બાકી હતું, તે પણ ગયું.
‘ભારતીય લોકવિદ્યાનો ઇતિહાસઃ વિવિધ પ્રદેશોમાં તેનાં મૂળિયાં...’ આવા વિષય પર અહીં આણંદમાં એક આખો દિવસ તેના વિદ્વાન અભ્યાસીઓની ચર્ચાગોષ્ઠિ થાય તે સાંસ્કૃતિક ગુજરાતની ઘટના ગણાય કે નહીં?’
કચ્છમાં ત્રણ દિવસ માટે ‘કચ્છ વાયબ્રન્ટ’નો સરસ પ્રયોગ થયો. ઇન્ડેક્સ-બી, જીજીઆઇકે, ગ્લોબલ નેટવર્ક અને બીજી કેટલીક સંસ્થા સંગઠનોના સહયોગથી આ પરિષદ યોજાઈ તેમાં વિશ્વ ગુજરાતી સમાજ પણ સામેલ થયો. કચ્છના વ્યાપારી મહામંડળે આયોજન કર્યું હતું.
હમણાંથી વળી પાછાં બંગાળ-પૂર્વોત્તર ભારતની સાંસ્કૃતિક સફરનો ભૂતકાળ વર્તમાનમાં પળોટાતો થયો છે. ૨૭ માર્ચે સોરઠના ‘માધુપુરના મેળા’ નીમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક નાટ્ય-ઉત્સવમાં ઈશાન ભારત અને ગુજરાતના સ્નેહ સંબંધોને ઊજાગર કરવાનું કામ લિખિત સ્વરૂપે કરી રહ્યો છું.
