‘ગુજરાતી થાળી’ જેવો જ ગુજરાતીઓને ઉત્સવ પ્રિય હોય છે તેનો અંદાજ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવી ગયો હતો એટલે ઉત્સવોની યોજના કરી, તે ૨૦૦૫થી શરૂ થઈ. વાયબ્રન્ટ ગુજરાત, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ અને રાજ્ય સ્થાપના દિવસ - ત્રણેની પૂર્વ સંધ્યાએ સ્થાનિક મેગા ઇવેન્ટ શો, રણોત્સવ, મોઢેરા ઉત્સવ, વનવાસી ઉત્સવ... આ ગતકડાં નહોતાં, પણ પ્રજાના આનંદમાં ઇતિહાસ અને ગુજરાત પ્રીતિ ઉમેરવાનો પ્રયાસ હતો, તે ફળ્યો પણ ખરો.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
ચર્ચા શરૂ થઈ છેઃ શું ગમે તેવા મોટા ગજાના સાહિત્યકારને ઇતિહાસ-દોષની છૂટ હોઈ શકે? નિમિત્ત ડોક્યુ-નોવેલ ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ અંતિમ અધ્યાય’ છે. યોગાનુયોગ ૨૩ જાન્યુઆરી સુભાષચંદ્રની જન્મતિથિ હતી. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ વડોદરાની એલેમ્બિક સિટીમાં યોજાયો ત્યાં બે મહાનાયકોની સ્મૃતિથી જ શરૂઆત થઈ. ઉદઘાટનમાં ગુણવંત શાહે ગાંધીજીને યાદ કર્યા, બપોરનાં એક સત્રમાં સુભાષ-ચર્ચા થઈ. હમણાં ખ્યાત સાહિત્યકાર નરોત્તમ પલાણનો પોરબંદરથી પત્ર આવ્યો તેમણે પણ કહ્યું કે આ મુદ્દાની ચર્ચા થવી જોઈએ.
સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. મહાપંડિતોએ નહીં, સામાન્ય માણસોએ રચ્યું છે. મોચી, ચમાર, લુહાર, દરજી, વણઝારા, વાઘેર અને સાથોસાથ રાજપુત, બ્રાહ્મણ, વણિક, લોહાણા, ચારણ, બારોટના હોઠ પર જે સાહિત્ય સર્જાયું તે અદ્ભુત ઘટના છે. પ્રશિષ્ટ સાહિત્યની લગોલગ સ્થાપિત થાય એવું સમૃદ્ધ. તેમાં વાર્તા છે, કથા છે, વ્યાખ્યાન છે, આખ્યાન છે, કવિતા છે, નાટ્યઅંશ છે, છંદ અને દોહરાની જમાવટ છે.
વીતેલા સપ્તાહે સુરતમાં આપણા સાંપ્રત અને ગંભીર વિષય પર નર્મદ યુનિવર્સિટીમાં ચર્ચા થઈ. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં એક પરિસંવાદ હતો. મુદ્દો એ હતો કે ગુજરાત સરહદી રાજ્ય છે. કચ્છથી બનાસકાંઠા અને અન્યત્ર પાકિસ્તાને કરેલા આક્રમણોની આપણને અનુભવ છે. આજના સંજોગોમાં, જ્યારે કાશ્મીરના પુલવામાને રક્તરંજિત કરવામાં આવ્યું અને ચાલીસ જવાનોના મોત થયાં, તે ઘટનાની નિસબત દેશ સમગ્રને છે, તો ગુજરાતે તે વિષે શું વિચારવું જોઈએ? મુદ્દો સાચો છે...
શિવરાત્રિનો મેળો આ સપ્તાહે સોરઠની ધરતી પર રંગેચંગે શરૂ થઈ જશે. સરકારે તેને ‘મિની કુંભ’ નામ આપ્યું તે સા-વ સાચું છે. કુંભ મેળાની જેમ અહીં પણ ‘શિવરાતના મેળે’ નિરંજની અખાડામાં નાગા સાધુઓ એકઠા થાય છે અને મધરાત્રે કડકડતી ટાઢમાં મૃગીકુંડમાં સ્નાન કરે છે. પછી? પછી તે ક્યાં ચાલ્યા જાય છે તેની કોઈને ખબર પડતી નથી!
માર્ચ મહિનાની વસંતને જલદીથી ચૂંટણીની રંગબેરંગી છત્રી મળી જશે! એ પહેલાં ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારી તો શરૂ થઈ ગઈ. નાનકડો પક્ષ પણ બાકી નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાને સાથે લીધા એટલે કોંગ્રેસ-ભાજપની વચ્ચે આ એક પરિબળ ઊભું કરવાના પ્રયાસો દેખાય છે. મુસીબત એ છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગુજરાતમાં ક્યારેય મૂળિયાં મજબૂત નથી રહ્યાં.
સાવ અનાયાસ થઈ આ દાંડીદર્શના. ઓગસ્ટ ક્રાંતિ આખો દેશ ઊજવી રહ્યો હોય ત્યારે આ તીર્થ સુધી દોરાઈ જવાનું મન થાય જ થાય. ૧૯૩૦માં, રાષ્ટ્ર આખું જ્યારે હતાશ અને વિમૂઢ થઈને, નાસીપાસ અવસ્થામાં બેઠું હતું ત્યારે ગાંધીજીએ ચપટી મીઠાને પ્રતીક બનાવી દઈને ફરી એક વાર જનચેતનાનો જુવાળ આણ્યોઃ એ એક ઐતિહાસિક ઘટના તો ખરી, પ્રજાસમૂહની માનસિકતાનો રસપ્રદ અધ્યાય પણ છે.
ઈરાદો એવો છે કે આગામી બે મહિના દરમિયાનના ચૂંટણી-પ્રવાહોને ‘ગુજરાત સમાચાર’ના વાચકો સુધી પહોંચાડવા છે. આ લેખથી તેની શરૂઆત કરીએ. સમગ્ર દેશને ૨૦૧૯માં ‘નવો રાજકીય નકશો’ કેવો મળશે? મતદાર કેટલો તૈયાર છે અને રાજકીય પક્ષોની પાસે કેવી વ્યૂહરચના છે?
ગુજરાતમાં કોંગ્રેસને હવે નવા પ્રમુખ મળ્યા. જોકે ભરતસિંહ સોલંકી કોંગ્રેસને માટે નવા નિશાળિયા નથી. માધવસિંહ સોલંકીના પુત્ર ઉપરાંત કોંગ્રેસમાં એક મહત્ત્વના નેતા તરીકે તેમણે સંસદ સભ્ય, કેન્દ્રીય પ્રધાન સહિતની ઘણી કામગીરી બજવી છે.
રાહુલ ગાંધીના ગુજરાતી સલાહકાર સામ પિત્રોડાએ પુલવામા આતંકી હુમલા બાદ ભારતે કરેલાં ‘ઓપરેશન’ માટે ‘સબુત’ માગ્યા અને આખું પાકિસ્તાન તેને માટે જવાબદાર ન ગણી શકાય એમ કહ્યું, તેની ગુજરાતના મતદારો પર શી અસર છે? - આ સવાલ નવી દિલ્હીથી એક મીડિયા-મિત્રે ફોન પર કર્યો તેમાં ‘ગુજરાતી સલાહકાર’ શબ્દ પર ભાર મૂકાયો હતો!
