બેઉ બળિયા, સામે મળિયા... આમ ભાજપ તો માનતો નથી પણ કોંગ્રેસ જરૂર માને છે. ગુજરાતમાં ૨૦૧૨માં તેનો મરણિયો પ્રયાસ હતો પણ શ્રીમતી સોનિયા ગાંધીને કોઈ ફિલ્મી ગીતકારે પકડાવી દીધેલો શબ્દ ‘મૌત કા સોદાગર...’ ગુજરાતમાં આવીને બોલી ગયાં ને પોતાના પક્ષનો જ ખુરદો બોલાવી દીધો. આજકાલ આ પક્ષે પરોક્ષ-પ્રત્યક્ષ કેટલાક તિકડમબાજોની મદદ લેવા માંડી છે અને સૌથી મહત્ત્વની વાત તો રાહુલ ગાંધી ગુજરાતમાં ઘૂમી રહ્યા છે.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
આજકાલ રાષ્ટ્રીય સ્તરે ખીચડીનો મહિમા વિસ્તર્યો છે. મોટી કડાઈમાં ખીચડી પકવતા બાબા રામદેવની તસવીર તો લગભગ બધે જ પ્રકાશિત થયેલી છે. ખીચડી એટલે શું? તેના વિશે એક રમૂજ વીસ-ત્રીસ વર્ષ પહેલાં પ્રચલિત હતી.
ગુજરાતમાં થઈ રહેલા ચૂંટણી-પ્રવાસોની વાત વાચકોને માટે રસપ્રદ બની રહે તેવી ખરી? ઝંઝાવાતી પ્રચાર કંઈ પહેલીવારનો નથી, અગાઉ પણ થયા છે, પરંતુ ૨૦૧૭માં પ્રચાર-પ્રવાસોની થોડીક અલગ ભૂમિકા છે, બલિહારી છે.
વર્ષ ૨૦૧૮નો સૂર્યોદય થઈ ચૂક્યો છે. ગુજરાત હવે વીત્યા વર્ષના પડછાયાની સાથે, સમગ્ર ૨૦૧૮ના દિવસોના પગથિયાં ચઢશે. નરસિંહ મહેતાનું એક સરસ ભજન છે - ‘ઊંચી રે મેડી તે મારા સંતની રે...’ ત્યાં પહોંચવું સરળ નથી. સાર્વજનિક જીવનની મંઝિલ પણ એવી જ કપરી છે. તેને પાર પાડવા માટે શક્તિવાન નેતૃત્વ, સમર્પિત કર્તૃત્વ, નાગરિકની જાગૃતિ અને સિદ્ધિનો સંકલ્પઃ આટલાં વાના જોઈએ.
વાઇબ્રન્ટ ગુજરાતની જેમ હવે વાઇબ્રન્ટ કચ્છ પણ આ મહિનાના અંતે ભૂજની લાલન કોલેજનાં પ્રાંગણમાં ઊજવાશે. ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી અને માર્ચની પહેલી તારીખ - એમ ત્રણ દિવસના આ કાર્યક્રમમાં કચ્છના અધિક વિકાસની સાથે તેના ઇતિહાસ-સંસ્કૃતિને ય આવરી લેવાશે.
પટેલ કે પાટીદાર યા કિસાન અને કણબી... આ બધાએ પોતાની અસ્મિતા માટે કોને આદર્શ ગણવા જોઈતા હતા તેની ચર્ચા ગુજરાતમાં થઇ જ નહિ. હાર્દિકના હોઠે બે નામ એક સાથે ચડી ગયા એટલે તે ભગત સિંહ અને ગાંધીજીના રસ્તાની વાત કરતો જોવા મળ્યો હતો પણ કડવી વાસ્તવિકતા એ હતી કે આ બન્ને એકબીજાથી તદ્દન અલગ રસ્તાના મુસાફરો હતા.
