તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    તમે મળ્યા સરદાર-પ્રતિમાના શિલ

    સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ – જેણે આ ભવ્ય સ્મારકની જહેમત લીધી - તેના બે સચિવો શ્રી શ્રીનિવાસન અને શ્રી રાઠોડનું મોટું પ્રદાન છે. સંજય જોશી તેમની સાથે કાર્યરત છે એટલે ચીફ સેક્રેટરી શ્રી જે. એન. સિંહની સૂચનાથી સરદાર-પ્રતિમા બને તે પહેલાં વિચારવિમર્શ માટે એક સમિતિ બનાવી હતી. સરદાર સાહેબના અભ્યાસીઓ અને તેમના વિશેની સંસ્થાઓના સંચાલકો તેમજ ઇતિહાસકારોને બોલાવાયા. તે પછી તેમના ફોટોગ્રાફ્સ એકત્રિત થયા. લાર્સન એન્ડ ટુબ્રોના બે અધિકારીઓ પણ સામેલ હતા. ૨૦૧૭માં ફોન આવ્યો કે તમારે દિલ્હી જવાનું છે અને જાણીતા શિલ્પકાર પદ્મશ્રી રામ સુથારની સાથે આ પ્રતિમા વિશે વિચાર વિમર્શ કરવાનો છે. વિમાન માર્ગે પહોંચ્યા અને નોઇડામાં આવેલા તેમના વિશાળ સ્ટુડિયોની મુલાકાત લીધી. પ્રવેશ કરતાં જ વિવિધ પ્રતિમાઓની મહેફિલ જામી હોય તેવું લાગ્યું!

    શું ભગતસિંહ વડોદરામાં છૂપાયા

    ૨૩ માર્ચના વાસંતી દિવસોમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ તેને ૮૫ વર્ષ વીતી ગયાં. ગુજરાતનો તેની સાથેનો સંબંધ મને વડોદરાના માર્ગો પર લઈ ગયો. અર્વાચીન વિકસિત વડોદરામાં તે સ્થાનો હવે તો મોટી ઇમારતોની વચ્ચે ઢંકાઈ ગયાં હશે પણ -

    હળવી પણ ગંભીર કહાણીઃ મૂછ, પઘડી

    રિઝોલ્યુશન ભલે ઇસવી સનની સાથે જોડાયેલું હોય, આપણે વિક્રમ સંવત ૨૦૭૫ના નવાં વર્ષનો - આખું વર્ષ ટકી રહે તેવો - સંકલ્પ લેવો હોય તો?

    સમગ્ર ગુજરાત અને ગુજરાતી તરીકે આટલું કરીએ, જે આપણા ડીએનએમાં પણ છેઃ વ્યવહારુ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ અને વ્યવહારુ સમજ.

    મૌસમ આવી મહોત્સવોની!...

    શિયાળો બેસતાં ગુજરાતમાં જ્ઞાન-ઉપાસનાની શરૂઆત થઈ જાય છે. હમણાં બે દિવસ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ઊજવાઈ ગયો. ફિલ્મ, હાસ્ય, પત્રકારત્વ, લોકસાહિત્ય એમ ઘણાં વિષયો પર વક્તાઓ બોલ્યા, શ્રોતાઓએ પ્રશ્નો પૂછયા. છેક તમિળનાડુથી આવેલાં - હવે રાજકોટમાં અંગ્રેજીના અધ્યાપક – વિજયાલક્ષ્મીના અંગ્રેજી કાવ્યસંચયનું લોકાર્પણ થયું.

    ‘સાધુ’ બેટમાં સરદારઃ થોડુંક પ

    સા-વ યોગાનુયોગ કેવડિયા કોલોની પાસેની સરદારની પ્રતિમા - ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાન્નિધ્યે જવાનું બન્યું. વડા પ્રધાને જ્યારે આ ભવ્ય અવસરનો પ્રારંભ કર્યો ત્યારે શક્ય બન્યું નહોતું, હેલિકોપ્ટરમાં મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે. એન. સિંહ હતા એટલે તરેહવારની વાતો પણ થઈ. જતાંવેત આ ‘મુલક’નો પલટો થતો અનુભવાયો.

    એક ‘બીજાં અને અનોખાં’ ગુજરાતન

    ઈસુ વર્ષ ૨૦૧૯ થોડાક દિવસમાં જ તમને ભેટવા આવી રહ્યું છે. વિદેશથી ભારત અને આપણાં પ્રિય ગુજરાતમાં પહોંચવા તમારો જીવ થનગનતો હશે, ખરુંને? આપણે ક્યાં જન્મભૂમિ-વછોયાં છીએ? આ લંડનથી વિમાન પકડ્યું અને આ પહોંચ્યા સલામ શહેર અમદાવાદ કે મોહમયી મુંબઈ! કે પછી વડોદરા - સુરત – રાજકોટ – ભાવનગર – જામનગર – મહેસાણા - આણંદ – ભૂજ – પાલનપુર – અમરેલી...

    વર્ષ ૨૦૧૯: કન્ફ્યુઝન, કરપ્શન અ

    વર્ષની વિદાય અને એક નવા વર્ષનું આગમન રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કેનવાસ પર કેવુંક રંગીન છે તેનું વર્ણન મુશ્કેલ તો છે પણ ચાલો, પ્રયાસ કરીએ. કેટલાક શબ્દો ૨૦૧૮માં પ્રચલિત હતા અને ૨૦૧૯માં ઉમેરો થશે. એક વિશેષતા દરેક સમાજની રહી છે, તે ભીડમાં ઉછાળવામાં આવતા સારાનરસા પ્રલાપ-વિલાપને વધુ સમય સુધી પકડી રાખતો નથી, ભૂંસી નાખે છે.

    સરદાર પ્રતિમાના સાંનિધ્યે દે

    સરદારના રાજકીય જીવનનો સૌથી પડકારયુક્ત સમય ૧૯૪૫થી ૧૯૫૦નો હતો. જેમાં વિભાજન, હિજરત, રાજ્યોનું વિલીનીકરણ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી મુખ્ય રહ્યા તે વાત દેશવ્યાપી આંતરિક સુરક્ષાકર્મીઓ સમક્ષ પ્રસ્તુત થાય તે વર્તમાન સંજોગોમાં એકદમ ઉપયુક્ત હતું તેનો અનુભવ દેશના તમામ રાજ્યોના ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) અને આઈજીપી (ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ) અધિકારી અને કેન્દ્રીય ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવોને થયો - અને તે પણ ગુજરાતમાં, એકતા પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની નિશ્રામાં કેવડીયા કોલોની સભાગૃહમાં- તે નજરે ચડે તેવી રાષ્ટ્રીય ઘટના હતી.

    ૨૦૧૯ની ચૂંટણીમાં ‘મહાગઠબંધન’...

    હિન્દુસ્તાની લોકશાહીની સૌથી વિચિત્ર – પણ દૂર ન થઈ શકે તેવી માયા - રાજકીય પક્ષોની સંખ્યાની છે. બંધારણ રચાયું ત્યારે પણ ભારતમાં ૨૦૦ જેટલા પક્ષો હતા. એવું નથી કે આઝાદી પછી જ આવું બન્યું છે. પૂર્વે પણ પક્ષો તો હતા જ. કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, રિપબ્લિકન વગેરે તેમાં મુખ્ય, પણ પછી ફાંટા પડતા ગયા તે આજ ’દિ સુધી ચાલ્યા કરે છે!

    એક નવી - અને રમુજ પેદા કરે તેવી - વાત આ વખતે ગુજરાત વિધાનસભામાં સાંભળવા મળી, તેની ચર્ચા પૂર્વે વર્તમાન વિધાનસભાની રસપ્રદ તસવીર પણ નિહાળવા જેવી છે. આ વિધાનસભાએ આમ તો અનેક રંગ-ઢંગ દેખાડ્યા છે. ૧૯૬૦માં નવું ગુજરાત રાજ્ય થયું ત્યારે વિધાનસભાનું અસરકારક મકાન જ નહોતું એટલે અમદાવાદની જૂની સિવિલ હોસ્પિટલની એક ઇમારતમાં વિધાનસભા બેસતી.